Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 12
________________ અનુવાદિત પણ થયા છે. ગુજરાતીમાં પણ સારા પ્રમાણમાં પ્રયત્નો થયા છે. શ્રી ન્યાયવિજયજીનું ‘‘જૈન દર્શન’’ પુસ્તક તો આપણે ત્યાં સ્ટાન્ડર્ડ રહ્યું છે. તેની એકથી વધારે આવૃત્તિઓ થતી રહી છે અને હિન્દી, અંગ્રેજી વગેરે ભાષામાં અનુવાદ પણ થયા છે. તે પછી ટી. એન. તુકોલનું મૂળ અંગ્રેજી ‘જૈન દર્શન” અને તેનો ચિત્રા પ્ર. શુક્લનો ગુજરાતી અનુવાદ, પછી આ. ભુવનભાનુસૂરિ મહારાજનો ‘જૈન ધર્મનો સરળ પરિચય'' અને શ્રી ખૂબચંદ કેશવલાલ(વાવ)નાં “જૈન ધર્મનો કર્મવાદ”, ૨‘જૈન ધર્મનો પરમાણુવાદ’’, ‘‘જૈન ધર્મનો સ્યાદ્વાદ’ વગેરે પુસ્તકો અને જૈન ધર્મના અંતરંગ-બહિરંગ પરિચય માટેનાં સંક્ષેપ અને વિસ્તારશૈલીથી લખાયેલાં પુસ્તકો તો આપણી પાસે છે જ, એ યાદીમાં શ્રી ચંદ્રહાસ ત્રિવેદી લિખિત ‘‘જૈન ધર્મનું હાર્દ’” એ માત્ર ઉમેરો નથી પણ તે નવી પેઢીને સામે રાખીને લખાયેલું નવી ભાત પાડતું એક ઉપયોગી પ્રકાશન છે. યુગે યુગે જે નવી પેઢી સામે આવે તેની રસ-રુચિ ને કક્ષા બદલાતાં રહેવાનાં. તેને ગમતી શૈલીમાં, રુચતી ભાષામાં લખેલાં પુસ્તકો જોઈતા હોય છે અને તેવાં પુસ્તકો તેને મળવાં જોઈએ. આજની પેઢીને માત્ર તે તે વિષયનું જાણવું છે તેવું નથી પણ તેને અનુકૂળ શૈલીમાં મળતું હોય તો તે જાણવું છે. પશ્ચિમના દેશોના ગાઢ સંપર્ક પછી જ્ઞાન-વિજ્ઞાનના દેખીતા સીમાડા વધ્યા પછી આજનો માણસ ઊંડાણમાં જતાં ગૂંગળાય છે – મૂંઝાય છે. તેને સરળ છતાં સરસ અને બુદ્ધિને વિચારવું ન પડે તેવી ભાષા-શૈલીમાં એટલે કે વાતમાં મોણ નાંખ્યા વિના સીધું નિશાન તાકતી શૈલી ગમે છે. શ્રી ચંદ્રહાસભાઈના પુસ્તકમાં વાચકને રસાળ શૈલીમાં સુગમ ભાષામાં તેની જિજ્ઞાસાને સંતોષે તેવી રીતે જોઈતી વાત મળે છે. : આવા વિષયનાં પુસ્તકો લખનારા ત્રણ વિભાગના લેખકો હોય છે (૧) પોતે જૈન હોય, જૈન ધર્મ – જૈન દર્શનનો ઊંડા અભ્યાસ દ્વારા તલસ્પર્શ કર્યો હોય અને અજૈન જિજ્ઞાસુઓને સામે રાખીને જૈન ધર્મના પરિચયનું પુસ્તક લખે, (૨) પોતે અજૈન હોય, તત્ત્વજ્ઞાનનો અભ્યાસી હોય, ભારતીય પરંપરાની અનેક વિદ્યાશાખાનો જિજ્ઞાસુ બુદ્ધિએ પરિચય કેળવ્યો હોય અને તેના એક ભાગરૂપે જૈન ધર્મ – જૈન દર્શન એ શું છે ? અથવા જૈન 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 178