Book Title: Jain_Satyaprakash 1950 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ]
પ્રતીકાર અને પ્રત્યુત્તર
[ ૨૫૯
બતાવો તેને અવ્યવહાય બતાવવામાં આવે. થયું પણ એ જ કે ભ. મહાવીરના તપને કાયલેશકર, દેહદંડ, કાયદંડ વગેરે નામ આપવામાં આવ્યાં. “આથી નિગઠ નાતપુરના સંધમાં ખૂનથી રંગાયેલા હાથવાળા કરકર્મા નીચ પુરુષો અધિક દીક્ષિત થતા હતા.” એમ કહીને તપની કર્મનાશક શક્તિનો પરિહાસ કરવામાં આવતો હતો. એનું તાત્પર્ય એ કે- પાપી અને નીચ લેકાએ અધિક કર્મોને સંયય કરે છે તેથી તે કર્મોના સમૂહને નષ્ટ કરવા માટે કૂરક નીચ પુરુષ ભ. મહાવીરના શરણમાં જાય છે. આ રીતે પતિતેહારક નિગ્રંથ શાસનની આ સુકુમાર ચર્યાશીલ ભિક્ષુઓએ હાંસી ઉડાવવી શરૂ કરી. xx
વ્યકિતને પોતાના સ્વાર્થ તલમાત્ર પણ ન હોય ત્યારે તે નિસ્પૃહ બનીને આત્મસાધના અને લોકસેવા કરી શકે છે, તે તેમના (ભ. મહાવીરના) જીવનક્રમમાં હતું. ત્રિપિટકમાં નિર્ગઠનાતપુરના સંબંધમાં જે અહીં-તહીં લખેલું મળી આવે છે તેમાં તેમના આ દીવંતપ, કઠોર અનુશાસન અને સિદ્ધાંતમાં સમજુતી ન કરવાની ઉત્કટ ભાવનાને અવ્યવહાર્ય બનાવવાને પૂરેપૂરા સાંપ્રદાયિક પ્રયત્ન થયેલ છે અને એ પણ બતાવવાનો પ્રયાસ કરાયો છે કે ભ. મહાવીર બુહની ઈર્ષ્યા કરતા હતા. પરંતુ તથ્ય હકીકત એ છે કે ભ. મહાવીર પિતાના માર્ગે જીવન સંશોધન કરનારા આત્મયોગી હતા. સ્થિર અને વિશુદ્ધ આધાર પર લોકસેવા તેમનું બીજા નંબરનું કાર્ય હતું. તેમને સંઘની સંખ્યાવૃદ્ધિની અભિલાષા એટલી નહતી જેટલી કે તેમના શુદ્ધિકરણ અને તપઃપૂત તેજોમય થવાની. શ્રી. વ્યથિતહદયજીએ રૌદ્ધ રાડાનિયાં પુસ્તક-જે છાત્રહિતકારિણી પુસ્તકમાલા દારાગંજ–પ્રયાગથી પ્રકાશિત થઈ છે–તેમાં નિગંઠ નાતપુર મહાવીરને એક હલકટ, ઈબ્દાલુ, ચાલાક ફૂટનીતિજ્ઞ વ્યકિત સિદ્ધ કરવાનો યત્ન કર્યો છે અને તે પણ છાત્રહિતકારી પુસ્તકમાલાને માટે, તેઓ પિતાના દ “શબ્દમાં સાહિત્યની વિશેષતા બતાવતાં લખે છેઃ
જે સાહિત્યમાં જીવન નથી, જયાં જીવનને ઊંચે લઈ જનારી દયા, સમતા, સહાનુભૂતિ અને અહિંસાને ભાવ નથી, તેનાથી ન તો માનવસમાજનો કોઈ ઉપકાર થઈ શકે છે અને ન કદી તે સાહિત્યની ખરી કસેટી પર કસી શકાય છે. દયા, સમતા, સહાનુભૂતિ અને અહિંસાના ભાવથી હીન સાહિત્ય કચરાપટ્ટીમાં ફેંકી દેવા જેવી વસ્તુ છે. સંસારની જે જાતિ નિકૃષ્ટ સાહિત્યના નિર્માણમાં જ પોતાનું ગૌરવ સમજે છે, તેમની નસોમાંથી કદી પણ મુડદાલ પણું દૂર થઈ શકતું નથી.”
બહુ જ સુંદર વ્યાખ્યા છે. પરંતુ પોતે આ પુસ્તકની “ગૃહપતિ ઉપાલિ' અને રાજકુમાર અભય' શીર્ષક વાર્તાઓમાં તમે આનો કેટલે નિર્વાહ કરી શકયા છો? હું એ જાણું છું કે તમે એ કહી દેશે કે, “મને જેવી વાર્તા મળી અથવા જેવી મેં સાંભળી કે વાંચી તેવી લખી દીધી.” પરંતુ વ્યથિતહૃદયજી, જગતના મહાપુરુષના સંબંધમાં પૂરેપૂરી જાણકારી મેળવ્યા સિવાય કઈ સંપ્રદાયવિશેષના સાહિત્યના આધારે મા૫-તેલ વિના લખી દેવું એ શું સમતા, અહિંસા અને સહાનુભૂતિને માગે છે? ત્રિપિટક, આગમ, પુરાણ વગેરે સાહિત્યમાં સંપ્રદાય દ્વેષની અવશેષો મોજુદ છે. તેની સમબુદ્ધિએ તપાસ કરીને તેના સાંપ્રદાયિક અને કાઢી નાખવો એ જીવને પગી કળાકારનું કર્તવ્ય છે.
For Private And Personal Use Only