Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications
View full book text
________________
ધર્મ પોતાને કેવો જણાયો, કેવો લાગ્યો, તેની માન્યતા, ભેદ-પ્રભેદ વગેરેનો ઝીણવટથી અભ્યાસ કરીને પછી તેનું પુસ્તક લખે.
(૩) જયારે ત્રીજા વિભાગના લેખકોમાં એવી વ્યક્તિ આવે છે કે જેઓ જન્મે અજૈન હોય, અજૈન પરંપરામાં તેમનો ઉછેર થયો હોય અને અજૈન પરંપરાની જાણીતી વિદ્યાશાખાનો હૃદયથી પરિચય મેળવ્યો હોય અને પછી દેવવશાત્ જૈન ધર્મની પરંપરાના પરિચયમાં આવવાનું બન્યું હોય, એ ધર્મના પરિચયની શરૂઆત કૌતુક-કુતૂહલમિશ્રિત જિજ્ઞાસાથી થઈ હોય અને પછી તો પ્રજ્ઞાના પ્રકાશમાં જૈન ધર્મના એક પછી એક મૌલિક પદાર્થનું જે દર્શન થતું જાય ત્યારે બુદ્ધિ પછીના પ્રદેશ-શ્રદ્ધાનું પ્રકટીકરણ થાય અને ત્યાર પછી શ્રદ્ધાથી સંશુદ્ધ બુદ્ધિ વડે જૈન દર્શનનો જે પરિચય થાય ત્યારે માથું ડોલી ઊઠે અને તે પછી પોતાને ગમી ગયેલા, જચી ગયેલા પદાર્થોની લહાણી કરવાનું મન થાય અને પુસ્તક લખાય તે આ ત્રીજો વિભાગ.
અને શ્રી ચંદ્રહાસ ત્રિવેદી આ ત્રીજા વિભાગમાં આવે છે. આ પુસ્તકમાં તેમની કલમમાંથી વારંવાર એક વાક્ય સરી પડે છે - “આ જૈન ધર્મની વિશિષ્ટતા છે.” વળી તેઓ બને ત્યાં સુધી પારિભાષિક શબ્દોને પણ નવા રૂપરંગવાળા પર્યાયોના વાઘા પહેરાવે છે. ઉદાહરણ તરીકે (પૃ. ૧૪) : “સંવેદન તે આત્માનું સૌથી પ્રથમ નજરે પડતું લક્ષણ છે.” હવે જૈન પરિભાષામાં ઉપયોગ તે આત્માનું લક્ષણ છે. અહીં ઉપયોગ શબ્દનો અર્થ જે સંદર્ભમાં જૈન શાસ્ત્રોમાં વપરાય છે તે સિવાયના પણ અર્થસંદર્ભમાં આપણા વ્યવહારમાં “ઉપયોગ' શબ્દનો ઉપયોગ થાય છે, એટલે એમણે સંવેદન” શબ્દ વાપર્યો. એમાં વેદન શબ્દ જૈન ધર્મસંમત પરિભાષામાં છે જ. સંવેદનદ્વારા જે શબ્દ અભિપ્રેત અર્થ છે તેનાથી થોડો જુદો અર્થ ઉપયોગ શબ્દનો છે. અને તે જગ્યાએ “એપ્રોપ્રિયેટ” છે. પણ નવી પેઢીને અસંદિગ્ધ શૈલીમાં સમજાવવા માટે સંવેદનચાલે.ઉપયોગ શબ્દના અર્થને સમજાવવા જે બીજા શબ્દ મળે તેમાં સંવેદન શબ્દ સૌથી નજીકનો છે. એ જ પ્રમાણે તેઓ “મોક્ષ પદાર્થને સમજાવવા માટે “આત્માની તદન આત્મનિર્ભર નિજાનંદ અવસ્થા” (પૃ. ૨૦) આવી વ્યાખ્યા આપે છે. તે પણ વાચકને જટિલ શબ્દસમૂહમાંથી ઉગારી લે છે. તેઓ મૂળ પદાર્થને સમજી-વિચારી વર્તમાન પેઢીની બૌદ્ધિક પરિસ્થિતિનો અભ્યાસમનમાં રાખીને પરિભાષાને
12 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 178