Book Title: Jain_Satyaprakash 1950 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૫૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ - જેનલમા હતો છતાં એ વાત તો શ્રમણોના એ પ્રદેશમાં આછા વિહારને લઇ કાને ન ચડી હોય એટલે જૈન સાહિત્યમાં ખાસ ઉલ્લેખ નજરે પડતા નથી. અથવા તો એ સાહિત્ય લુપ્ત થયું હોય એમ પણ બનવાજોગ છે. અહીં તો કહેવાનું એટલું જ છે કે જૈનધમ શ્રમણે રચનામાં વર્ણન કરતી વેળા વિષયને ઓપ ચઢાવવા જરૂરી અતિશકિત કરતા હશે પણ સાવ પિત પ્રબંધે કે મેં માથા વગરની વાતો કદી પણ નડતા નહોતા. બૌદ્ધ અને જૈન ગ્રંથની લખાણ ભિન્નતાને સમન્વય સાધવામાં ઝાઝી મુશ્કેલી નથી. સંપ્રતિના ગાદીએ આવવા સંબંધમાં ઉભય એકમત છે. બૌદ્ધો એમાં અશકને અતિ દ્રવ્યવ્યય કારણભૂત લેખે છે જ્યારે જેનJથે આલેખે છે કે કુણુલ પ્રત્યેના સ્નેહથી અને સંપ્રતિની વય લધુ હોવાથી અશકે એના મોટા થતાં સુધી રાજગાદી સાચવી પણ નામ તો સંપ્રતિ મહારાજનું પ્રવર્તાવ્યું. સમ્રાટ અશોક બૌદ્ધધમી હતો અને તેથી તે કલિંગના જૈનધમી રાજવી સાથે ખૂનખાર જંગ ખેલ્યો હતો. એમાં હિંસા પાકિનીનું ખપ્પર ભરવામાં કચાશ નહોતી રાખી. બૌદ્ધ ભિક્ષુકની દેરવણીએ ચાલતી તિષ્યરક્ષિતાના સાન્દર્યમાં એ એટલો મુગ્ધ હતા કે જેથી કુણાલ જેવા પુત્રને અંધત્વ પ્રાપ્ત થયું. એ વેળા રાણી અને ભિક્ષુક મગધનું રાજ્ય અશક પછી કુણાલના હાથમાં ન જાય એ સારુ જાતજાતની ખટપટ કરી રહ્યા હતા, કુણાલને કાને એ વાત પહોંચી હતી, પણ એ જાણતો હતો કે પિતે “ધ” થયો છે એટલે રાજ્ય કરવા યોગ્ય નથી રહ્યો. વળી એ સમયે તેને પુત્ર પણ નહોતો જ . આમ કેટલાંક વર્ષો નીકળી ગયા. રાણું ને બૌદ્ધ જાધુ સમજ્યા કે કાંટો દૂર થયો ! પણ કાળનું એંધાણ કેણુ પારખી શકે છે? કુણાલતી એક વણિક રાણીને પેટે સંપ્રતિને જન્મ થયો. કાકાએ કુણાલને પાટલીપુત્ર જઇ, પિતા પાસે “કાકિણી ” યાને રાજ્યભાગ માંગવાની સલાહ આપી. ઉઘાડાછેગે જવાથી કાર્યસિદ્ધિ થવામાં વિદ્મપરંપરાઓ ઓછી નહતી એટલે એ સંગીતકાર રૂપે પાટલીપુત્ર પહેઓ પ્રથમ સંગીતકળાથી જનતાનું મન જીતી લીધું અને આખરે નૃપતિ પાસે સંગીતકળા દાખવી. અશોકનું મન રંજન કરી, રાજ્ય માગ્યું. વર્ષો જૂની વાત પરને પાદે ઉચકાય. અશાકને પુત્ર પ્રેમ ઉભરાઈ ગયો. કુણાલની પિતૃભક્તિ, ધર્મ ગૃતિ તેમજ ઓરમાન માના તરફ રંચમાત્ર તિરસ્કાર વિહૂણ વૃત્તિ જોતાં જ અશકના મનમાં જબરી જ પેદા થયો. પુત્ર અને પિતા તરીકે પિતાના જીવનને ભૂતકાળ નિરખ્યા. ત્યારથી જ જીવનપલટો આવે, માત્ર કુણુલના કહેવા મુજબ એના નાના પુત્રને રાજય આપ્યું એટલું જ નહીં પણ પોતે એ ઉંમરલાયક થાય ત્યાં સુધી સાચવવાની જવાબદારી પણ લીધી. સંપ્રતિ સામે કુણાલ જેવું કોઈ કવિવું ઊભું ન થાય એ સાર સંપ્રતિના નામની દુહાઈ સર્વત્ર ફેરવી અને રક્ષણને . પાકે બંદેબસ્ત કર્યો. એ દિવસથી બૌદ્ધધમ રાણી પરથી એનું દિલ ઊડી ગયું. કલિંગના યુદ્ધ માટે પસ્તા ગયા અને એણે ધર્મમાર્ગે જીવન ગાળવાને પાકે નિર્ધાર કર્યો. સંપ્રતિ મહારાજના:રાજય પછી ધીમે ધીમે મૌર્યવંશની પડતી શરૂ થઈ. એ પરંપરા ચાર રાજાઓ સુધી ચાલી અને તે પૈકી છેલ્લીનું નામ બૃહદ્રરથ હતું. સમ્રાટ ખારવેલ સંબંધી હવે પછી. [ચાલુ 1 For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27