Book Title: Jain_Satyaprakash 1947 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ સંચાલનું હું સાદર ધ્યાન ખેંચું છું. આ બે કૃતિઓના પણ અમુક અમુક અશો કોલેજના વિદ્યાર્થીઓને અવારનવાર શીખવાય છે. દાખલા તરીકે આ વર્ષના ઇન્ટરમિજિએટના વિદ્યાર્થીઓને સમરાઇચકહાની બીજો ભવ અને બી. એ. ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ચોથે ભવ શીખવાય છે. પહેલા, બીજા અને છઠ્ઠા ભવનું તે અંગ્રેજી ભાષાન્તર થયેલું છે. વિશેષમાં સમગ્ર કૃતિની સંસ્કૃત છાયા પણ પ્રય થયેલી છે. તો આ સામગ્રીને ઉપયોગ કરનારને સમસ્ત કૃતિને ગુજરાતી અનુવાદ તૈયાર કરવા સુગમ છે. એટલે અનુવાદા તે મળી રહે તેમ છે. તે સભાને આના પ્રકાશન માટે વધુ વિચાર કરવો પડે તેમ નથી. પઉમરિયના ૩૩-૫ ઉદેસમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ૧૯૪૨ની પરીક્ષાનું પાઠ્ય પુસ્તક હતું. એટલે એટલે ભાગ અંગ્રેજી અનુવાદાદિ સહિત ૧૯૪૧માં બે ત્રણ સ્થળેથી છપાયો છે. આવી રીતે પહેલા ચાર ઉદ્દેસઅને તેમજ ૨૭ અને ૨૮માના અંગ્રેજી અનુવાદ ૧૯૩૬ અને ૧૯૩૪માં અનુક્રમે છપાયેલ છે. અગદડાનાં ચરિત્ર માટેનાં સાધને– ઘસ્મિલહિંડીમાં ધમ્મિલનું જે ચરિત્ર અપાયું છે તેમાં આડા તરીકે અગડદત્ત મુનિને આત્મવૃત્તાન્ત છે. આના કરતાં અગડદત્તનું ચરિત્ર કોઈ પ્રાચીન કૃતિના અંગ રૂપે કે સ્વતંત્રપણે હેાય તો તે વાત મારા લક્ષ્ય બહાર છે. ઉત્તરઝયણના “અસંજય નામના ચેથા અનઝયણમાં નીચે મુજબનું "सुत्तेसु आवी पडिबुद्धजीवी न विस्ससे पंडिय आसुपन्ने । घोरा मुहुत्ता अबलं शरीरं भारंडपक्खी व चरऽप्पमत्तो ॥६॥" વાણિજ્યકુળના, કોટિક ગણુના અને “વજ ”. શાખાના ગોપાલગણિ મહારની શિષ્ય કે જેમને કેટલાક જિનદાયમણિ મહત્તર તરીકે ઓળખાવે છે તેમણે ઉત્તરઝયણું ઉપર ચુરિ રચી છે આ ચુણિમુને ૧૧૬મા પત્રમાં નિદ્રા જાગરણના ઉદાહરણ તરીકે અગલુદત્તને ઉલ્લેખ છે. ચોર સુઈ ગયા ત્યારે એ જાગતો રહ્યો. એ સમયે પરિવ્રાજક આ ચોરનું મસ્તક કાપી નાંખ્યું. પરિવ્રાજક અગલુદત (અગડદત) ને કંઈ કરી શકો નહિ, કેમકે એ તો સાવધ હતો. એની બેન પણ એને ચપડાવી શકી નહિ. આ પ્રકારની હકીકત અગડદત્તના સંબંધમાં આ ચુણમાં અપાઈ છે. વિશેષમાં આ દષ્ટાન્તનો ભાવ પણુ અહીં ઘટાવાયા છે. વાદિવેતાલ' શાન્તિસૂરિએ ઉત્તરાયણ અને એની નિવૃત્તિને અનુલક્ષ્મીને પાયટીકા” રચી છે. એમાં આ પ્રસંગદ્રવ્યનિદ્રાના પ્રતિષેધના ઉદાહરણ રૂપે પત્ર ૨૧૩૨૧૬–માં અગદત્તનું ચરિત્ર આલેખાયું છે. એમાં એ ઉપર્યુક્ત ધમ્માલ્યહંદીની કથાને સારાંશ છે એટલું જ નહિ પણ એમાં શબ્દની સમાનતા પણ અસાધારણપણે દૃષ્ટિગોચર થાય છે. તેમ છતાં આ ચરિત્ર ધમ્મિલ્લહિંડીને આધારે અપાયાનો એમાં ઉલ્લેખ જોવા નથી એમ પ્રા. સાસરા કહે છે. જે એમ ન હોય તે શું કાંઈ અન્ય આધારે મા ચરિત્ર અપાયું હશે? અને એમ હોય તે એ આધાર કયો છે? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28