Book Title: Jain_Satyaprakash 1945 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૮ ત્યાંથી વિહાર કરતા ભગવાન પુરીમતાલ નગરમાં પધારે છે. અહીં વાર શેઠને પ્રસંગ બને છે. વાગુર શેઠ ભગવદ્ભક્ત છે અને નિરંતર શ્રી મલ્લિનાથ પ્રભુની મૂર્તિની પૂજા કરે છે. ઇન્દ્રના કહેવાથી પ્રત્યક્ષ જિનવરેંદ્રને ઓળખી પૂજા ભક્તિમાં લીન બને છે. આઠમું ચાતુર્માસ રાજગૃહીમાં થાય છે. ત્યાંથી વિહાર, કરી “મહારે હજી પણ ઘણું કમ નિર્ભરવાનું છે” આમ ધારી કર્મ નિર્જરા માટે, ગોશાળા સાથે જ, વજુભૂમિ, શુદ્ધભૂમિ અને લાટ વગેરે પ્લેચ્છ દેશોમાં વિચર્યા. તે દેશોમાં પરમધાર્મિક જેવા સ્વચ્છંદી પ્લેચ્છો વિવિધ ઉપસર્ગો કરે છે. આ આખું વર્ષ ઉપદ્રો સહન કરવામાં જાય છે અને નવમું ચાતુર્માસ તે પ્રદેશમાં શૂન્યાગાર કે વૃક્ષતળે રહીને જ નિર્ગમન કરે છે. ત્યાંથી પ્રભુ સિદ્ધાર્થ પુર પધાર્યા. ત્યાંથી કૂર્મગ્રામ જતાં ગોશાળાએ તલના છોડને પ્રશ્ન પૂછ્યો. પછી કુર્મગ્રામમાં ગોશાળાને વૈશિકાયન તાપસને પ્રસંગ બને છે. તાપસ ગેરાલાને તે જે લેસ્યા મૂકે છે. ભગવાન તેને બચાવે છે. પછી પુનઃ સિદ્ધાર્થ ગ્રામે જતાં તલના છોડની સ્થિતિ પ્રભુના કહ્યા મુજબ જ બની છે. ગોશાલે “શરીરનું પરાવર્તન કરીને પાછા જંતુઓ ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થાય છે.” એ સિદ્ધાન્ત નક્કી કરે છે. પછી તે ગોશાળો પ્રભુના કહ્યા પ્રમાણે તેજેશ્યા સાધે છે, અને અષ્ટાંગનિમિત્ત શીખી હું જિનેશ્વર છું, એમ અભિમાન પૂર્વક કહેતે વિચરે છે. સિદ્ધાર્થ પુરથી ભગવંત વૈશાલી પધારે છે. ત્યાંને શખગણુ રાજા પ્રભુની ભક્તિ કરે છે. ત્યાંથી વાણીજ્ય ગ્રામે પધાર્યા છે. અહીં આનંદ નામે શ્રાવક રહેતો હતો, તેને અવધિજ્ઞાન થયું હતું. જ્ઞાનથી પ્રભુને આવેલા જાણું વંદન કરવા જાય છે અને પ્રભુની સ્તુતિ કરી કહે છેઃ “હે પ્રભુ! હવે તમારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પશુ નજીક છે.” દશામું ચાતુર્માસ શ્રાવસ્તિમાં થયું. પછી પ્રભુ સાનુયણિક ગ્રામ પધાર્યા છે. અહીં ભદ્ર, મહાભદ્ર અને સર્વતોભદ્ર પ્રતિમાં વહે છે. ત્યાંથી પ્રભુ પ્લેચ્છોથી ભરપુર દઢ ભૂમિમાં પધાર્યા. ' - પિઢાળ ગ્રામના પેઢાળ ઉદ્યાનમાં પિલાસ ચિત્યમાં અઠ્ઠમ તપ કરી પ્રભુ ધ્યાનમગ્ન ઊભા છે. આ વખતે સૌધર્મેન્દ્ર કરેલી પ્રશંસા સાંભળી સંગમ દેવ ભગવાનને ચલાયમાન કરવાની પ્રતિજ્ઞા કરી આવે છે. એક જ રાત્રિમાં ભયંકર વીસ ઉપસર્ગો કરે છે, અને છે મહિના લાગેટ ઉપસર્ગો ચાલુ રાખે છે. કામદેવની સેના વિકુવી પ્રભુને ચલાયમાન કરવા પ્રયત્ન કરે છે. પ્રાયઃ છ છ મહિના સુધી નિર્દોષ આહારપાણ નથી મલવા દે, કાલચક્ર મૂકે છે, છતાં પ્રભુ અડગ જ રહે છે. આ ખરે સંગમદેવ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઈ પ્રભુને વાંદી દેવલોકમાં જાય છે. પછી પ્રભુનું પારણું એક ગેપાલને ત્યાં વત્સપાલિકા નામની ગોવાલણના હાથથી થાય છે. પ્રભુ કૌશામ્બીમાં હતા ત્યારે સૂર્ય ને ચંદ્ર મુલ વિમાનથી ભગવાનનાં દર્શન કરવા આવ્યા છે. અગિયારમું ચાતુર્માસ વિશાલાના સમર ઉદ્યાનમાં બળદેવના મંદિરમાં થાય છે. આ જ વિશાલામાં જીણું શ્રેણીની ભાવનાને પ્રસંગ બને છે. ચાતુર્માસ પછી સુસુમારપુરના અશોકખંડના ઉદ્યાનમાં અશોક વૃક્ષ નીચે પ્રભુ ધ્યાનમાં ઊભા છે. આ વખતે જ અમરેંદ્રના ઉત્પાતને પ્રસંગ બને છે. કૌશાંબીમાં પ્રભુ આવી અશકય પ્રતિજ્ઞા કરે છે “કેઈ સતી અને સુંદર રાજકુમારી દાસીપણાને પામેલી હાય, પગમાં લેહમય બેડી નાંખેલી હેય, માથું મુંડેલું હેય, ભૂખી હેય, રૂદન કરતી એક પગ ઉમરામાં અને બીજે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28