Book Title: Jain_Satyaprakash 1947 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક જૈન દર્શન [ ૩૨૩ થાય ત્યારે હેડામાં એક પ્રકારનો વિલક્ષણ સ્વાદ જન્મે છે. તેવી જ રીતે આત્માની આ સ્થાનકે સ્થિતિ હોય છે. પણ ત્રીજાની વાત નિરાળી છે. એ ઉતિ અને અપકાંતિ કિંવા અધઃપાત ઉભય માટે જાય છે. એ સ્થાને રમતા આત્મામાં માત્ર સમ્યગ્દષ્ટ કે માત્ર મિશ્રાદષ્ટિ ન લેવાથી ચળ-વિચળ પરિણામ હોય છે. હીંચકાની માફક ફેલાયમાન દશા પ્રવર્તતી હોય છે. સામે આવતી હરકોઈ વાત સાચી માની લેવા જેવી વૃત્ત અહીં જોર કરે છે. પરીક્ષા કરી વસ્તુને સત્ કે અસત્ રૂપે પિછાનવાનું બળ આ સ્થાનમાં લાભતું નથી. આ સ્થાન ઝાઝે સમય ટકતું નથી. અહીંથી પ્રગતિશીલ આત્મા પરિણામ શુહિના જોરે આગળ વધી ચેથામાં પ્રવેશે છે અને એથી ઉલ્ટી રીતે પતનના વમળમાં રૂંધાયેલ આત્મા અવન પરંપરાને અનુભવતે-ગબતે ગબડતો ઠેઠ પહેલે પહોંચે છે. આમ બીજા અને ત્રીજામાં–ગુણસ્થાન ગણાતા છતાં ખરેખરી ઉલ્કાન્તિ નથી. કેટલીક વિલક્ષણતાઓ છે અને ઉભય એક સરખા પણ નથી જ. કર્મોમાં રાજા સમાન મેહને સર્વથા છેદ ઊડી જતાં આત્માની નિર્મળતા સ્ફટિક રત્ન સમ બરાબર ઝળહળી ઊઠે છે. બારમા ગુણસ્થાનમાં રમણ કરતાં અને એની સ્થિતિ પડવાના ભય વિદૂણી થતાં અને નિર્ભયતાની લહરીઓ અનુભવતાં–લાંબા કામથી દબાચેલી શક્તિઓ પૂર્ણ સ્વરૂપે ખીલી ઊઠે છે, અન્ય કર્મોના આવરણ છિન્નભિન્ન થાય છે. એટલું જ નહીં પણ સ્વામી યાને નાયક એવા મોહના નાશથી ટપટપ તૂટવા માંડે છે. વિકાસગામી આત્માના બળ સામે એ ટકી રહે એવું સામર્થ્ય ન હોવાથી અદશ્ય થાય છે; સત્તામાંથી જ અર્થાત જડમૂળથી જ ઊખડી જાય છે કે જેથી પુનઃ પ્રગટવાને સંબવ જ નથી રહેતો. આમા પરમાત્મભાવનું પૂર્ણ આધ્યામિક સ્વરાજય પ્રાપ્ત કરી સચ્ચિદાનંદ સ્વરૂપને પૂર્ણપણે પ્રગટાવી નિરતિશય જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિની સંપત્તિ મેળવી લે છે, તેમજ અનિર્વચનીય સ્વાભાવિક સુખનો અનુભવ કરે છે. જેમ પૂર્ણિમાની રાત્રિએ સ્વચ્છ ચંદ્રની સંપૂર્ણ કળાઓ પ્રકાશમાન થાય છે તેમ તે સમયે આત્માની મૂળ શક્તિઓ પૂર્ણ વિકાસને પામે છે. એ ભૂમિકાનું નામ તેરમું ગુણસ્થાનક છે. ત્યાં લાંબા વખત સુધી (આયુષ્યની મર્યાદા હોય તે પ્રમાણે) રહ્યા પછી પ્રાપ્ત થયેલ સંપૂર્ણ શક્તિને જનસમૂહને લાભ આપ્યા પછી આયુષ્ય આદિ ચાર અઘાતી કર્મોના અંતની નજીક આત્મા (મહાત્મા) આવી પહોંચે છે. ' એ વેળા આત્મા બળેલી દેરડી સમાન અઘાતી કર્મોનાં આવરણને ઉડાવી ફેંકી દેવા માટે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામા શુકલધ્યાનના ત્રીજા પાયાને આશ્રય લઈને માનસિક, વાચિક અને કાયિક વ્યાપારોને સર્વથા શકી નાંખે છે. એ વેળા આધ્યાત્મિક વિકાસની પરાકાષ્ઠાએ આત્મા પહોંચે છે. આ સ્થિતિનું નામ ચૌદમું ગુણસ્થાનક છે. એને કાળ પચિ હસવ સ્વરના ઉચ્ચાર જેટલે યાને અતિ અલ્પ છે. એ અતિ સૂક્ષમકાળમાં આત્મા સમુચિછનક્રિયાપ્રતિપાતી નામા શુકલધ્યાનને ચેાથે પાયો સ્પર્શી સુમેરુ પર્વતની માફક નિષ્કપ સ્થિતિ પ્રાપ્ત કરીને શરીર ત્યાગ કરીને ચૌદ રાજલોકના પ્રાંત બાગે- માંથી આગળ અલેક એવા લેના અંત ભાગે-જ્યાંથી ફરીથી પાછા આવી સંસારમાં જન્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28