Book Title: Jain_Satyaprakash 1954 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંભાતમાં પ્રગટ થયેલી ૪૧ જિનપ્રતિમાઓ લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રીવિશાળવિજ્યજી ખંભાત પુરાણું બંદર છે. તે 1રમા સૈકાથી લઈને ૧મા સૈકા સુધી એની જાહલાલી પુરબહારમાં હતી. ગુજરાતના પાટનગર પાટણ કે અમદાવાદ પછી બીજા નંબરનું આ શહેર ગણાતું રહ્યું છે. ખાસ કરીને સ્તંભન પાર્શ્વનાથ તીર્થ તરીકેની એની પ્રસિદ્ધિ થઈ ત્યારથી આ શહેર વિશેષ ઉન્નત બનતું ગયું છે. આ તીર્થની એ પ્રભાવશાળી પ્રતિમાનો પુરાતન ઇતિહાસ શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધ તીર્થ કલ્પ’માં આ રીતે આલેખ્યો છે – દ્વારિકામાં સમુદ્રવિજય દશા શ્રીમનાથ ભગવાનના મુખથી મહાપ્રભાવશાળી રત્નમયી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા જાણીને પ્રાસાદમાં સ્થાપન કરી પૂજા કરી. દ્વારકાનો દાહ થયો ત્યારે એ મૂર્તિ સમુદ્રમાં પધરાવી. કાળાંતરે કાંતિનગરીને ધનેશ નામનો વહાણવટીઓ એ સ્થળે વહાણ લઈને જતો હતો ત્યારે એ પ્રતિમાની સ્થળ આગળ એનું વહાણ થંભી ગયું. દેવવાણીથી જ્યારે એણે જાણ્યું કે અહીં જિનબિંબ છે ત્યારે તેણે નાવિકો દ્વારા એ મૂર્તિ બહાર કઢાવી, પિતાના નગરમાં લઈ જઈ એક પ્રાસાદમાં સ્થાપન કરી. અચિંત્ય લાભથી ખુશી થયેલો ધનપતિ જ એ મૂર્તિની પૂજા કરતા હતા. એવામાં નાગાર્જુને આ મૂર્તિને અતિશય જાણ્યું ત્યારે તેણે રસસિદ્ધિ માટે એ મૂર્તિ ગ્રહણ કરી, અને શેઢી નદીના કિનારે સ્થાપના કરી. નાગાર્જુન એ મૂતિને રસિદ્ધિ માટે રોજ ચંદ્રલેખા નામની સતી સ્ત્રી પાસે રસમર્થન કરાવતા હતા. એમ કરતાં છેવટે એને સિદ્ધિની પ્રાપ્તિ થઈ અને એ સ્થળે રસ ઑભિત થતાં સ્થંભન (થાંભણ) નામે ગામ વસ્યું. કાળાંતરે એ મૂર્તિ નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિના હાથે એ સ્થળેથી બારમા સૈકામાં પ્રગટ થઈ. એ મૂતિ પાછળથી ખંભાતમાં લાવવામાં આવી અને ખંભાતને સ્તંભન તીર્થની નામના મળી. બારમા સૈકામાં ને તે પછી અહીં દેરાસર બંધાતાં ગયાં. ૧૭મા સિડાના કવિ શ્રી ઋષભદાસે અહીંના ૮૫ ઉત્તુંગ જિનપ્રાસાદની ઝળહળતી ધ્વજાઓ અને સંભળાતા ઘટાનાદની વાત નેંધી છે. શ્રીહીરવિજયસૂરિ અને શ્રીવિજયસેનસૂરિના સમયમાં અસલ ગંધારના રહેવાસી અને પાછળથી ખંભાતમાં રહેતા વજિયા અને રાજિયા નામના બંધુઓએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28