Book Title: Jain_Satyaprakash 1947 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ નાનકડા સંધ કુદરતી દો નિહાળતો એક પછી એક પહાડોને વટાવતો કાર આવી પહેર્યો. અત્યારે ત્યાં થોડા રબારીઓનાં ઘર–ગાય ભેંસો ચરાવનારનાં ઝૂંપડાં અને થયા મિયાણુ અહીં વસે છે. કેલરનું પુરાણું નામ કેલરગઢ' હતું. આજે એને કિલ્લો ખંડિત-વસ્ત રૂપે ઊભે છે. એના બુરજ અને દરવાજ–મુખ્ય પાળ વગેરે દેખાય છે. બાકી આખું નગર તે કરાલ કાળના વિકરાળ જડબામાં હેમાઈ ગયું છે, જેથી પ્રાચીન શહેરનું નામનિશાન નથી રહ્યું. માત્ર પુરાણું ઈટ અને પાયા કવચિત નજરે પડે છે. અહીં એક સુંદર જૈન ધર્મશાળા છે, ત્યાંથી પાછળ દેઢ થી બે શલગ દૂર ઝાડીમાં અને પહાડની નજીકમાં સુંદરજીનું મંદિર છે. મંદિરમાં પેસતાં જ; અંદર પ્રથમ ચેકીનાં ભારવટિયામાં સુંદર કલામય ચૌદ સ્વપ્નો કેરેલાં છે. ત્રિશલા માતા સુંદર કલામય પલંગમાં સૂતાં છે. અર્ધ નિમિલિત નેત્રકમળો, પ્રસન્ન હાસ્ય ઝરતું મુખારવિંદ, જાણે ચૌદ સ્વપ્ન જોતાં મુખ ઉપર થતા વિવિધ ફેરફારને દર્શાવતું સુંદર મુખકમળ ખીલી રહ્યું છે. છત્રપલંગ ઉપર અક્ષરો કોતર્યા છે – महाराज्ञी त्रिशलादेवी चौदेण स्वप्नानि पश्यति." ચૌદ સ્વપ્નાં એક જ પાટલી ઉપર છેતર્યા છે. ક્રમ આ પ્રમાણે છે. હાથી, બળદ, સિંહ, લક્ષ્મીદેવી (બે બાજુ માવત સહિત હાથીઓ છે અને સુંઢ દ્વારા અભિષેક થઈ રહે છે.) ફૂલની માલા, સૂર્ય અને એની ઉપર ચંદ્ર, વજ, કવચ, રેવર અને એની નીચે સમુદ્ર એની નીચે વિમાન, પછી રત્નરાશિ અને છેલ્લે અમિશિખા. મંદિરના મુખ્ય ગભારામાં મૂળનાયક શ્રી આદિનાથજીની ભવ્ય સુંદર પ્રતિમાજી ઉપર નીચે મુજબ લેખ છે. __ "संवत् १७२१ वर्षे ज्येष्ठ शुदि ३ रवौ महाराजाधिराज श्री अखयराजजि (१) विजयराज्ये 'सिरोही नगरवास्तव्य प्राग्वाट ज्ञातीय वृद्धशाखीय मेहाजल भार्या कलयाणदे सुत सा० (२) कमाभार्या केशरदे पुत्ररत्न सा. उदयभाणकेन श्री आदिनाथबिंब कारापितं । प्रतिष्ठितं वा. तपागच्छोय (३) भ. श्री होरविजयसूरि भ.। श्रीविजयसेनसूरि भ. । श्रीविजयतिलकसूरि भ.। श्रीविजयानंदसूरि पट्टप्रभाव (४) का भ. श्री विजयરાજસૂરિમિઃ || ભાવા–સંવંત ૧૭૨૧ માં જે શુદિ 8ને રવિવારે મહારાજાધિરાજ શ્રી અક્ષયરાજજી સિરોહીમાં રાજ્ય કરતા હતા ત્યારે સિરોહી નગરના રહેવાસી વસા પરવાડ ૬. ઉપર્યુક્ત સં. ૧૭૨૧ના લેખવાળી મૂર્તિઓ સિરોહીમાં અત્યારે પણ વિદ્યમાન છે. સિરોહીનાં ઘણુ મંદિરોમાં ૧૭૨૧ની સાલની મૂર્તિઓ છે. આમાં કેટલીક મૂતિઓ તે બહુ જ ભવ્ય, અને રોનકદાર છે. એક મંદિરમાં તે ૧૭૨૧ના મોટા વિશાળ ચેમુખ બિંબ–ચાર મૂર્તિઓ છે. ૭. મહારાજા અક્ષયરાજજી સિરોહીના પ્રતાપી રાજા થયા છે. તેમને સં. ૧૯૭૪માં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28