Book Title: Jain_Satyaprakash 1954 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૧ ] જૈન તવારીખના પાને
[ ૨૦૧ એક સાચા કલાકારની જેમ જીવી આ બધી કૃતિઓ દ્વારા અમર થઈ ગયા. - ધનસંપત્તિનું વર્ણન કરતાં જેન–સુશ્રાવક કવિ કેટલી સાવધ અને ધર્મશ્રદ્ધાળુ છે, એ કવિના આગળનાં કાવ્યો દ્વારા જણાય છે.
- ખંભાતના રહેવાસીઓએ દેવ, ગુરુ કે ધર્મ માટે ઉદારતાપૂર્વક લક્ષ્મીને સવ્યય કરી ઊભાં કરેલાં ગગનચુંબી જિનમંદિરો, પૌષધશાલા વગેરે ધર્મસ્થાને, તેમજ તે ધનવાનની ભક્તિ ઈત્યાદિ માટે કવિશ્રી ખૂબ જ સહાયતાથી કહે છે –
“પચાશી જિનના પ્રાસાદ, ધ્વજ તરણ તિહાં ઘટાનાદ, પિસ્તાલીસ જિહાં પૌષધશલ, કરે વખાણ મુનિ વાચાલ; પડિઝમણું પૌષધ પૂજાય, પુણ્ય કરતાં દા'ડો જાય, પ્રભાવના વ્યાખ્યાનિ યાંતિ, સાહમિવાત્સલ્ય હોય ત્યાંહિ, ઉપાસરો દેહરૂં જુહાર, અત્યંત દૂર નહિ તે વાર,
ઇંડિલ ગોચરી સોહિલ્યાં રમાણિ, મુનિ આણિ રહિયા હિંડિ :પ્રાણિ.” ગુજરાતની સમૃદ્ધિને અંગે અહીં આ ટૂંક-લેખદ્વારા કરેલા ઉલ્લેખેથી સમજી શકાશે કે “જૈન કથાકાર, રાસકો કે પ્રબંધકારે સ્વયં નિર્મથ, નિઃસ્પૃહ શ્રમણો હોવા છતાં નિર્લોભી સુશ્રાવકો છતાં પોતાની કૃતિઓમાં તે તે કાળના આત્માઓની, દેશની કે નગરની ધનસમૃદ્ધિને પરિચય, પિતાના સર્જન દ્વારા એટલા જ માટે આપતા હતા–આપી ગયા છે કે, આવા ધનસંપન્નો પણ લમીને અસાર, તુચ્છ અને ક્ષણિક માની સાર, નિર્મલ અને ચિરંજીવ્ર ધર્મની આરાધનાધારા પૂર્વત સુકૃતની અમી વેલને સીંચી સાચા આરાધક બની ગયા હતા. આ હકીકત જનતાના હૃદયમાં ઉતારવા માટે આ પુરુષને આ પ્રયત્ન હતું. પરમહંત શ્રી કુમારપાલ, શ્રીવસ્તુપાલ તેમજ જગડુશાહ વગેરેના કાલના ગુજરાતની ધનસમૃદ્ધિને પરિચય આપવાની પૂંઠે પૂ. જૈનાચાર્યનો આ જ પવિત્ર ઉદ્દેશ છે અને હતો. આ હકીકત છે તે કાળની ધનસંપત્તિનો ઇતિહાસ વાંચનાર કે સાંભળનારે ભૂલવી જોઈએ નહિ, અને પ્રાપ્ત સંપત્તિનો વ્યય કરી ધર્મની આરાધનાથી આત્માને નિરંતર સુસંસકારી રાખવા ચૂકવું નહીં.
[ અનુસંધાન પૃષ્ઠ: ૧૯૬ થી ચાલુ ]. જિંદગીભરને માટે અહિંસાના જ બેયની મેર નેબત વગાડનારા પહેલા, બીજા અને ત્રીજા વર્ગને માટે આગામી પર્યુષણાપર્વનું પવિત્ર આરાધન, વર્ષભરનાં પાપ ખપાવવાને અવશ્યમેવ સમર્થ નીવડી શકે તેમ છે. અહિંસાધર્મનાં જિંદગીભરનાં પાલન અને આદર બહુમાનથી માનવ જેવા ઉત્તમ જીવનને સફલ કરવા ભાગ્યશાળી બનેલા એ ત્રણેય વર્ગો, આગામી પર્યુષણાસંવત્સરી પર્વને તન, મન અને ધનથી ભારે મહોચ્છશ્વપૂર્વક ઊજવી આત્માને તકૃત્ય કરે. સાધર્મિક બંધુ સાથે વર્ષભરમાં થઈ જવા પામેલ નાનામોટા સમસ્ત અપરાધની વાત્સલ્યનાં અશ્રુભય નેત્ર અને હૃદયથી સકલ સંધની સાક્ષીએ ક્ષમાપના કરે અને પિતાના જીવનને નિર્મળ બનાવે. એ સાથે આ બાળ લેખકનો પણ હાર્દિક મિથ્યાદુષ્કત સ્વીકારવા કૃપા કરે.
For Private And Personal Use Only