Book Title: Jain Satyaprakash 1935 12 SrNo 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સ્તન પાર્શ્વનાથ ૧૮૭ પછી આચાર્ય મહારાજે કહ્યું કે --કાંજી અને ચોખાના ચખા ધાણના પાણીથી એજધી ઘુટીને પગે લેપ કરવાથી આકાશગામી થવાય. એમ સાંભળી, તે પ્રમાણે કરવાથી ગરૂડની પેઠે આકાશ માર્ગો ઉડીને તે યથેચ્છસ્થાને જવા લાગ્યો. કુનશશિરોમણિ, વિદ્યાસિદ્ધ તે નાગાર્જુને તીર્થાધિરાજ, પ્રાતઃસ્મરણીય, શ્રી સિદ્ધબિરિની તળેટીમાં જઈને શ્રી ગુરૂના નામે પાદલિપ્ત (પાલીતાણુ) નામે નગર વસાવ્યું. ગિરિરાજની ઉપર શાસનાધિપતિ, ચરમ તીર્થકર, શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુનું ચૈત્ય કરાવ્યું. ત્યાં ગુરૂ મૂર્તિને પણ સ્થાપના કરી. શ્રી ગુરૂ મહારાજને બોલાવીને તેણે બીજાં પણ જિનબિંબની ત્યાં પ્રતિષ્ઠા કરાવી. શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજે મૃલનાયક પ્રભુ શ્રી મહાવીર દેવની સમક્ષ બે ગાથાથી શ્રેષ્ઠ સ્તુતિ કરી, અને કહ્યું કે એ ગાથાથી સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની રિવા અત્યંત ગુપ્ત રહેશે. તે આજકાલના નિર્માણિ મનુષ્ય જાણી શકશે નહિ. પછી થી ઉજજયંતગિરિની નીચે દુર્ગની પાસે ગુરૂ મહારાજના મુખથી શ્રી નેમિનાથનું ચરિત્ર સાંભળીને નાગાજીને સર્વ તેવા પ્રકારના આવાસાદિક કરાવ્યાં. તેમાં શ્રીદશાહંમંડપ, ઉગ્રસેનનું રાજભુવન, તથા વેદિકા પર વિવાહાદિકની વ્યવસ્થા કરાવો કે જે અત્યારે પણ ત્યાં ગયેલ ધાર્મિક જનોના જોવામાં આવે છે. (અપૂર્ણ) ૧૯૪ મા પાનાનું અનુસંધાન ] પિતે અજ્ઞાત રહેવા ઇચ્છતા હોય તેવી કે પછી અન્ય કોઈ કારણસર કેટલાક ગ્રંથકાર પિતાનું નામ ન સૂચવતાં પિતાના ગુરુનું નામ સૂચવે છે. આવું એક ઉદાહરણ શોજિનપ્રભસૂરિકૃત જિનાગમરાવની અવચૂરિનું નીચે મુજબનું પદ્ય પૂરું પાડે છે – " ध्यायन्ति श्रीविशेषाय गता वेशालयेन यम् । સ્તુતિજ્ઞાનratઃ શ્રીવીજુડવઃ || * આ પદ્યમાં વિરાટના ગુરુ” એમ પોતાના ગુરુનું નામ ગુપ્ત રીતે સુચવાયેલાની હકીકત એજ અવરકારે નીચે મુજબના – आदिगुप्ताभिधानस्य गुरोः पादप्रसादतः ।। पादविच्छेदरूपेयं विवृत्तिलिखिता मया ॥" --પદ્ય દ્વારા રજુ કરી છે, પરંતુ દરેક ચરણના ચોથા અને પાંચમાં અક્ષર એક ત્રિત કરવાનું ત્યાં સુચન નથી.એ તરફ મારું ધ્યાન વિઠઠલભ મુનિરાજ શ્રી પુણ્યવિજય. જીએ સૂચવ્યું હતું જે બદલ હું એમને આભારી છું. વિવેકવિલાસના નીચે લખેલા " जीववत् प्रतिमा यस्य वचो मधुरिमाश्चितम् ।। देहं गेहं श्रियस्त्वं स्वं वन्दे सरिवरं गुरुम् ॥” । -પદ્યમાંના પ્રત્યેક ચરણને પ્રથમ અક્ષર લેવાથી “છવદેવ” એવું નામ બને છે. આ પ્રમાણે આપણા જૈન સાહિત્યની અનેકવિધ વિશિષ્ટતાઓમાંથી એકનો ઉલ્લેખ કરી હું હાલ તો વિરમું છું, જો કે સાથે સાથે એટલું ઉમેરું છું કે બીજી વિશિષ્ટતાઓનો હવે પછી નિર્દેશ કરવા વિચાર રાખું છું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44