Book Title: Jain_Satyaprakash 1947 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ | જૈન વર્તમાનપત્રના અભિપ્રાય [ ૨૯૯ અંધાધુંધીનો પહેલો આંચકે લાગતાની સાથે જે રાજસ્થાનો આજ સુધી દમન અને આપખુદી ઉપર જ ક્યાં છે તેમના મૃત્યુઘંટ વાગી જાય. પ્રજાના સદભાવ અને પ્રાય વિના કે રાજ્ય સંસ્થા સુદત ન રહી શકે. આજ સુધી અંગ્રેજી સત્તા–અ એજ હરના બળ ઉપર મુસ્તાક રહેલા રાજવીઓને આ વાત હવે બરાબર સમજાઈ ગઈ છે. એટલે જ મહારાણ સાહેબ, આ જન્મજયંતી પ્રસંગેના પોતાના વક્તવ્યમાં એક ઠેકાણે કહે છે કેમેવાડને જવાબદાર રાજતંત્ર આપવાને અમે નિર્ણય કર્યો છે. બાદ સાવચેતી અને કૌશલ્ય સાથે મહારાણીએ આ વાત મૂકી છે એમ પણ અત્યારે કહી દેવું જોઈએ. એના અનુસંધાનમાં પ્રજાના પ્રાથમિક અને મૂલભૂત અધિકારને ઉલ્લેખ કરતાં મહારાણાશ્રીએ ખાત્રી આપી છે કે કોઈની સ્વાધીનતા કે સંપ્રતિ ઉપર અન્યાયી આક્રમણ નહિ થાય. જે નરેશ વ્યક્તિ માત્રની મિલક્ત અને જીવનને આટલા પવિત્ર ગણે તે હજાર અને લાખે માણસોએ ટીપે ટીપે જમાવેલા દ્રવ્યભંડાર ઉપર એકાએક આઠમણું શી રીતે લઈ જઈ શકે? એક વ્યક્તિની માલમિલકત જે પવિત્ર હોય તો હજાર માણસેએ જે ભંડારને પોતાના પ્રાણ કરતાં પણ વધુ વહાલો ગઓ છે તેમાંથી એમની સમ્મતિ વિના લાખો રૂપિયાનું દાન કરવું એ એક પ્રકારને વચનભંગ નથી ? મહારાણું સાહેબને એ વાત નથી સમજાઈ એનું ખાસ કારણ આ પુનવિધાનમાંથી જ મળી આવે છે. મહારાણું સાહેબ માને છે કે પોતે શ્રી પરમેશ્વરજી એકલીગજી મહારાજના એક માત્ર પ્રતિનિધિ છે, અને એ પ્રતિનિધિત્વના જોરે જ એમણે દેવસ્થાન-નિધિના ભાગ્યવિધાતા બનવાને અધિકાર ધારણ કર્યો છે, જો કે આ અધિકારની વાત એમણે સ્પષ્ટપણે નથી કરી, પણ આખા પુનર્વિધાનમાંથી એ જ નિ ઊઠે છે. આજના યુગમાં કોઈ રાજવી કે વ્યક્તિ પરમેશ્વરના પ્રતિનિધિ હોવાનો દાવો કરે એ હાસ્યાસ્પદ છે. એ દા કરનારની શી સ્થિતિ થઈ છે એ ઇતિહાસ ઉખાળવા જેવો નથી. રાજા એક હાથમાં ઈશ્વરાંશી દંડ ધરી રાખે અને બીજે હાથે પ્રજાને સુધારા આપવા માગે તે તે સુધારામાં કેટલું સત્વ હોય? દેવસ્થાનનિધિના વ્યવસ્થાપક મંડળમાં ૫ણુ મેટે ભાગે રાજવંશીઓ છે. આશ્ચર્યની વાત તો એ છે કે જાગીરદારો, મારીદારો અને નામઠારે તથા કાંકરોલીના ગૌસ્વામીને જેટલે અધિકાર સ્વીકારાયો છે તેટલે કેસરીયાજી તીર્થના ઉપાયો–જેનો હક નથી સ્વીકારાયો. દેવસ્થાનનિધિ અને પ્રતાપ વિશ્વવિદ્યાલય વચ્ચે વસ્તુતઃ hઈ નજીકને સંબંધ બતાવવામાં નથી આવ્યો. પરમેશ્વરના પ્રતિનિધિ તરીકે જ મહારાણાએ એ સગપણ જોડી દીધું છે. જેની સંઘને માટે એ અસ્વીકાર્ય છે એટલું જ અહીં અમે બહુ નમભાવે કહી દેવા માગીએ છીએ. –બરન” તા. ૧૭-૭-૪૭ અમદાવાદથી પ્રગટ થતું “વીરશાસન” અઠવાહિક [૧] શ્રી કેસરીઆજી તીર્થ અને આપણે મી કેસરીઆ તીર્થના ભંડારની મિલકત, તેની ભવિષ્યમાં થનારી આવી અને તેની વ્યવસ્થાને લગતે ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થતાં, આ પ્રશ્નને અંગે જ પંખ્યામાં શ્રી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44