Book Title: Jain_Satyaprakash 1948 12 1949 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્માભિસેય ને મહાવીરકહસ આ ઉપરથી જોઈ શકાશે કે કેટલાંક સ્થળ અહીં સંદિગ્ધ છે. વિશેષમાં અર્થની બાબતમાં તે અન્ય સ્થળોમાં પણ શંકા રહે છે. તેમ છતાં હું આનો ગુજરાતીમાં કામચલાઉ અનુવાદ કરું છું અને એમાં કે ઉપર્યુકત કૃતિના સંપાદનમાં જે સ્કેલના જણાય તે દર્શાવવા તજને વિનવું છું: મેરૂના શિખર ઉપર સુરોના સમુદાયે વીરતીર્થકરના જન્મ-મરજન (જન્માભિષેક)ને પ્રારંભ કર્યો તે વેળા ઈન્દ્રને વિચાર આવ્યો કે આ તુચ્છ (અલ્પ) દેહવાળા (વીર) દેએ વહેવડાવેલા આટલા જલપ્રહવાને કેમ સહન કરશે? તીર્થંકરના સામર્થ્યને નહિ જણને ઇન્દ્ર આ પ્રમાણે ચિંતન કર્યું તે જાણીને વારજિને ડાબા પગના આગલા ભાગ (અગૂઠા) વડે ગિરિરાજ “મેરુ ને લીલામાં ચલાયમાન કર્યો.-૧ જયારે વીરે પગ વડે મેરુ' ને હલાવ્યો ત્યારે સમુદ્ર સત્વર ક્ષોભ પામી ગયો, પૃથ્વીની પીઠ દળાઈ ગઈ દિગ્ગજો પણ મળી ગયા અને દેવોને સમુદાય પણ કંપી ઊડ્યો. પર્વતના પણ સેંકડો કટકા થઈ ગયા. સમગ્ર વિશ્વમાં અનપેક્ષિત સંભને આવિર્ભાવ થ. સકળ જગતના જીવોને તક્ષણ સહ ઉત્પન્ન થયે-૨ તે વારે ત્યાં ઇન્ડે ચિતવ્યું કે હું, સમસ્ત મંગળના ભંડારના મહિમા રૂપે કાર્ય અત્યારે ઉપસ્થિત થયું છે. તે (એવે સમયે) અચાનક ભંયકર વિપ્લવ કયાંથી? (એવામાં). શાંતિ કરનાર વેતાળ ઊડ્યો. ઉં, જાણ્યું. મારા જેવા મઢને સર્વે આદરપૂર્વક જણાવવા માટે વીર જિને પિતાનું મહાબળ પ્રકટાવ્યું.-૩ તે સમયે તતક્ષણ જેના મનની ભ્રાંતિ નાશ પામી છે અને જેનો દેહ ભક્તિના ભારથી ભરપૂર બન્યો છે એવા સુર પતિ સુરજનોને આજ્ઞા કરે છેઃ જેમ પૂર્વે ઋષભ જિનને સ્નાન કરાવ્યું તેમ વોરજિનેશ્વરને પણ સત્વર સ્નાન કરાવે. ચોવીસે તીર્થકરોમાં એક સરખું સામર્થ્ય છે. એમના ગુણમાં (ક) ફરક નથી. એના સ્નાનને વિષે તમે (અન્ય) કાર્યોને છોડી દે. (આ કાર્ય કરનારને) કાયાનો કલેશ નાશ પામે છે-૪ એ સમયે સુરપતિનાં વચન વડે એકાએક સંભ્રાન્ત બનેલા દેવો અને અસરાએ યુપ્રશસ્ત તીર્થના જળ વડે મણિમય કળશો ભરીને એકીવખતે વોરને રનાન કરાવ્યું. પ્રસરેલા અને તીક્ષણ પડવાના અવાજથી ભુવનને અંદરને ભાગ પૂરાઈ ગયું. ત્યાં દેવોએ ચાર પ્રકારની માંગલિક તૂર્ય (વાજિંત્ર) અફીન્યાં (વગાયાં)–૫ પહેલાંના કાળમાં જેમણે સ્નાન કરાવ્યું હતું અને જેમણે સુરવાની...મેરુ” શિખર ઉ૫ર ચોસઠ ઇન્ફોએ અનેક પ્રકારના પટ (ઢાલ), કરટી, મર્દલ અને મૃદંગ વગાય. () પુરના ભવ્ય અને ભાવથી વીરને સ્નાન કરાવે છે. જેઓ એ જુવે છે તે સુકતાથ મનુષ્યો મેક્ષના સુખને પામે છે સંધને શાંતિ હે, નગરને શાતિ હે, જિતના (ભત) વણિકના વર્ગને પતિ છે. આ દેશના નરપતિને તેમ જ જિનસ્નાત્રને વિષે જોડાયેલાને ગ્રાતિ છે. આનંદે (?) ૧ “અચાનક ભયંકર વિપ્લવરૂપ અને અશાંતિ કરનાર વેતાળ આવી પહે ' એ પણ અર્થ કરી શકાય તેમ છે. તો શું એ સ્વીકાર ? ૨ આ રાજાનું પણ વિશેષણ ગણી શકાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28