Book Title: Jain Dharmnu Hard Author(s): Chandrahas Trivedi Publisher: Heena Publications View full book textPage 8
________________ જન્મજાત જૈન ન હોવાને કારણે મને જૈન ધર્મના અભ્યાસમાં એક રીતે લાભ જ થયો છે. તેને કારણે હું તટસ્થતાપૂર્વક જૈન ધર્મનું મૂલ્યાંકન કરી શક્યો અને તેના અમૂલ્ય વારસાની મને પ્રતીતિ થઈ. વળી અન્ય ધર્મોનો પરિચય અને પરિશીલન કરવાને લીધે મારી જ્ઞાનસમૃદ્ધિ તો વધી જ, પણ સાથોસાથ એક વૈજ્ઞાનિક અભિગમ પણ કેળવાતો ગયો જે મારા પુસ્તકોને વિશિષ્ટ સ્વરૂપ આપવામાં સહાયક બની રહ્યો. મારાં આ બધાં પુસ્તકો તેમજ “ગુજરાત સમાચાર'ની અધ્યાત્મપૂર્તિમાં “વિમર્શ” શીર્ષક હેઠળ આવતાં મારાં લખાણો – એ બધું મારા નિવૃત્તિકાળનો પરિપાક છે. મારો મૂળ વિષય તો “અર્થશાસ્ત્ર'. કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણાવેલું. પણ સાહિત્ય તરફની અભિરુચિ જેથી ગુજરાતી તેમજ સંસ્કૃત સાહિત્યનો ઠીક ઠીક અભ્યાસ કરતો રહેલો. વળી ક્યારેક અંગ્રેજી સાહિત્યનાં જાણીતાં થયેલાં પુસ્તકો વાંચી લેતો. મેં લખવાનું શરૂ કર્યું ત્યારે આ બધું મારી રજૂઆતને એક સુરેખ આકાર આપવામાં ઘણું ઉપકારક તેમજ સહાયક બની રહ્યું. આમ તો લગભગ ઈ.સ. ૧૯૭૧થી જૈન ધર્મ-સાહિત્યમાં મેં પ્રવેશ કર્યો એમ કહી શકાય. બસ, ત્યારથી આજ દિન સુધી હું જૈન ધર્મનો અભ્યાસ કરતો રહ્યો છું. વિદ્વાન અને ચારિત્રસંપન્ન મહારાજ સાહેબોનાં વ્યાખ્યાનો યથા-તથા સમયે સાંભળવાનો મને લાભ મળતો જ રહ્યો છે. જરૂર પડે મેં તેમનું માર્ગદર્શન લીધું છે અને તેમની સાથે ચર્ચા-વિચારણા કરી ક્યાંક અમુક પ્રશ્નોનું સમાધાન પણ મેળવી લીધું છે. અમદાવાદ તેમજ મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ સહિત અહીંતહીં જૈન ધર્મ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 178