Book Title: Jain_Satyaprakash 1950 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલકત્તાના જૈન મંદિરમાં ચિત્રકળાની સામગ્રી લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી કાંતિસાગરજી. કેટલાક અજૈન વિદ્વાનો પાસેથી સાંભળવા મળે છે કે અરેન મંદિરની અપેક્ષાએ જવારે જૈન મંદિરનું અવલોકન કરીએ છીએ ત્યારે એક નૂતન ચેતના અને પવિત્ર જાગૃતિનો અનુભવ થઈ આવે છે. આત્માને અપૂર્વ શતિનો અનુભવ થવાની સાથોસાથ એ દેવમંદિરમાં રહેલી શાંત મુદ્રાચ્છ આદર્શ કળાપૂર્ણ પ્રતિમાઓ પર જે સૌમ્યભાવ નેજરે ચડે છે તે બીજે જોવામાં આવતો નથી. આધ્યાત્મિક સાધનાનું પ્રધાન સ્થળ મંદિર છે. જેનોએ મંદિરોને હંમેશાં સાક્ષાત કળાના અવતારરૂપમાં સજાવી રાખ્યાં છે. પ્રાચીન કાળમાં તો જૈન મંદિરોમાં જાણે કળા જ પિતાની સૌંદર્યસંપત્તિનું વિકસિત રૂપ જ સફળતાપૂર્વક ઉપસિથત કરી રહી હોય એવું જણાઈ આવતું. મંદિરોમાં સાંસ્કૃતિક તના પ્રચારનું સમુચિત અંકન પ્રભાવોત્પાદક રીતે સુદઢ બનાવેલું જોવાય છે, આથી જેને પિતાના ભૂતકાળને સુવર્ણકિત ઈતિ. હાસ વાંચી-સમજીને પિતાના કર્તવ્ય માર્ગ તરફ તત્પરતા રાખતો આગળ વધે ને આત્મવિશ્વાસની ભાવના મજબૂત કરે છે. વિશ્વલિપિમાં જે કળાકારોએ પોતાના સ્વચ્છ અને સાત્વિક વિચારે પ્રગટ કર્યા છે તે આપણી મૌલિક સંપત્તિ છે. પ્રાચીન જૈન મંદિરનાં અવલોકન કરવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત થયું છે તે કહી શકે એમ છે કે તેમાં જે ચિત્રકળાની સામગ્રી મળી આવે છે તે જેનેના કળાપ્રેમનું વ્યાપક પ્રતીક છે. જેને કળાવિહીન જીવન પસંદ નહોતું એનું પ્રમાણ એ પૂરું પાડે છે. અહીં હું નીચેની પંકિતઓમાં કેવળ કલકત્તાના મંદિરોમાં પ્રાપ્ત ચિત્રકળાની સાધનસામગ્રીને જ ઉલ્લેખ કરી રહ્યો છું. ૧૩૯ કોટન સ્ટ્રીટમાં પંચાયતી એક મોટું જેનમંદિર છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૪૫ માં ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનહર્ષસૂરિએ કરાવી હતી. એ સંબંધી બે પ્રસ્તત્કીર્ણ લેખ આજે પણ ભૈરુંજીના ઉપરના ભાગની દિવાલમાં લાગેલા છે. આ પથ્થરનો નાશ કરવા માટે કેટલીક સાંપ્રદાયિક માનસવાળાએ ચેક્ટ કરી હતી. પરંતુ કળાપ્રેમીઓના પ્રયત્નથી તેઓ કંઈ જ ન કરી શકવાં. પ્રસ્તુત મંદિરના ભૂમિપ્રાસાદમાં જે વિશાળ સભામંડપ છે તેના ઉપરના ભાગમાં ચોવીસ તીર્થંકરા, અષ્ટાપદ વગેરે જેન તીર્થોની પ્રતિકૃતિઓ તેમજ જૈન સંસ્કૃતિ અથવા કથાઓના વિવિધ પ્રપંગે પર પ્રકાશ નાખનારા અનેક ચિત્ર ક્રમમાં જડાવીને લગાડેલાં છે. આ ચિનું પ્રાચીનતાની દષ્ટિએ તે કે ઈ મૂરક નથી. આજથી લગભગ ૧૦૦ વર્ષની અંદર બનેલાં છે ને તેનું માપ રા-૩ ફૂરનું છે. એ બધાં એક જ કલમે આલેખાયેલાં માલુમ પડે છે. એમ પણ જંણાય છે કે ખાસ કરીને જૈન મંદિર માટે જ ચિત્રકાર પાસે એક જ આકારમાં બનાવ્યાં હશે. એ ચિત્રોમાં રાજપૂત કલમ ૫ષ્ટ પ્રતીત થાય છે. આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27