Book Title: Jain_Satyaprakash 1947 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧. ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ જોઈએ. રાજાભય, ચરભયાદિ કારણે કે અન્ય કાર્યો રખડતાં રહે છે તે કારણે પણ, દેવદ્રવ્ય નહિ વાપરવાને દઢ સંક૯પ જૈનાએ કદિ પણ નહિ ફેરવવો જોઈએ. વજ-દંડ ચઢાવવાની બાબતમાં કેસરીયા ક્ષેત્રમાં દિગંબરોએ હુલ્લડ મચાવેલું સન ૧૯૩૫માં; અને તે જ વખતે દરબારે હકના નિર્ણય માટે એક કમિશન નીમેલું, તેને નિકાલ તા. ૫-૬-૭ આટલે મોડા ઉદેપુર દરબારે ઇરાદા પૂર્વક પ્રસિદ્ધ કર્યો ગણાય. તેમાં કીધેલું છે કેઃ રિખવદેવની પૂજા પ્રાચીન કાળથી બધા પંથના જૈને અને મિલાદિ હિંદુઓ કરતા આવ્યા છે. બે સૈકાઓથી ઉદેપુરના મહારાષ્ટ્ર તે દેવસ્થાનના ટ્રસ્ટી છે. એટલે પિતાની પહતિ મુજબ બધી જાતના ભક્તોને પૂજા કરવા દેવા મહારાજા બંધાયેલા છે. ચઢાવાની પદ્ધતિથી સૌને દરેક પ્રસંગે પોતપોતાના ખર્ચે અને રીતીએ આરાધના કરવા દેવી. કેસરીયાજી તીર્થની બધી વ્યવસ્થા દેવસ્થાનનીધિ ટ્રસ્ટી જ સંભાળશે. વિગેરે. દેવસ્થાન જેનેનું છે, જેનેતો પણ તેને માને છે અને ઉદેપુરના મહારાણું તેના ટ્રસ્ટી છે એ વાત કબૂલ. પણ જેન પ્રણાલ વિરુદ્ધ જૈન ભગવાનની આરાધના થઈ શકે એમ વાજબી રીત કઈ કહી શકે જ નહિ. આજ સુધી એ સવાલ ઊઠ ન હતા, કારણ કે, જૈન મર્યાદાને સૌ કોઈ માનતા હતા. ' હવે દેવદ્રવ્યની આવકથી પૂજારીઓ અને દર વાર લેભાય છે. અને “ભમૂલાનિ પાપાનિ' એ વચન મુજબ નિર્માલ્ય ભક્ષણનું પાપ જૈન સમાજનો વિશ્વાસઘાત, તે તીર્થના ભક્ત ટ્રસ્ટી તરીકેની કર્તવ્યસ્મૃતિ, વિગેર પણું પાપના ભાગી થવા ઉદેપુરના મહારાણું પ્રવૃત્ત થયી ગણાય. યથા રાજા તથા પ્રજા' એ વચન મુજબ રાજસત્તાને પાપ સૂઝે છે એટલે પ્રજામાં પણુ પાપભાવના જાગે છે. હાલમાં સમાજના ઉપાગી એવાં ઘણું કામોને આર્થિક મદદ પૂરી રીતે મળતી નથી, અને પ્રજામાં કંગાસિયત પણ વધી છે એ વાત સાચી, પણ તે હાલત સુધારવા માટે જરૂરી ઉપાય જવા જોઈએ. તે માટે દેવદ્રવ્ય ઉપર પાકિસ્તાની આંખ કેમ ફેરવવી? કમાણુના અને ઉઘરાણીના બીજા ઘણું માગે છે, પ્રજાને કેળવણી આપવી તે ચાલુ રાજનીતિ મુજબ સરકારની ફરજ છે. બ્રિટિશ સરકારની જેમ દેશી રજવાડાઓ પણ જાતજાતના કરવેરાઓ જે વસન કરે છે તે પ્રજાની કેળવણી વગેરેની જોગવાઈ કરવા માટે જ છે. તે આવા રાજભંડારમાં સાચવી, દેવદ્રવ્યને કેલેજોની ખચી માટે ઉઠાવી લઈ જવું તે પાકિસ્ત ની પ્રવૃત્તિ રાણું પ્રતાપના વારસ મહારાષ્ટ્રને કેમ શોભે? આવી - દ સલાહ આપનારાના...ના મહારાણાએ તે નહિ માનવી જોઈએ અને દેવસ્થાનના ટ્રસ્ટી તરીકેની જવાબદારો યોગ્ય રીતે અદા કરવી જોઈએ. જિનાલયોનું દેવદ્રવ્ય બીજા કશામાં ખચી શકાય જ નહિ તે પરંપરાની યાદ ઉદેપુરના મહારાણાશ્રીને કરાવો આપવાનું ન જ હોય. શાઅપરંપરા અને...રિવાજ ધ્યાનમાં લઈ ઉદેપુર દરબારે દેવદ્રવ્યને દુરૂપયોગ અટકાવ જ જોઈએ અને તે માટે સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનાએ પણ ઘટતું બધું જ કરવું જોઈએ, એટલે જરૂર પડે તે જમ્બર સંગ્રામ પણ ખેલવો જોઈએ. –“શાસનસુધાકર” તા. પ-૭-૧૭ને અંક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44