Book Title: Jain Satyaprakash 1935 12 SrNo 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ શ્રી જૈન સત્ય પ્રકાશ અભિપ્રાય જણાવીને નાગાર્જુન શ્રી પાદલિપ્તસૂરિજીની, પગ ઘેવા આદિથી નિરંતર ભકિત કરવા લાગ્યો. એવામાં મુનિઓ જ્યારે અન્યત્ર (બીજે રથલે) વિહાર કરી ગયા, ત્યારે શ્રી આચાર્ય મહારાજ-પૂર્વે કહેલ પાંચ (સિદ્ધગિરિ-ગિરિનાર, સમેતશિખર અષ્ટાપદ, આબુ) તીર્થો પર આકાશ માર્ગે જઈ ત્યાં ભગવંતને વંદન કરી એક મુહૂર્તમાં નિયમપૂર્વક પાછા આવ્યા. કારણ કે કલિયુગમાં તે સૂરિજી વિદ્યાચારણ સમાન લબ્ધિવાળા હતા. તે તીર્થ વંદન કરીને આવ્યા ત્યારે ઔષધિયોને જાણવાની ઈચ્છાથી નિર્વિકાર નાગાર્જુને તેમના પગ ધેયા. તેમાં સંઘતાં, વિચારતાં, જોતાં, ચાખતાં, અને અડકતાં તેણે પિતાના બુદ્ધિબળથી એકસો સાત ઔષધિઓ જાણી લીધી. પછી તે તે ઔષધિયોને મેળવી, ઘુંટી એક રસ કરીને તેના વતી તેણે પગે લેપ કરી ઉડવા માંડયું, પરંતુ કુકડાની જેમ ઉચે ઉછળીને તે નીચે પડવા લાગ્યો. એમ ઉંચા ભાગથી નીચે પડતાં તેનાં ઢીંચણને લાગ્યું એવામાં લેહી વહેતી તેની જંઘા રિજીએ જઈને કહ્યું કે અહે, શું ગુરૂ વિના પાદલેપ સિદ્ધ થયો ? ત્યારે નાગાર્જુને કહ્યું કે ગુરૂ વિના સિદ્ધિ ન થાય, પરંતુ આ તે મેં મારા બુદ્ધિબલની પરીક્ષા કરી. આ તેના સરલ અને સાચા વચન સાંભળી પ્રસન્ન થઈ સૂરિજીએ કહ્યું કે-હે ભદ્ર! સાંભળ, હું તારી રસસિદ્ધિ કે શુશ્રુષા (ભક્તિ)થી રાજી થયો નથી, પરંતુ તારું અપૂર્વ બુદ્ધિબળ જોઈને રાજી થયો છું. કારણ કે પગ ધોવા માત્રથી વસ્તુઓના નામ કોણ જાણી શકે ? માટે હું તને આકાશગામિની વિદ્યા આપીશ. પરંતુ તું મને ગરૂદક્ષિણામાં શું આપીશ ? ત્યારે નાગાર્જુને કહ્યું કે-હે ભગવન્ ? આપ જે ફરમાવે તે. આપવાને હું તૈયાર છું. એટલે આચાર્ય બોલ્યા કે “તું વિદ્યાસિદ્ધ થાય તેથી મારા મનને સંતોષ છે. તેને સત્ય અને પચ્ચે હું કહીશ માટે આ ગાથા સાંભળ – दीहर फणिंदमाले महिहरकेसरदिसाबहुदलिल्ले ॥ उप्पियइ कालभमरो जणमयरंदं पुहइपउमे ॥१॥ અર્થ—જેને ફણીન્દ્રરૂપ લાંબા વાળ છે, પર્વતરૂપિ કેસર છે, દિશાઓ રૂપિ પુષ્કલ પાંદડાં છે, એવા જગતું (પૃથ્વી)રૂપ કમલ પર મોહ પામેલ કાલરૂપ ભમરે મનુષ્યરૂપ મકરંદનું પાન કર્યા કરે છે. વસ્તુસ્થિતિ એમ હોવાથી હે ભદ્ર! અવિચ્છિન્ન પ્રભાવશાલિ, ત્રિકાલાબાધિત, ત્રિપુટી શુદ્ર શ્રી જિનધર્મ અંગીકાર કર ! સૂરિજીનું આ વચન સાંભળીને નાગાર્જુને વિના સંકોચે ઉલ્લાસથી તે પ્રમાણે કર્યું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44