Book Title: Jain Satyaprakash 1935 12 SrNo 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાપ્રભાવશાલી પુરૂષાદાનીય શ્ર સ્ત ભ ન પાશ્વ ના થ લેખક –-ઉપાધ્યાય શ્રી પશ્ચવિજયજી ગણી જ ઇઝ' છે ઘણે સમય વીત્યા બાદ જ્યારે ત્રણે લોકમાં તિલક સમાન–વર્તમાન શાસનાધીશ્વર, શ્રમણ ભગવંત પ્રભુ મહાવીરદેવપિ મેઘ, કેવલી અવસ્થામાં, ભરત ક્ષેત્રમાં, અવિચ્છિન્ન સાતિશય વાણીરૂપિ ધોધ-પાણીનો પ્રવાહ ભવ્ય જીરૂષિ પ્રધાન ધાન્યરાશિ ઉપર સિંચી રહ્યા હતા ત્યારે એટલે શ્રી મહાવીર પ્રભુના સમયે, મહાપ્રાચીન, પ્રવર જિનાલયાદિ ધર્મસ્થાનોથી શોભાયમાન શ્રી કાંતિ પુરીમાં, મહાપરાક્રમી, પ્રચુર વૈભવશાલિ, ધનેશ્વર (અપર નામ સાગરદત્ત) નામને સાર્થવાહ અનેક વહાણમાં કરિણાદિ વિકેય વસ્તુઓ ભરીને સમુદ્રની મુસાફરી કરતો કરતો અનુક્રમે સિંહલદ્વીપમાં આવ્યો અને અવસરચિત વ્યાપાર કરતાં ઘણો જ લાભ મેળવીને કેટલાક સમય વીત્યા બાદ સ્વનગરી તરફ પ્રયાણ કર્યું વહાણે વેગથી ચાલી રહ્યા હતાં. બરાબર મધ્ય ભાગમાં આવતાં અચાનક વહાણ ચાલતાં બંધ પડી ગયાં. સાર્થવાહ ચિંતામાં પડે. આવા સંકટના પ્રસંગે શાસનની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીએ સાથેવાહને કહ્યું કે હે વત્સ? તું ગભરાઈશ નહિ. મેં વહાણ થંભાવ્યાં છે. તેનું કારણ એ છે કે જે સ્થળે વહાણે થંભ્યાં છે તે સ્થળે નીચે તળીએ મહામહરાજાનું અભિમાનને તોડનાર વરૂણદેવથી વિશેષ મહિમાને પામેલા, શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અલૌકિક બિંબ છે. તું તે બિંબને તારી નગરીમાં લઈ જા ! આવું દેવીનું વચન સાંભળીને સાર્થવાહે દેવીને કહ્યું કે હું સમુદ્રના તળીએથી એ પરમપ્રભાવક પરમાત્માના બિંબને બહાર લાવવાને અસમર્થ છું. ત્યારે દેવોએ કહ્યું કે-હે શ્રાવક! હું નીચે તળીએ જાઉં છું. મારી પાછળ પાછળ તારે આવવું. કાચા સૂતરના સાત તાંતણાથી તે બિંબને હાર કાઢી વહાણમાં પધરાવી નિર્લિનપણે તારી નગરીમાં જજે! એમ સાંભળીને સાર્થવાહે તે પ્રમાણે કર્યું. નિષ્કારણ જગબંધુ, ત્રણે લોકના નાથ, પ્રભુના બિંબને, જોઈને શેઠ ઘણે જ હર્ષ પામે. થોડા દિવસોમાં તે સાર્થવાહે પિતાની કાંતિપુરીના પાદરમાં આવી પડાવ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44