Book Title: Jain_Satyaprakash 1948 12 1949 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ] જેન સત્ય પ્રકાશ [વર્ષ ૧૪ યાને છપન્નરસાકુમારીઅભિય (૭) જિણજન્મ, (૮) પાસનાહજન્મકલસ અને (૮) મહાવીરલસ, પાટણના ભડારમાં પહેલી, ત્રીજી, ચોથી, છઠ્ઠી, સાતમી અને આઠમી કૃતિઓની તાડપત્રીય પ્રતિ છે. આ ભંડારોની ગાયકવાડ સરકાર તરફથી છપાયેલી સૂચીમાં પહેલી કૃતિ “વભજિનજન્માભિષેક’ એ નામે પૃ. ૨૬૭માં નેધાઈ છે. એમાં ૧૪૩ પર્વો છે એમ એને અંતિમ ભાગ જોતાં જણાય છે. આ કર્તાના નામ વિનાની કૃતિ છે. એ પ્રસિદ્ધ થઈ હોય એમ જણાતું નથી. પૃ. ૨૭૪માં ત્રીજી કૃતિ નેમિનાથ-જન્માભિષેના નામે રજુ કરાઈ છે. એમાં દશ પડ્યો છે. પહેલું અને છેટલું પદ્ય અહીં અપાયેલાં છે. આના કર્તા જિનપ્રભસૂરિ છે. આ કુતિ અપ્રસિદ્ધ છે. જિણજન્માભિસેય નામની છઠ્ઠી કૃતિ સંપ ર૭૫માં જિનજન્માભિષેક એ નામે નાંધાયેલી છે. આ પણ જિનપ્રભસૂરિની કૃતિ છે. એમાં પંદર પડ્યો છે. પહેલું અને પંદરમું પદ્ય અહીં અપાયેલું છે. વિશેષમાં આના અંતમાં “છપ્પન હિસાકુમારી જન્માભિષેક” તરીકે આનો ઉલ્લેખ છે. પૃ. ૨૭૩માં જનજન્મમહના નામે સાતમી કૃતિની નધિ છે. આમાં એકંદર ત્રણ કડવાં છે. પહેલા, બીજા અને ત્રીજા કડવામાં ૧૭, ૧૧ અને ૧૫ એમ અનુક્રમે ગાથા છે. આમ એકંદર વેતાલીસ ગાથા છે. પહેલી બે માથા પૃ. ૨૭૪માં ઉદ્દધૃત કરાય છે. આ પણ જિનપ્રભસૂરિની કૃતિ છે, પણ એ એમની ઉપર્યુક્ત ત્રણે કૃતિઓ કરતાં મોટી છે આ પણ અપ્રસિદ્ધ છે. પૃ. ૨૭૫માં જિનપ્રભસૂરિએ તેર પદ્યમાં રચેલું મુનિસુવ્રતસ્વામિસ્તોત્ર નેધાચેલું છે. આ અપભ્રંશ કૃતિનાં અદ્ય અને અંતિમ પઘો અહીં અપાય છે. વિશેષમાં અંતિમ પઘ પછી નીચે મુજબ ઉલ્લેખ છે – " इति श्रीमुनिसुव्रतस्वामिस्तोत्रं जन्माभिषेकं च भासरागेण" આમ અહીં મુનિસુવ્રતસ્વામિ--જન્માભિષેકને નિર્દેશ છે એટલે મુણિસુવ્યયજન્માભિસેય નામની “અપભ્રંશ' કૃતિ જિનપ્રભસૂરિએ રચી છે એ વાત ફલિત થાય છે. પૃ. ૧૮૪-૫માં “જન્માભિષેક’ એ નામે જે કૃતિની નધિ છે તે વીરજિનેશ્વરને અંગેની છે. આથી મેં આનો “વીરજમ્માભિસેય' તરીકે ઉલ્લેખ કર્યો છે. આના આદ્ય બે પદ્યો અને છેલ્લી ત્રણ પંકિત અહીં અપાઈ છે. આ અપ્રસિદ્ધ કૃતિ પણ મોટી હોય એમ એનાં પત્રની સંખ્યા જોતાં જણાય છે. પૃ. ૩૦૮માં પાધજિનજન્મલશની નધિ છે. એનો મેં પાણિજમ્મકલસ તરીકે ઉપર નિર્દેશ કર્યો છે. આના પહેલા પદ્યની સાત પંકિત અને અંતમાંની ચાર પંકિત અહીં રજૂ કરાયેલી છે. આ આનંદસૂરિના શિષ્યની કૃતિ છે. આ પણ અપ્રસિદ્ધ છે. - જે. સા. સં. ઈ. (પૃ. ૪૨૦)માં જિલપ્રભસૂરિએ વિ. સ. ૧૩૧૬માં મુનિસુવ્રતજન્માભિષેક અને પંચાશદિકકુમારી-અભિષેક નામની બે કૃતિઓ અપભ્રંશમાં રયાની નેધ છે. આ કૃતિઓ ઉપર ગવાયેલી કૃતિઓથી અભિર હેવી જોઈએ એમ લાગે છે. A તીર્થકરના જન્મને અગેના કાર્યમાં છપ્પન દિકુમારીએ ભાગ લે છે અને એમનું સૂતિકા-કાર્ય પૂર્ણ થતાં સૌધર્મ ઈન્દ્ર તીર્થકરને જન્માભિષેક માટે “મેરુ' લઈ જાય છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28