Book Title: Jain_Satyaprakash 1954 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ ]. શ્રી. જેન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૯ શહેર જ્યારે વસ્યું તે વેળાએ તેને બાર ગાઉ ફરતે વિસ્તાર હતો. રાશી બજાર, સેનાચાંદીના નાણાઓની ટંકશાળ વગેરેથી તે સમૃદ્ધ હતું. અઢાર પ્રકારના વર્ણના લેકે તે નગરમાં દરેક પ્રકારે પોતાના વ્યાપાર વિવિધ વાણિજ્ય દ્વારા કરતા હતા. મશરૂ, શાળ, પિતાંબર ઈત્યાદિ ઊત્તમ કાપડ, ત્રાંબુ, પીત્તળ, સોનું, મેતી વગેરે ધાતુ અને ઝવેરાતનો વ્યાપાર પણ ત્યાં ધમધોકાર ચાલુ હતા ” રાસકાર કવિ, અનેક કાવ્યોદ્વારા પાટણના બજારની હકીકતોનું વર્ણન કરી અને કહે છે—પાટણમાં એટલે વ્યાપાર ઉદ્યોગ અને દેશપરદેશનો સંબંધ હતું કે શહેરના જકાતી ખાતાને લાખ ટંકની દરરોજની આવક હતી.” ત્યાર બાદ પાટણની પુણ્યભૂમિના વતનીઓની ધાર્મિકતા માટે જણાવતાં શ્રી ઋષભદાસ જણાવે છે:–“પાટણમાં તે કાળે શ્રીજિનમંદિરો અનેક પ્રકારનાં શોભતાં હતાં, ઈતિરધર્મના લેકે પણ પિતાના ધાર્મિક દેવસ્થાનોમાં લક્ષ્મી ખરચનારા હતા. ટૂંકમાં પાટણ શહેરની વસ્તી દાન, શીલ, તપ અને ભાવધર્મની સારી રીતે આરાધના કરનારી હતી.” [ કુમારપાલ રાસ. પૃષ્ઠ: ૧૦-૧૩ ] જે કાળે પાટણ શહેરની આ રીતની સમૃદ્ધિ હતી તે વેળાએ કહ્યું જોઈએ કે ગુજરાત પણ ઋદ્ધિ-સમૃદ્ધિ અને ધર્મશ્રદ્ધાથી ઉન્નતિની ટોચે હતું. હા, બેશક: ગુજરાતના મુખ્ય મુખ્ય શહેરોએ ચઢતા-પડતીના તડકા-છાંયડા તે તે કાલે પણ અનુભવ્યા હતા એમ તત્કાલીન જૈનજૈનેતર ઈતિહાસ આજે બોલી રહ્યો છે. વિક્રમના ૧૦મા શતકથી યાવત ૧૩ માં શતક સુધી પાટણે સારામાં સારી રીતે ચઢતી જોઈ ધર્મભાવના અને ધનસંપત્તિથી એણે ગૂજરાત-મહાગુજરાત યાવત ભારતવર્ષ અને પરદેશમાં પિતાની કીર્તિનો ધ્વજ ફરકતો રાખ્યો. બાદ-એટલે પરમહંત શ્રી કુમારપાલના મૃત્યુ પછી અજ્યપાલના રાજ્યકાલમાં પાટણની ધીરે ધીરે પડતી શરૂ થઈ પાટણની સાથે તે કાળે તેની હરોળમાં ઊભી શકે તેવું એક શહેર હતું કે જેની ધાર્મિકતા, ગુજરાતના કોઈ પણ અન્ય શહેર કરતાં ૧૧ મા શતકથી યાવત્ ૧૭ મા શતક સુધી ખૂબ જ ગૌરવપૂર્વક ઇતિહાસમાં આલેખાઈ ચૂકી છે. તે શહેર ગુજરાતનું પુરાણું સમૃદ્ધ બંદર થંભનતીર્થ–ખંભાત હતું. ધાર્મિકવૃત્તિના આત્માઓ તે વેળાએ પાટણની જેમ ખંભાત શહેરમાં પણ વિશાલ સંખ્યામાં હતો. આથી જ તે શહેરની ધનસંપત્તિનાં વર્ણનો, જેન તિહાસમાં આલેખાયેલાં આજે આપણને મળી રહે છે. સુપ્રસિદ્ધ જૈનકવિ શ્રાવક શ્રીઋષભદાસે ૧૭ માં શતકમાં ખંભાતની ધાર્મિક શ્રદ્ધા, સંસ્કારિતા અને ધનસમૃદ્ધિનું વર્ણન પિતાના ગ્રન્થોમાં વિવિધ પ્રકારે સુંદર કવિતા દ્વારા કર્યું છે, જેને સાર આ પ્રમાણે છે – “ખંભાત શહેરમાં ૧૮ વર્ણને વ્યાપાર સોળે કળાએ ખીલ્યો હતો. ત્યાંના ધનિકો સાધુપુરુષોનાં ચરણો પૂજતા. વિવેક અને સુવિચારથી ત્યાં અઢાર વર્ણના લેકે રહેતા, ધનવાન લેના ઘરની સ્ત્રીઓ પટોળાં પહેરતી હતી, જ્યારે ધનિકો ત્રણ આગળ પહોળા સેનાના કંદોરા, હીરના કંદોરા, અને સેનાનાં માલીઓ પહેરતા હતા. ' ઈત્યાદિ વિસ્તારપૂર્વક ખંભાતના ધનવાનોના પહેરવેશને પરિચય આપવા દ્વારા કવિશ્રીએ તે લેકેની ધનસમૃદ્ધિને આ છો ચિતાર રજૂ કર્યો છે, જે પિતાની નજરે પોતે પોતાના કાલમાં અનુભવ્યું છે, તેને અતિશયોક્તિ વિના અહીં શબ્દદેહ આપે છે. કલાકારની પીંછી જે વસ્તુને કલાદેલ દ્વારા સજીવ કરે છે તે હકીકતને–વસ્તુને કવિ કવિત્વદ્વારા શબ્દદેહ આપી સજીવ કરે છે. કલાકાર અને કવિ આ બન્ને એક અર્થમાં સમાન છે. એ દષ્ટિએ કહેવું જોઈએ કે, કવિ શ્રી ઋષભદાસ સાચેસાચ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28