Book Title: Jain_Satyaprakash 1945 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ૧૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ રાજ શક તેમને “મહાવીર”નું ગૌરવવતું ગુણનિષ્પન્ન નામ આપી પિતાના જીવનને ધન્ય બનાવે છે. એવો જ પ્રસંગ તેમના નિશાળગમન સમયનો છે. ત્રણ જ્ઞાનયુક્ત શ્રી વદ્ધમાન કુમાર માતાપિતાની આજ્ઞાનુસાર નિશાળે જાય છે. દેવોને પણ દુર્લભ એવો આ અવસર દરેકને તેમના ઉપર શ્રદ્ધામાં વધારો કરે તેવા છે. તેમાંયે આ વખતની પ્રશ્નોત્તરી, પંડિતની શંકાઓનું નિરાકરણ અદ્દભુત છે. પછી માતાપિતાની આજ્ઞાનુસાર અને ભાગકર્મના ઉદયથી યશોદા દેવી સાથે તેમનાં લગ્ન થાય છે, અને એક પુત્રી થાય છે. ૨૮ વર્ષે તેમનાં માતાપિતા સ્વર્ગે જાય છે. વર્લ્ડમાન કુમારની અભિલાષા પૂર્ણ થવાનો અવસર આવ્યો છે, ત્યાં વડીલબબ્ધ પ્રેમભાવે વિનવે છે. “મારી ખાતર બે વર્ષ રહી જાઓ.” સંયમને માટે ઉત્સુક વદ્ધમાનકુમાર વડીલ બધુની આજ્ઞા-વિનંતી માને છે, અને ગૃહસ્થ જીવનમાં રહેવાનું સ્વીકારે છે, પણ એ ગૃહસ્થ જીવન પણ સાધુજીવન જેવું જ છે. પછી વમાન કુમાર એક વર્ષ સુધી વાર્ષિક દાન આપી, મહત્સવ પૂર્વક દીક્ષા–સાધુપણું અંગીકાર કરે છે. અનુપમ સાધુ જીવન –વદ્ધમાન કુમારે આત્મકલ્યાણને માટે સમસ્ત ઐહિક સુખ અને વૈભવ ત્યાગ કરી આકરું સંયમ જીવન સ્વીકાર્યું. આ સંયમમાં પ્રાયઃ સદાયે ઘેર તપ હતું. તેમને “ચમન” જીવન આદર્શ બનાવવું હતું. તેમણે આવતાં દુખે અદીન ભાવે સહ્યાં, ઉપસર્ગો અને પરિષહોની હારમાળા ધીરતા, વીરતા અને અપૂર્વ ક્ષમતા પૂર્વક સહી લીધી. ભગવાન મહાવીર દેવે સાધુજીવનમાં સહેલા ઉપસર્ગો બહુ જ પ્રસિદ્ધ છે, છતાં એ ઉપસર્ગોની ટૂંકી નોંધ અહીં આપું છું. છવાસ્થ જીવન, પ્રતિજ્ઞા, કેટલાક ઉપસર્ગો –ઉપસર્ગોની શરૂઆત ગોવાળીયાથી થાય છે અને પૂર્ણાહુતિ પણ ગોવાળીયાના ઉપસર્ગથી જ થાય છે. પ્રથમ ઉપસર્ગના નિવારણ માટે જ્યારે કેન્દ્ર આવ્યા તે વખતે એ પ્રભુને વંદન કરી કહે છે: “હે સ્વામી, આપને બાર વર્ષ સુધી ઉપસર્ગોની પરંપરા થશે, માટે તેનો નિષેધ કરવા હું તમારા પારિપાર્ષક થવા ઈચ્છું છું.” પ્રભુ ઇન્દ્ર પ્રત્યે બોલ્યાઃ “હે. ઈન્દ્ર, અહંતે કદી પણ બીજાની સહાયની અપેક્ષા રાખતા નથી. વળી અહંત બીજાની સહાયથી કેવળજ્ઞાન ઉપાર્જન કરે એવું થયું નથી, થતું નથી અને થશે પણ નહિ જિદ્રો કેવળ પોતાના વીર્યથી જ કેવળજ્ઞાન પામે છે, અને પિતાના વીર્યથી જ મેલે જાય છે. એમની આ અચલ પ્રતિજ્ઞા જ તેમને સાચા મહાવીર બનાવવા બસ છે. ઉપસર્ગ સમયે સિદ્ધાર્થ વ્યંતર કયાંક અદશ્ય જ રહે છે. પરંતુ શ્રમણ ભગવાન મહાવીર દેવને તે કમલપત્ર પરથી જેમ જલબિંદુઓ સરી જાય તેમ ઉપસર્ગો અને પરિષહ આવે છે ને ચાલ્યા જાય છે. કેટલીક વાર તે કમલપત્ર પર રહેલાં જલક મૌક્તિકની ઉપમા પામે તેમ કેટલાક ઉપસર્ગો તે પ્રભુ પાસે આવી શોભી ગયા છે. તેઓ તાપસીના આશ્રમમાં હોય કે વિચરતા હોય, ઉપસર્ગ કરનાર દેવ, દાનવ, માનવ, રાક્ષસ, યક્ષ કે તિયે ચ–પશુપક્ષી હેાય, પરંતુ એની લગારે પરવા રાખ્યા સિવાય આ ધર્મચક્રી તે એક વિજયી દ્ધાની જેમ કર્મ શત્રુદળને હંફાવતા, કષાય અરિદળને કંપાવતા અને પિતાના આત્માને અજવાળતા પિતાના માર્ગે ચાલ્યા જ જાય છે. પ્રથમ ચાતુર્માસ દુઈજજત. તાપના આશ્રમમાં થાય છે. પરંતુ તાપસીના કુલપતિને અભાવ થવાને પ્રસંગ જાણું તેઓ ચાતુર્માસમાં જ વિહાર કરી જાય છે અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28