Book Title: Jain Hitechhu 1911 Book 13
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 12
________________ જેનહિતેચ્છ. ઇચ્છા તૃપ્ત કરવાના સ્વાર્થ ખાતર તે ત્રણમાંનું દરેક શરીર પોતે આત્મા હોવાનો ઢોંગ કરશે. પણ હમારે તે સર્વને ઓળખવા જોઇએ અને અમે તે તે શરીરના સ્વામી છે એમ હમારે જાણવું જોઈએ. ત્રણે શરીર પોતે આત્મા બની હમને ઠગવા કેવા રસ્તા છે તે સંબંધમાં થોડાક દષ્ય સાંભળે (૧) હારે કોઈ કામ કરવાનું આવે છે, ત્યારે સ્થૂલ (અથવા હારિક) શરીર આરામ લેવા ઈચ્છે છે. અથવા તે ફરવા જવાનું કે ખાર ને કે પીવાને છેતેથી દિવ્યાજના’ના જ્ઞાન વગરનો તે માણસ મનમાં ચારે છે કે “હું આ ખાનપાનાદિ કામ દરવા ઈચ્છું છું અને મારે તે કરવું જ જોઈએ.” પણ જે માણસને “દિવ્ય યોજનાનું જ્ઞાન છે તે તે એમ કહે છે કેઃ “જે (શરીર) આ બધી માગણી કરે છે, તે “હું” નથી; અને તે માગણી કરનાર સ્કૂલ શરીરે ઘડીભર દમ ખાવો જોઈએ.” જહારે ને મદદ કરવાનો પ્રસંગ આવી લાગે છે, ત્યારે આ જ પૂલ શરીર વિચારે છે કે “ઓહ કેવું તકલીફનું કામ ! ઘાએ બીજો કોઈ સખસ તે કરી લેશે!” પણ આમ બેલનારા શરીર પ્રત્યે આ મા જ માબ આપે છે કે “આ કામ કરવા યોગ્ય છે અને હારી મગદૂર નથી કે તું મહને તે કરતાં અટકાવે ! ” આ શરીર તે હમારૂં પશુ છે–હમારે ઘડે છે, કે જેના ઉપર ઉમે સવાર થયેલા છે; અને એટલા ખાતર તે ઘોડાની હમારે સારસંભાળ સારી રીતે લેવી જોઈએ. હેની પાસેથી હદ ઉપરાંતનું કામ લેવું ન જોઈએ. હેને અપાત ખોરાક અને જળ તદન શુદ્ધ હવાની કાળજી રાખવા જોઈએ, અને જરા જેટલી પણ રજ હેના ઉપર ચોંટી ન રહે એટલી હદ સુધી હેને બરાબર શુદ્ધ રાખવું જોઈએકારણ કે સંપૂર્ણ અંશે શુદ્ધ અને સંપૂર્ણ અંશે તદુરસ્ત શરીર સિવાય સતના ભાગે વિચારવાની તૈયારી કરવાનું મહાભારત કામ હમારાથી ઉપાડી શકાશે નહિ તથા એ તૈયારી કરવાના કામથી તમારા શરીર ઉપર નિરંતર જે દબાણ થશે તે હમારી સહન થઈ શકશે નહિ. " તે ઘોડા રૂ૫ શરીરની આટઆટલી સારસંભાળ રાખવા છતાં હમારે આ તે બરાબર યાદ રાખવાનું છે કે, હમારે તે ઘોડાને હમેશ વશ રાખવાનો છે, તે ઘડે હમને વશ એ એમ ન બનવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 338