Book Title: Jain_Satyaprakash 1945 04 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ 1 શ્રમણ ભગવાન મહાવીર સ્વામી [ ૧૧૫ પગ બહાર રાખીને બેઠી હોય, અને સર્વ ભિક્ષુકે તેના ઘેર આવીને ગયેલા હોય તેવી સ્ત્રી સુપડાને એક ખૂણે રહેલા અડદ જે મને વહેરાવે તો હું ચિરકાલે પણ પારણું કરીશ, તે સિવાય કરીશ નહીં.” આ ઘર અભિગ્રહ છ મહિનામાં છ દિવસ ઓછો હતા ત્યારે ધનવાહ શેઠને ત્યાં દાસીપણે રહેલી ચંપાપતિ દધિવાહન રાજાની પુત્રી ચંદનબાલાના હાથથી પૂર્ણ થાય છે. બારમું ચાતુર્માસ ચંપા નગરીમાં બ્રાહ્મણની અગ્નિહોત્રની શાળામાં થાય છે. ચાતુર્માસ પછી વિહાર કરી ભગવંત જૈભક ગ્રામે પધાર્યા છે. ત્યાંથી પ્રભુ વિહાર કરતા પરમાનિ ગામ પધાર્યા છે. અહીં ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં જે શયાપાલકના કાનમાં સીસું રેડયું હતું તે શવ્યાપાલક મૃત્યુ પામી ફરતો ફરતો ગોવાળીયા તરીકે જન્મ્યો છે. પ્રભુજીને તે કમ ઉદયમાં આવ્યું તેથી અહીં કાનમાં ખીલા ઠેકાવાનો ભયંકર ઉપસર્ગ ગેવાળીયાના હાથથી થાય છે. આ ખીલા ખરક નામે વૈદ્ય બહુ જ યુક્તિથી કાઢે છે. આ ઉપસર્ગ છેલ્લે છે. પ્રભુએ આ સાડાબાર વર્ષના છભસ્થ જીવનમાં ૩૪૯ પારણું કર્યા છે. બાકી બધા દિવસે તપસ્યામાં જ ગયા છે. તેમજ માત્ર બે ઘડી જ નિદ્રા લીધી છે બાકી બધે કાલ જાગૃત દશાને જ છે. વધારેમાં વધારે તપ છ માસને છે અને ઓછામાં ઓછું તપ ઇદ-બે ઉપવાસ છે. આ બધા એવીહારા ઉપવાસ જ સમજવાના છે અને તેથી વીરહ્ય ઘોર તપ એ ઉક્તિ યથાર્થ છે. કેવલજ્ઞાન:-શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરતા જભક ગ્રામની બહાર જુવાલિકાના ઉત્તર તટ ઉપર શામક ગૃહસ્થના ખેતરમાં શાલની નીચે ધ્યાનમાં ઊભા છે ત્યાં વિજયમુહૂર્ત શુકલધ્યાનમાં વર્તતા ક્ષપશ્રેણી પર આરૂઢ થયેલા પ્રભુનાં ચાર ઘાતકર્મોને ક્ષય થયો અને વૈશાખ શુદિ દશમે એથે પહેરે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું; ભગવાન સર્વર સર્વદશી વીતરાગ બન્યા. અહીં પ્રથમ દેશના નિષ્ફળ જાય છે. ત્યાંથી વિહાર કરી એક જ રાત્રિમાં બાર જન વિહાર કરી અપાપાનગરમાં સમિલ બ્રાહ્મણને ત્યાં થતા મેટા યજ્ઞમાં આવેલા બ્રાહ્મણને પ્રતિબંધિવા અપાપા નગરીના મહાસન ઉદ્યાનમાં પધાર્યા. અહીં દેવોએ રચેલા સમવસરણમાં તીર ન કહી પ્રભુજી બિરાજ્યા છે અને ગૌતમાદિ અગિયાર બ્રાહ્મણોને પ્રતિબધી ગણધર સ્થાપે છે. ભગવાનના ઉપદેશથી યજ્ઞમાં થતી હિંસા બંધ થાય છે. ભગવાનના ઉપદેશનો મુખ્ય ધ્વનિ એ જ હતો કે પ્રાણીમાત્રની સાથે મૈત્રીભાવ રાખે, કોઈ જીવ જાતિમાત્રથી ઉંચા કે નીચ નથી. નવિ વિશે મા. હિંસાદિનો ત્યાગ, તપ, સંયમ આ બધાં આત્માને કમરહિત કરવાનાં સાધને છે. ભગવાનના ઉપદેશથી ચૌદ હજાર સાધુઓ થયા હતા એમાં મેટા મોટા ધનકુબેરના પુ, ધનકુબેરે, રાજા-મહારાજા, યુવરાજ-રાજપુત્ર, રાજરાણુઓ, રાજકુમારિકાઓ વગેરેએ તેમના ત્યાગમાર્ગ સ્વીકારી આત્મસાધનાને માર્ગ સ્વીકાર્યો હતો. શ્રેણિકના રાજકુમારે અને રાણીઓની દીક્ષા:-મગધસમ્રાટ શ્રેણિક અને તેનું આખું રાજકુટુમ્બ જેનધર્મ થયું હતું. યુવરાજ અભયકુમારે દીક્ષા લીધી હતી. અનુત્તરનવાઈ નામના આગમ ગ્રંથમાં રાજા શ્રેણિક્તા પુત્રની દીક્ષાનું જે વર્ણન છે તે વાંચવા એગ્ય છે. રાજા શ્રેણિકની નંદા, નંદમતી, વગેરે રાણીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28