________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જેને સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૮ એ ગાથાથી અનુસધાન કરીને આ ચોથા ભવમાં ધન અને ધનશ્રીનું ચરિત્ર વર્ણવ્યું છે. સુશર્મનગરમાં સુન્ધવા નામે રાજા છે ને વૈશ્રમણ નામે એક મહાશ્રીમંત સાર્થવાહ છે. તેને શ્રીદેવી નામે ધર્મપત્ની છે. ધનદેવ યક્ષની પૂજા કરીને સંતાન યાચે છે ને શિખીને આત્મા બ્રહ્મદેવલેકથી અવીને તે શ્રીદેવીની કુક્ષીએ અવતરે છે. જન્મ થાય છે ને પુત્રનું નામ “ધન' એવું રાખવામાં આવે છે. એ જ નગરમાં પૂર્ણભદ્ર શેઠને ત્યાં ગોમતીની કુક્ષીએ જાલિનીને જીવ આપણે જન્મે છે ને તેનું નામ ધનશ્રી રાખવામાં આવે છે. કર્મયોગે ધન ને ધનશ્રીના વિવાહ થાય છે. અગ્નિશર્મ-તાપસના ભવમાં એક સંગમક નામને તાપસ હતે-તે પણ પરિભ્રમણ કરતે અહીં નંદક નામે દાસ થયો છે ને ધનને ઘરે નોકરી કરે છે. તેને પરિચય ધનશ્રીને ખૂબ ચે છે ને છેવટે તેની સાથે તે વધુ પડતા સંબંધમાં મુકાય છે. એક દિવસ કોઈ એક શ્રેણીને ખૂબ દાન દેતા જોઈને ધનના હદયમાં પરદેશ જઈને ખૂબ કમાઈને આવું દાન દેવું-એવી ભાવના જાગૃત થાય છે. માતપિતાની અનુમતિ મેળવી કમાવા માટે નીકળે છે. નન્દક ને ધનશ્રી પણ સાથે જાય છે. તેને નાશ કરવા માટે ધનશ્રી ઘણું ઉપાયે રચે છે. કામણ કરીને પેટને વિચિત્ર વ્યાધિ કરે છે. પ્રસંગે સમુદ્રમાં નાખી દે છે ને સર્વસ્વ લઈને ચાલ્યા જાય છે. ભાગ્યયોગે ધન બચી જાય છે. કર્મયોગે અનેક સુખદુઃખને અનુભવ કરે છેવટે ધન સાર્થવાહ ખૂબ ધન કમાઈને પિતાના નગરમાં પાછો કરે છે. માતાપિતા બધી વાત પૂછે છે. ધનશ્રીની હકીકત પૂછે છે પણ તે કઈ કહેતું નથી. છેવટે જાણે છે ત્યારે બધાને તે સ્ત્રી ઉપર ધિક્કર ઉપજે છે. ધન નગર બહાર જાય છે. ત્યાં યશોધર આચાર્યને સમાગમ થાય છે. તેમનું ચરિત્ર સાંભળીને ભવનિર્વેદ જાગે છે, માતપિતાને સમજાવીને તેઓને સાથે લઈને સંયમ લે છે. શ્રુતજ્ઞાનને સુન્દર અભ્યાસ કરી સંયમસ્થિર બની એકલા વિહારની પ્રતિમા ધારણ કરીને વિહાર કરે છે. વિહાર કરતાં કૌશાંબી નગરીએ જાય છે. નન્દન ને ધનશ્રી પણ તે જ કૌશાંબી નગરીમાં રહે છે. ધનમુનિ તેને ત્યાં વહેરવા જાય છે. સ્ત્રી તેને ઓળખે છે ને મારી નાખવાને વિચાર કરતી તે કયાં છે તેની તપાસ કરવા દાસીને મોકલે છે. રાતે ત્યાં જઈને મુનિની આસપાસ લોકડાં ખડકીને સળગાવી મૂકે છે. શુભ ધ્યાને કાળ કરીને મુનિ શક્ર દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પાછળથી ધનશ્રી પકડાય છે ને નન્દક નાસી છૂટે છે. બધી વાત કૂટે છે, સ્ત્રીને અવષ્ય જાણીને હાંકી કાઢે છે. જતાં જતાં સર્પદંશ થાય છે ને મરીને વાલુકાપ્રભા નારકીમાં જાય છે.
આ વિભાગમાં પ્રાસંગિક એક પુરોહિતના પૂર્વભવેનું વર્ણન અને ચૉધર આચાર્યનું ચરિત્ર ઘણું જ રોચક ને વૈરાગ્યરસથી ભરપૂર છે. યશોધચરિત્ર તે જુદું સ્વતંત્ર પણ પ્રસિદ્ધ છે. કથાવસ્તુ અને વર્ણન શૈલી એ તાદામ્યભાવ જન્માવે છે કે તેને સંસ્કારે આત્મામાં ચિરકાલ સુધી સ્થિર રહે. આ ભવ વાંચવાની શરૂઆત ન કરી હોય ત્યાં સુધી ઠીક પણું શરૂ કર્યા પછી તેની પકડ એવી મજબૂત બને છે કે તે પૂર્ણ થાય ત્યારે જ તેમાંથી મુક્ત થવાય છે.
[ચાલુ ]
For Private And Personal Use Only