Book Title: Jain_Satyaprakash 1947 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ] જેને વર્તમાનપત્રોના અભિપ્રાય
[ ૩૦૩ વર્તી રહ્યા છે. મહારાણુ સાહેબને વિનતિ છે કે–તેઓ હજુ પણ વિચાર કરે અને ભૂલ સુધારી લે. મેવાડના રાજ્યને આ છાજતું નથી. સૂર્યવંશના રાજવી આવો અત્યાચાર કરે, તે તેમને શાભે જ નહિ.
– “વીરશાચન” તા ૪-૭-૪૭ને અંક.
શ્રી કેસરીઆજી ધ્વજાદંડનો ચુકાદો અન્યાયપૂર્ણ છે !” ઉદેપુરના મહારાણા સાહેબે સં. ૧૯૪૦, વિશાખ વદી એકમે એક વજાદંડ મીજનની નિમણુંક કરી હતી. મજકુર કમીશને તા. ૧૦ એપ્રીલ ૧૯૩૫ ના રોજ પોતાનો રિપોર્ટ ઉદેપુરના મહારાણા સાહેબને સુપ્રત કર્યો હતો. એ રિપોર્ટના નામે ઉદેપુરના મહારાણ સાહેબે તા ૫ જુન ૧૯૪૭ ના રોજ એક હુકમ બહાર પાડી છે, કે જે અન્યાયપૂર્ણ હોવાથી જૈન સમાજે તેને વિરોધ કરીને તે અમાન્ય હોવાનું જાહેર કર્યું છે.
આમાં શંકાનું પહેલું કારણ તે એ છે કે આજકુર કમીશનના રિપોર્ટને બાર વર્ષથી પણ વધુ વખતને માટે કયા કારણે છુપે રાખવામાં આવ્યો ? કમીશને પોતાને રિપોર્ટ તૈયાર કરવામાં ૧૦-૧૧ મહિનાથી વધુ સમય લીધે નથી, જ્યારે એ રિપોર્ટ ઉદેપુરના મહારાણા શાહેબને મળી ગયા છે તેવી માહિતી પણ બાર બાર વર્ષથી પણ અધિક સમય પસાર થઈ ગયા બાદ જાહેર કરવામાં આવી છે.
આમાં શંકાનું બીજું કારણ કારણ એ છે કે-મજકુર કમીશનનો રિપોર્ટ સર્ગિપાંગ પ્રસિદ્ધ કરવામાં આવ્યો નથી; એટલું જ નહિ, ૫ણું તા. ૫ જુન ૧૯૪૭નો ઉદેપુરના મહારાણા સાહેબને હુકમ પ્રગટ થયા પછી, મજકુર મીશનના રિપોર્ટની માંગે પગ નકલની માગણી કરવામાં આવી છે. છતાં તે નકલ આપવામાં આવી નથી અને તે આપવામાં આવશે તેવી ખાત્રીને પત્ર પણ અમારી જાણ મુજબ આવ્યો નથી. મજકુર કમીશનનો રિપોર્ટ એ બહુ જ અગ યની વરતુ છે. એ રિપોર્ટની સાંગોપાંગ નકલ પ્રાપ્ત થાય તે, પોતાના જે નિર્ણય કમીશને જાહેર કર્યો હોય, તે નિર્ણય ઉપર આવવાને માટે કમીશન પાસે કયાં સબલ પ્રમાણે હતાં તે જાણી શકાય ઉપરાંત, ઉદેપુરના મહારાણા સાહેબના તા ૫ જુન ૧૯૪૭ના હુકમમાં, કમીશનના રિપોર્ટમાં નક્કી થયેલાં સત્ય તરીકે જે હકીકત જણાવવામાં આવી છે, તે હકીકતો કમીશને કેવા રૂપમાં જણાવી છે તેમ જ તે સિવાયની પણ કથી કયી હકીકતો કમીશને જણાવી છે તે જાણી શકાય.
આમાં શાનું ત્રીજું કારણ એ પણ છે કે-સંવત ૧૯૯૦ માં જે કમીશન નીમવામાં આવ્યું હતું, તે કમીશનને માત્ર એટલું જ કાર્ય સુપ્રત કરવામાં આવ્યું હતું કે-ધ્વજાદંડ ચઢાવવાનો હક શ્વેતાંબરને છે કે દિગંબરનો છે, એ નક્કી કરવું. કમીશને માત્ર એ સંબંધમાં જ તપાસ કરીને પિતાને નિર્ણય જણાવવાનો હતો. એ કમીશનને રિપોર્ટ આવ્યા પછી, ઉદેપુરના નામદાર મહારાણુ સાહેબે શ્વેતાંબરના તથા દિગબરોના પ્રતિનિધિઓને બોલાવીને તે કમીશનના રિપોર્ટની નકલ આપવી જોઈતી હતી તથા મજકુર રિપોર્ટમાંની હકીકત છે હકીકતો વિષે જેને જેને જે જે કાંઈ કહેવાનું હોય તો તે જાણુવવાનું ઉદેપુરના મહારાણું સાહેબે સૂચવવું જોઈતું હતું. એ બધા પછી જ ઉદેપુરના મહારાણ સાહેબે છેલ્લો નિર્ણય કરવો જોઈતો હતો. ઉદેપુરના મહારાણા સાહેબે આમાંનું કાંઈ જ કર્યું નહિ, બાર વર્ષથી પણ અધિક સમયને માટે રિપોર્ટની હકીકત દબાવી રાખી
For Private And Personal Use Only