Book Title: Jain_Satyaprakash 1945 04 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અંક ૭ ] [ ૧૧ મૃગાવતી સાથે ગાંધવ લગ્ન કયુ" છે એને ત્યાં ત્રિપુષ્ટ વાસુદેવ રૂપે જન્મે છે. અને વિશાખાનદી કેસરીસિંહરૂપે જન્મે છે. ત્રિપુર્ણ વાસુદેવ એને જંગલમાં માત્ર પોતાના હાથથી જ વજ્રની જેમ ચીરી નાખે છે. કેસરીસિંહને મરતી વખતે આશ્ચર્ય થાય છે કે એક મનુષ્ય નિઃશસ્ત્ર બની મને પરાજિત કરી, • ચીરી નાખે એ તે ક્રાણુ છે ? આ જ વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવના સારથી કેસરીસિંહને કર્યુ છે—તું ગભરાઈશ નહીં. તને મારનાર પશુ નરકેસરી જ છે. અને એ ત્રણ ખંડના અધિપતિ થવાના છે. સુજ્ઞ વાચકા યાદ રાખે કે વિશાખાનદીને જીવ આ જ કેસરીસિંહ ભગવાન મહાવીરના ભત્રમાં ખેડૂત રૂપે; સારથી ગૌતમસ્વામી તરીકે અને ત્રિપૃષ્ઠ વાસુદેવ શ્રમણ ભગવાન મહાવીર તરીકે એકત્ર થાય છે. આ ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ એક એવું નિકાચિત કર્મ ઉપાર્જન કરે છે કે જેને રિપાક બહુ જ ભયંકર રીતે દેખાય છે. આ પ્રસંગ છે પોતાના સૂઈ જવા છતાં સંગીતમાં લુબ્ધ બનીરાજમાનાના ભંગ કરનાર શય્યાપાલકના કાનમાં તપાવેલું' સીસુ રેવાને એ જ શય્યાપાલક વાસુદેવને મહાવીરદેવના ભવમાં કાનમાં ખીલા ઠાકનાર ગાવાળીયા રૂપે મળે છે. ત્રિપૃષ્ઠ વાસુદેવ ત્યાંથી ચારે ગતિમાં અનેક ભવામાં ભમી અનુક્રમે . અપવિદેહમાં ધનંજય રાજાની ધારણી રાણીની કુક્ષિમાં પ્રિયમિત્ર ચક્રવર્તી તરીકે જન્મે છે. પ્રિયમિત્ર ચક્રવતીઃ:~ ભવમાં વૈભવ અને સમૃદ્ધિના શિખરે બેઠેલા આ જી જલકમલવત્ નિર્લેપ રહી વૈભવ અને સમૃદ્ધિને ઠોકરે મારી શ્રીપેટ્ટીલ નામના આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરે છે, એક કાટી વર્ષ સુધી ઉગ્ર તપ કરે છે, અને ચેારાશી લાખ પૂર્વનું આયુષ્ય ભાગવી મહાશુક્ર વિમાનમાં દેવ થાય છે. આ જીવ અહીંથી ઉન્નતિના પંથે વળે છે. નંદનકુમાર: ઉન્નતિના પંથે—ત્યાંથી ચ્યવી એ જીવ ભરતખંડમાં છત્રાનગરીમાં જિતશત્રુ રાજાના પુત્રણે જન્મે છે, અને નંદનરાજકુમાર બને છે. અનુક્રમે એ રાજા પણ બને છે. અહીં પણ નિવેદ પામી સાધુજીવન સ્વીકારે છે, એમનું આ ભવનું સાધુજીવન એવું નિમલ, અને ઉત્કૃષ્ટ છે કે જે વાંચતાં જાણે શ્રી વીર ભગવાનના જીવનની વાનકી હોય એમ લાગે છે. અન્તિમ સમયની તેમની આરાધના પણુ અપૂર્વ છે, જાણે મહાવીર થયાની તાલીમ લેતા હાય ! છેલ્લે સાઠે દિવસનું અનશન આદરી પ્રાણુત દેવલોકમાં પુરુષાત્તર વિમાનમાં મહર્દિક દેવ થાય છે. આ દેવભવમાં પણુ એ જીવ શ્રી જિનેશ્વરદેવની ભક્તિ દશન અને પૂનમાં મહાન લાભ જ ઉઠાવે છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જન્મઃપુષ્પાત્તર વિમાનમાંથી આવી આ ભરતક્ષેત્રમાં ક્ષત્રિય કુઢંગ્રામના સિદ્ધાથ રાજાની રાણી ત્રિશલા દેવીની કુક્ષીથી એમને જન્મ થાય છે. અહીં મરીચિના ભવમાં જે જાતિમદ કરેલ, તે સમયનાં અશિષ્ટ કર્મ ઉદયમાં આવે છે અને માહણુકુંડ ગ્રામમાં દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં તેમને આવવું પડે છે, અને ૮૨ દિવસ સુધી બ્રાહ્મણીના ઉદરમાં રહેવું પડે છે. પછી રિણીગમેષી દેવ દ્વારા ઇન્દ્ર તેમનું ગર્ભાપહરણ કરાવે છે, અને ત્રિશલા માતાને ત્યાં તેમના ચૈતર શુદ્ધિ તેરશના દિવસે જન્મ થાય છે. જન્મ પછી બારમા દિવસે તેમનું ગુણુનિષ્પન્ન વમાનકુમાર નામાભિધાન કરવામાં આવે છે. ગૃહજીવન:—બાલ્યાવસ્થામાં જ આમલકી ક્રીડા સમયની તેમની વીરતા જોઈ દેવ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28