Book Title: Jain_Satyaprakash 1947 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ ] જેન સત્ય પ્રકાશ વર્ષ ૧૨ મંગલવિજયજી ગણિવરની સૂચના મળતાં ચતુબસાથે ઉદેપુર પધારેલા મુનિશ્રી ધર્મસાગરજી મહારાજે આ પ્રશ્નની ઘણી અગત્યની વિગતોથી જૈન સમાજને જાણ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો. ઉદેપુરમાં જૈન મહાસભાની સમિતિ નીમી તેને આ પ્રશ્ન સોંપાયો છે. સમિતિના કેટલાક સભ્યોનું એક ડેપ્યુટેશન કેટલાક દિવસ અગાઉ અમદાવાદ આવીને શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ સાહેબના પ્રમુખ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને મળ્યું હતું. બે દિવસ વિગતવાર ચર્ચા કરીને શેઠ શ્રી કસ્તુરભાઈ એ આ પ્રશ્નને અમજવાને અને એને અંગે હવે શું કરવું જોઈએ તેને વિચાર કર્યો હતે. આ ડેપ્યુટેશન મુંબઈ વિગેરે લોએ પણ જવાનું હતું, પરંતુ કેટલાંક કાણે આવી પડતાં તે ઉદેપુર પાછું ફયુ હતું. આ પછી એક અગત્યને પ્રશ્ન ઉપસ્થિત થતાં, શેઠ આ. ક. ની પેઢીના મુખ્ય મુનીમ સાહેબ ઉદેપુર પધાર્યા હતા. તેઓ ઉદેપુરમાં જૈન મહાસભાની સમિતિના કેટલા સભ્યોને, આગેવાનો અને મુનિશ્રી ધર્મસાગરજીને મળ્યા હતા; તેમ જ ઉદેપુરના એક જન આગેવાન શેઠ રોશનલાલજી ચતુર હાલ ફત્તેહગઢ રહેતા હોવાથી, તેમને ત્યાં જઈને મળ્યા હતા. મુનિ શ્રી ધર્મસાગરજીને પત્ર આવવાથી, અમારા પ્રતિનિધિ પણ, એ દરમ્યાનમાં જ ઉદેપુર ગયા હતા અને કેટલાક મુલાકાતો લેવા સાથે પ્રસ્તુત પ્રશ્નને પ્રકાર કેવો છે તેમ જ વર્તામાનકાલીન સંયોગોમાં કેવી રીતિએ આ પ્રશ્નનો નિકાલ લાવી શકાય, તેની અમારા પ્રતિનિધિએ ચર્ચા કરી હતી. થારી રાહ જોવાની જરૂર આ બધી મુલાકાત દરમ્યાન શું શું બન્યું, તેની કેટલીક વિગતો અમારા જાણુવામાં આવી છે; પરંતુ હાલના તબક્કે એ વિગતો જાહેર કરવી એ હિતાવહ નથી. ઉપર જે માહિતી આપવામાં આવી છે, તે એટલા જ માટે આપવામાં આવી છે કે-આ પ્રમને અંગે પ્રયત્ન ચાલુ છે એમ જાણુને જનતા કાંઈક આશ્વાસન અનુભવી શકે. તેમજ કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિઓ એકદમ કઈ સાહસ કરે નહિ. આ પ્રશ્નનું રૂપક જોતાં, કોઈ પણ જેનનું હદય દુભાયા વિના રહે નહિ; ઉદેપુર રાજ્યના આ અત્યાચારી પગલા સામે રોષની લાગણી પ્રગટ્યા વિના રહે નહિ. કેવળ સત્તાના બળે તીર્થને ઝુંટવી લેવાય, તે ખમી શકાય નહિ. આથો દરેક જૈનને તીર્થની સેવા માટે કાંઈક ને કંઈક કરી છૂટવાનું મન પણ જરૂર થાય. તેઓ જે એમ જાણે કે–પ્રયત્ન ચાલુ છે, તો ઉતાવળ કરે નહિ. અત્યારના ચાલુ પ્રયત્નોમાં સફળતા મળે તો બીજો વિચાર કરવાને અવકાશ નથી; નહિ તે સૌને પિતાની તીર્થ સેવાની લાગણુને મહલ કરવાની તક મળવાની જ છે. આથી, વચગાળાના સમયમાં દરેકે દરેક જૈને આ પ્રશ્નના પ્રકારને બરાબર સમજી લેવાને પ્રયત્ન કરવો જોઈએ. અમને આ પ્રશ્નને અંગે જેમ જેમ સાહિત્ય મળતું જશે, તેમ તેમ જરૂર જોઈને તેને વાંચક સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશું. હાલના પ્રશ્નને પ્રકાર આમ તે, શ્રી કેજરીઆ તીર્થને અંગે ઘણું પ્રમો છે. શ્રી કેસરીઆજીના મંદિરની માલિકી, પૂજા, વ્યવસ્થા વિગેરે સંબધી આપણું શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધના પરાપૂર્વથી ચાલ્યા આવતા હક્કોને અનેક રીતિએ કચડી નાખવામાં આવ્યા છે અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44