________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમરાઈચ-કહો
[ પરિચય ] [ ગતાંકથી ચાલુ ]
લેખક : પૂજ્ય પં. શ્રી ધુરંધરવિજયજી બીજે ભવ-દરેક ભવની શરૂઆતમાં પૂર્વભવનું અનુસંધાને અને જે ભવનું વર્ણન કરવાનું છે તેને નામનિર્દેશ કરતી એક ગાથા છે. આ બીજા ભવની શરૂઆતમાં તે ગાયા આ પ્રમાણે છે
'गुणसेण-अग्गिसम्मा, जे भणियमिहासि तं गयमियाणि ।
सीहा-णन्दा य तहा, जं भणियं तं निशामेह ॥ જયપુર નગરમાં પુરુષદા રાજાને ત્યાં શ્રીકાંતાની કુક્ષીએ ગુણસેનને જીવે જન્મે છે ને સિંહના સ્વપ્ન અનુસાર તેનું નામ સિંહકુમાર રાખવામાં આવે છે. રાજકુમારને યોગ્ય વિશિષ્ટ સર્વ કલાકલાપ શીખીને તૈયાર થાય છે. યૌવન વયમાં આવ્યા પછી એક દિવસ ઉદ્યાનમાં જાય છે. ત્યાં પોતાના મામા લક્ષ્મીકાન્તની પુત્રી કુસુમાવલી ક્રીડા કરવા આવી છે. અરસ પરસના દર્શનથી બન્નેના હૃદયમાં ગાઢ આકર્ષણ જન્મે છે ને છેવટે બન્નેના વિવાહ થાય છે. ઉચિત સમયે રાજા પુરૂદત્ત સિંહકુમારને રાજ્ય સેપી પ્રત્રજ્યા ગ્રહણ કરે છે. નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતાં રાજા સિંહને ત્યાં જ કુસુમાવલિની કક્ષાએ અગ્નિશર્માને જીવ અવતરે છે. રાણીને અનેક દુષ્ટ દેહદ થાય છે. છેવટે રાજાના આંતરડાં ખાવાની ઈચ્છા થાય છે. રાણી આવી અનિષ્ટ ઈરછાઓ ઘણી દબાવે છે પણ દાબી શકાતી નથી. ગર્ભપાત કરવા વિચાર કરે છે છતાં તે પણ બની શકતું નથી. સુગુણ રાજા તેની તે તે ઈચ્છાઓ પૂરે છે. બાળકને જન્મ થયા પછી પણ દાસી દ્વારા તેને કયાંય રખડત મૂકી દેવાની વ્યવસ્થા રાણી કરે છે પણ રાજાને તેની ખબર પડે છે ને કુમારને બચાવી લે છે. દૂધ પાઈને ઝેરી સાપને ઉછેરે તેમ રાજા પુત્રને ઉછેરે છે ને તેનું આનંદ એવું નામ પાડે છે. કુમાર વયમાં આવે છે. પિતાની દુષ્ટતા અનેક પ્રકારે બતાવે છે. છેવટે રાજાને કેદમાં પૂરે છે ને વખત જતાં તરવારથી હણે છે. શુભ ધ્યાને મરીને સિંહ પાંચમા દેવલેકમાં ઉત્પન્ન થાય છે ને આનંદ પહેલી નરકે જાય છે.
આ વિભાગમાં એહના અંકુર પ્રેમીઓનાં હૃદયમાં ઉત્તરોત્તર કયા ક્રમે વિકાસ પામે છે તેનું અને વિવાહવિધિનું વિશિષ્ટ વર્ણન સુન્દરરીતે બતાવ્યું છે. ધર્મષસૂરિમહારાજનું કથાનક રોચક ને ભવનિર્વેદ ઉત્પન્ન કરે છે. મધુબિન્દુ દષ્ટાન્ત પણ હૃદયને હચમચાવે એવી રીતે આ વિભાગમાં જે રજૂ થયું છે. મોટા મોટા સમાસ અને પ્રસંગે પ્રસંગે ટૂંકા ટૂંકા વાકયખંડે નદીમાં વહેતા શાંત ગભીર જલપ્રવાહની જેમ વહે છે તે વાયક તે પ્રવાહમાં તણાતો જાય છે. તેની ઈચ્છા એવી હોય કે હવે આમાંથી છૂટ થાઉં પણ તેમ તે કરી શકતું નથી. પ્રવાહમાં ને પ્રવાહમાં તેને ખેંચાવું જ પડે છે. એ જ આ કથાની ખૂબી છે
For Private And Personal Use Only