________________
પ્રકરણ ૫-તારવણ ઉપરના ઈતિહાસથી તારવી શકાય છે કે “તપાગચ્છની તિથિ આચરણ નીચે મુજબ છે.
(૨) પ્રાચીન જૈન પંચાંગના આધારે તિથિ વધેજ નહિં. ભાદરવામાં એક પણ તિથિની વધઘટ થાય નહિં.
મૂલા-જૈન આગમમાં લગભગ ૫૯ ઘડો પ્રમાણ તિથિમાની છે. એટલે તિથિ વૃદ્ધિ થવાની જ નહિં. વરસમાં ૬ તિથિ ઘટતી હતી. પણ પતિથિ ઘટે તે તિથિને ઘટાડવામાં આવતી હતી, જે વસ્તુને ચૂણીઓમાંના અષાઢી પૂનમના શબ્દ ટેકો આપે છે.
(૨) લૌકિક પંચાંગમાં તિથિની વધઘટ થાય છે પરંતુ આરાધનામાં તિથિની વધઘટ કરવી નહિં–લખવી નહિં.
ખૂલાસ-જૈન આગમમાં તિથિવૃદ્ધિની મના કરી છે. એ રીતિ અત્યારે પ્રચલિત નથી. લૌકિક પંચાગોમાં તિથિની વૃદ્ધિ થાય છે અને એ પંચાંગ અત્યારે પ્રચલિત છે. એટલે તિચિની વધઘટ માનવી પડે છે, પરંતુ પતિથિના પ્રસંગે પ૯ ઘડીની શુદ્ધ તિથિ એ રીતે સંસ્કાર દેવાથી શુદ્ધ તિથિ મળે છે, આથી પરિદ્ધિની વૃદ્ધિ રહેતી નથી અને નાગમની વફાદારી યથાશક્ય બની રહે છે. જેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org