Book Title: Jain_Satyaprakash 1948 12 1949 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીયાણુ, લોટાણું, નાંદીયા વગેરે તીર્થોની યાત્રા લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી. (ક્રમાંક ૧૫૭ થી શરૂઃ ગતાંકથી ચાલુઃ આ અંકે પૂર્ણ) પડવાથી પૂર્વ અને દક્ષિણની વચ્ચે બે માઈલ દૂર આ ગામ આવેલું છે. અહીં શ્રાવકનાં ઘર આઠ છે. બે ઉપાય છે. એક વિશાળ ધર્મશાળા છે. અહીંનું બાવન જિનાલયનું મંદિર પ્રસિદ્ધ છે. તેમજ ગામથી એક માઈલ દૂર ખજૂરીના જંગલની વચ્ચે આવેલું સરસ્વતી દેવીનું મંદિર પણ બહુ જ પ્રાચીન અને પ્રસિદ્ધ છે. સૌથી પ્રથમ અમે અજારીની વિશાળ ધર્મશાળાની એક કોટડીમાં બિરાજમાન પ્રભુ મૂર્તિઓનાં દર્શન કર્યા. આ મૂર્તિઓ અહીં રહેતા યતિજીના કબજામાં હતી. તેમના અભાવમાં બધી મૂર્તિઓ તેમના છ ઉપાશ્રયેથી ઉઠાવીને અહીંની ધર્મશાળામાં પધરાવેલ છે. મૂલનાયક શ્રી આદિનાથ પ્રભુજીની સફેદ પાષાણુની ત્રણ હાથ ઊંચી ભવ્ય પ્રતિમા છે. એની નીચે ગાદીમાં લેખ આ પ્રમાણે છે. (१) ॥ संवत १५२३ वर्षे वैशाख बदि ५ गुरौ श्री श्रीमालीज्ञातीयः सं. सीझण भार्या सनरवत पुत्र सं.xxxx पुत्रादि कुटुम्बयुतेन श्री आदिना (२) थस्वामी बिंब कारितं प्रतिष्ठितम् श्रीलक्ष्मीसागरसूरिभिः वडलीयाः॥ મૂલનાયકની જમણી અને ડાબી બાજુ બે મોટા ઊભા કાઉસગીયાજી છે. આ બને કાઉસ્સગ્ગીયા શ્રી પાર્શ્વનાથજીના છે. બન્નેની નીચે ગાદીમાં લેખ છે. પરંતુ ઘસાઈ ગયા છે, છતાં ટૂંકમાં અમે વાંચ્યું તે આ પ્રમાણે છે. a é. ૨૨૪ ૪ વઢિ ૧૨ ગુરી માળીયા ગામે x x x यशश्चंद्र x x x आत्मश्रेयो) बिंब कारितमिति વચ્ચે ઘણું ઘસાઈ ગયું છે. એક સામ શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ છે તેની ગાદીમાં પાછળના ભાગમાં આ પ્રમાણે લેખ છે. - ૨૬૨૮ વ. ના. સુ. શરૂ સોમે શ્રી x x x ૪૦ ત. ૪. શ્રીવિષયસૂરીશ્વેર (૨) એક પથ્થર ઉપર પાદુકાઓ છેચુગલ છે. એમાં આ પ્રમાણે લેખ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28