Book Title: Jain_Satyaprakash 1947 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] સિરોડિ રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે [ ૩૨૯ જ્ઞાતીના મા. (મંત્રી) મેધાજલ, તેમનાં પત્ની કલાણુદે તેમના પુત્ર સા. કમા અને તેમનાં પત્ની કેશરદે તેમના સુપુત્ર ઉદયભાણે શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ–બિંબ ભરાવ્યું અને તપાગચ્છીય ભટ્ટારક (જગદગુરુ) શ્રી હીરવિજયસૂરિ શિષ્યરત્ન ભ. શ્રી. વિજયસેનસૂરિજી, તેમના પર ભ. શ્રી વિજયતિલકસૂરિજી, તેમના પટ્ટધર શ્રી વિજયાનંદસૂરિજી, તેમના પદપ્રભાવક શ્રી. વિજયરાજરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે.” આ લેખમાં આવેલ આચાથી પ્રસિદ્ધ હેવાથી તેમને વિશેષ પરિચય અહીં નથી આપતે. વાચકે, સુરીશ્વર ને સમ્રાટ, વિજય પ્રશસ્તિ મહાકાવ્ય અને ઐતિહાસિક રાસસંગ્રહ વગેરેમાંથી આ મહાપુરુષોનાં ચરિત્ર વાંચી લે તેવી ભલામણ કરી આ મળ વધું છું. અહીં પણ મૂળનાયકની નીચે પ્રાસાદ દેવીના સ્થાને પહેલાં જણાવ્યા મુજબ શ્રી તીર્થકર દેવની મૂર્તિ સ્થાપેલી છે. મૂળનાયકની જમણી બાજુ આદિનાથજીની મૂર્તિ છે, પરંતુ લેખ વગેરે કાંઈ જ નથી. ડાબી બાજુ શ્રી અભિનંદન પ્રભુજી છે. તેમની પલાંઠી ઉપર નીચે પ્રમાણેને લેખ છે— "॥ श्रीअभिनंदनबिंब कारितं प्रतिष्ठितं तपागच्छे श्रीहीरविजयसूरिभिः । १६३२ वर्षे બસ આટલું જ વંચાયું છે. આ સિવાય એક સુંદર ધાતુની મૂર્તિ ઉપર નીચે પ્રમાણે લેખ વંચાયો હતો “सं. १६६३ वर्षे आषाढ वदि ४ गुरौ श्रीदेवपत्तन वासि सोरती (ठी)या जातीय मं. पावा भा. रंभा पुत्रेण मं. राजपाल भारजादेयुतेन श्रेयसे श्रीसुमतिनाथ बिंब कारितं । प्र. श्री तपागच्छे भ. श्रीविजयसेनसूरिपट्टे म, श्रोविजयदेवसूरिभिः" સં. ૧૬૬૪ માં અષાઢ વદિ ૪ ને ગુરુવારે દેવપત્તનિવાસ (પ્રભાસપાટણ સંભવે છે) સોરઠીયા જ્ઞાતિના મં. પાવા, તેમનાં પત્ની રંભા તેમના પુત્ર મં. (મંત્રી–મહામાન્ય) રાજપાલે પિતાની સ્ત્રી વગેરેને શ્રેય માટે શ્રી સુમતિનાથજીનું બિંબ–મૂતિ કરાવી અને પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિજીના પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરિજીએ કરાવી. (સૌરાષ્ટ્રમાં સોરઠિયા જ્ઞાતિ જેન હતી એનું આ જવલંત દષ્ટાન્ત છે. સરકિયા જન્મ છે; ૧૬૭૭માં-ત્રણ વર્ષની બાલ્યવયે તેમને રાજ્યાભિષેક થયો છે, અને ૧૭૩૦માં તેમને દેહાન્ત થયો છે–અર્થાત્ તેમના મૃત્યુ પહેલાં નવ વર્ષ-૧૭૨૧માં ઉપયુક્ત લેખવાળી મૂર્તિઓની અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ થયેલ છે. આ અક્ષયરાજજી મહારાવ સરતાનના પૌત્ર થાય છે. મહારાવ સુરતાન એ જ છે કે જેમને શ્રી હીરવિજસરીશ્વરજીએ ઉપદેશ આપી ધર્મ માર્ગે વાળ્યા હતા. સૂરિજીના ઉપદેશથી રાજાએ મવમસિ શિકાર આદિને ત્યાગ કર્યો હતો. આ મહારાવના આગ્રહથી સૂરીશ્વરજી સમ્રાટ અકબરને પ્રતિબોધીને પાછા વળતાં અહી ચાતુર્માસ રહ્યા હતા. આ રાજા બહુ જ કઠોર દિલને અને સખત હતો છતાંય સૂરીશ્વરજીના ઉપદેશથી તેના હદયનું પરિવર્તન થયું હતું. તેમ જ અહીંના ચામુખ પ્રાસાદમાં કે જે ૧૬૭૪માં બનેલ છે તેમાં મહારાવ સુરતાનના નામનો-વિદ્યમાનતાને ઉલ્લેખ છે.અરિજી અને રાણાજીને બહુ જ ઘનિષ્ઠ સંબંધ હતો. - હરિરાહી રાજ્યમાં ઇતિહાસ, લે. ગે. ડી. ઓઝાના આધારે અક્ષયરાજજીની વિગત મેળવી છે). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28