Book Title: Jain_Satyaprakash 1950 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] ગુલાબ અને કાંટા [ ૨૫૫ કાલકાચાર્યને તે ભ્રમ થ સ્વાભાવિક અને તેના સ્વભાવને અંગત લાગે છે. નાટકમાં આ ભ્રમનું સમર્થન છે.” “આ ન કતક છે. ઐતિહાસિક પાત્રોની સાથે કલાને નામે રમત કરી વિકૃતિ નિપજાવવામાં કેટલાક લેખકોને રસનિર્માણ ભાસે છે, કેટલાકને તેમાં સાઈકોલોજી”નું દર્શન થાય છે; પરન્તુ એ રીતે તેઓ ભયંકર અનર્થ જ કરતા હોય છે. કાલકાચાર્ય એક જેન ભિક્ષુ હતા, સરસ્વતી ભિક્ષુણી હતીઃ એ ઐતિહાસિક પાત્રો અંગેના સ્પષ્ટ કયાનકને વિકૃત કરી, કલકલ્પિત પ્રણયને વચ્ચે લાવી, જૈનોના પ્રભાવક પુરુષના ચરિત્રને કલંક્તિ કરવાનો કે તે સંબંધે રઢીભૂત થયેલી ધાર્મિક માન્યતાઓ ઉપર પ્રહાર કરી રસનિર્માણુને નામે રસભંગ કરવાનો કોઈ કલાકારને અધિકાર ન હોઈ શકે. ઈતિહાસદૃષ્ટિએ તે અપરસ છે. શ્રી, વર્માની એ કૃતિ ઉપર આ સમાલોચનામાં શ્રી જયભિખ્ખએ કરેલા પ્રહારો વિકૃતિમાં કલા જોનારા લેખકની અખિ ઉઘાડનારા અને એવું ઈછીએ. આ સમાચનામાં કેટલાંક ઐતિહાસિક સત્ય ઉપર પણ તેમણે પ્રકાશ પાડયો છે.” આ અંગે આગર (માલવાથી પૂ. જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી શ્રો. જયભિખ્ખું પરના પત્રમાં લખતાં જણાવે છે, કે “તમારે પત્ર તથા લેખ મળ્યો, લેખને મેં ધ્યાનપૂર્વક વાંચ્યો. લખવાની શલિ બહુ જ યુકિતસંગત અને ભાષાસૌષ્ઠવ ઉત્તમ છે. આ રીતે સચોટ લખવાની જ જરૂર હતી. આ માટે તમને અનેકશઃ ધન્યવાદ, શ્રી. ઉદયશંકર ભટ્ટ નામક લેખકે પણ શ્રી. કાલકાચાર્ય વિષે બ્રમપૂર્ણ લખ્યું છે. શ્રી. શ્યામવિહારી મિત્રે પણ એ પ્રભાવક પુરુષ વિષે ખૂબ અનુચિત બાબત લખી છે. શ્રી. અતેકરે પણ નાગરી પ્રચારિણી પત્રિકાના વિશેષાંકમાં તેમને દેશદ્રોહી ' ગણાવ્યા છે. કેનું કેવું લખવું? કોઈને ઊડે અભ્યાસ કરે નથી, ને ખ્યાતિ પ્રાપ્ત કરવી છે. ગઈ. ભિલ્લને તે વિષ્ણુપુરાણમાં “પ્રદેશી' રાજા કહ્યો છે. ગભિલ કઈ રાજા વિશેષનું નામ નહેાતું પણ વંશનું નામ હતું. જ્યાં સુધી જેમાં સમર્થ વિદ્વાન પેદા નહિ થાય ત્યાં સુધી આવાં આક્રમણો થયાં જ કરશે.” અમદાવાદ નાગજી ભુદરની પાળના હિન્દી સાહિત્ય પ્રકાશન મંડળ તરફથી “હંસમથરને હિંદી અનુવાદ પ્રગટ થયો છે. આપણામાં બીજાને સત્કારવા માટે નહિ, પણ તિરસ્કારવા પૂરતી ધર્મનિષ્ઠા અવશ્ય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27