Book Title: Jain_Satyaprakash 1953 01 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાયશ્ચિત્ત લેખક : શ્રીચુત વસતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ શેઠ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યુ` છે કે—પ્રાયશ્ચિત્તવિચવૈયાનૃત્યવાધ્યાયવ્યુત્સુ ખ્યાનાત્યુત્તરમ્। અ—પ્રાયશ્ચિત્ત વિનય, વૈયાવચ્ચ, વાધ્યાય, વ્યુત્સગં તે ધ્યાન તે અભ્ય તર તપ છે. આજે જયારે સ્થૂલ તપ જ આપણા ધાર્મિક જીવનનું આકર્ષ્યાબંદુ થઈ ચૂક્યું છે ત્યારે આભ્યન્તર તમ વિષે વિચારવાની વધુ જરૂર રહે છે. જે કાઈ માસિક ક્રિયા આન્તરિક પવિત્રતામાં વધારા કરે છે તે તપ છે. મનના અંધારા ખૂણાના નાના એવા વિચાર પ જો સ્વરૂપ પ્રાગટ્યમાં નિમિત્ત ખતે તે તે મહાતપરૂપ છે. અને આન્તરિક જીવનને અસ્પૃશ્ય રહેતાં જટિલ ક્ર’કાંડા પણુ તપરૂપ નથી. જે તપથી ચિત્તનૈમ`લ્ય ને સ્વરૂપ પ્રાગટથ ન પમાય—તેવા તપથી ભતૃહિર લખે છે તેમ—તો ન સબ્ત, વયમેવ તખ્તા : તમ તપાતુ નથી, આપણે જ તપાઈ એ છીએ. જે તાપણીમાં તપાયા પછી જીવનની અશુદ્ધિ ન બળે તે તપ નથી પણ દેહપીડન છે, ખાદ્ય તપ પણ જીવનવિકાસનુ અંગ અને જો તપતું ઉપર હેલ ધેારણ તે સાચવી શકે તેા. આ માટે જ બાથ તપને આન્તરિક તપસ્યાનું પૂરક કશું' છે. ખાદ્ય તપની પાદપીફિકા પર પગ મૂકીને આન્તર તપના રાજસિહાસને આરૂઢ થવાનુ છે. આવુ છે આન્તર તપનું મહત્ત્વ. પ્રાયશ્ચિત્ત પ્રથમ અભ્યન્તર તપ છે. પ્રાયશ્ચિત્ત અશુદ્ધ, મનને શુદ્ધ કરતી આન્તરિક સ્વચ્છતા છે. એ હૃદયની એક નાની ખારી છે જે ઉધાડવાથી માનસિક વિસંવાદિતાના વાતાવરણમાં સહસ્રરશ્મિ પ્રવેશે. જીવનમાં માત્ર અકસ્માતા જ નથી. તેની પાછળ રચના, હેતુ ને તાલબદ્ધતા છે, અને સ્થૂલ તત્ત્વો જ દુનિયામાં મૂળ વસ્તુ નથી તેનું નિર્માંણુ ને સંચાલન આત્મા કરે છે. આવા આવા વિચારા સમજાય છે ત્યારે આત્મસુધારણનું કાર્ય સૌ કાઈ હાથ લે છે. પ્રાયશ્ચિત્ત એ શુભાશયપૂર્વકની આત્મસુધારણા છે. માનવી ફરી ફરીને પડે છે અને ફરી ફરીને નવી આશાનુ આધુ સ્મિત લઈ આદર્શની ધ્રુવતારિકા તરફ દોડે છે. પાછલે બારણેથી મૃદુ પગલે દોષો છુપાઈ ને આવે છે પણ પ્રાયશ્ચિત્ત તે તા જાગ્રત રહીને સુટેવો પાડે તે દાવિરમણના મહાયજ્ઞ અખંડ રાખે છે. પ્રાયશ્ચિત્ત ભૂલા શોધતી તે સુધારતી આવી અખંડ આત્મપ્રગતિ છે. તે તેના દ્વારા જ ધ્યેયસાધના અખંડ રહે છે. ધ્યેય મળે કે ન મળે પણુ ધ્યેય માટેના આવા તનતોડ પ્રય સ્નેામાં જ સાચો વિષય છે. મહાન ફ્રેન્ચ લેખક રામારાલા આ જ કહે છે કે Victory lies not in the realisation of God but in the relentless Pursuit of it" For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28