________________
I નમોનમઃ શ્રી ગુરુનેમિસૂરયે
ભાવતાં ભોજનનો થાળ આપણે ત્યાં ભારતીય તથા અન્ય પરંપરાના અન્ય અન્ય ધર્મસંપ્રદાયો પાસે પોતપોતાના સમગ્ર મતને પ્રતિપાદિત કરતા એક એક પ્રતિનિધિ ધર્મગ્રંથ છે. ગીતા, બાઇબલ, કુરાન, ધમ્મપદ વગેરે. એ રીતે સર્વસંતર્પક પ્રતિનિધિ ગ્રંથ જૈનો પાસે નથી તેવું અવારનવાર સાંભળવા મળે છે. તેના ઉત્તરમાં તત્ત્વાર્થાધિગમ સૂત્ર, જ્ઞાનસાર વગેરે ગ્રંથોનાં નામ આપવામાં આવે છે. પણ વાચકનું માથું સંમતિ દર્શાવતું નથી અને તે વાસ્તવિક છે. જૈન ધર્મ એ પૂર્ણ ધર્મ છે. પૂર્ણ ધર્મ એ સંદર્ભમાં કે એને દષ્ટિગોચર વિશ્વ ઉપરાંતના વિષયો અંગે તલસ્પર્શી વિચારો રજૂ કર્યા છે. એ સમગ્ર સમાવતો એક ગ્રંથ તો કેવી રીતે બની શકે ? “મહિમ્નસ્તોત્રમાં જેમ કહ્યું છે કે વિના: jથાન: પ્રતિપમનન્યાશ્વ વિષય:' (જુદા જુદા અનેક માર્ગ અને ડગલે ને પગલે અગણિત વિષયો) એવું છે. છતાં લોકમાંગણી એવી રહે છે કે એવો કોઈ એકાદ ગ્રંથ વાંચતાવેંત અમારી માનસિક મૂંઝવણ, દ્વિધા કે ગૂંચનો ઉકેલ એમને ઝટ મળે અને તે ઝટ ગળે ઊતરે, તેવો ગ્રંથ અમને જોઈએ. બીજા વિભાગમાં થોડામાં જૈન ધર્મ – જૈન દર્શનની માન્યતા શી છે તેની અમને પૂર્ણ વિશ્વસ્ત માહિતી મળે. આ બન્ને બાબતોમાં સંતોષ આપવાનું કામ હજી અધૂરું જ છે. કારણ કે તે અતિ અતિ દુષ્કર છે.
- પૂજ્યપાદ ઉમાસ્વાતિજીએ તત્ત્વર્થાધિગમ સૂત્રની પહેલાં બત્રીસ શ્લોકબદ્ધ સંબંધકારિકાની રચના કરી છે. તેમાં તત્ત્વાર્થની પ્રસ્તાવના છે. એ તત્ત્વાર્થસૂત્ર એ સંગ્રહગ્રંથ છે. આ રીતે પોતે સંગ્રહગ્રંથની રચના તો કરે છે. પણ જિનવચનનો સંગ્રહ કરવાનું કામ કેટલું કપરું છે તે તેમણે રપ૨૬ અને ૨૭ એમ ત્રણ શ્લોકોમાં કુલ નવ ઉપમા આપીને જણાવ્યું છે. ગતિમાં પવનને જીતી શકાય તો જિનવચનનો કોઈ સંગ્રહ કરી શકે એટલે કે સંક્ષેપમાં-ટૂંકાણમાં રજૂ કરી શકે. અને તે અશક્ય છે. -
છતાં તે દિશામાં યુગોથી શરૂ કરી આજ સુધી સભાન પ્રયત્નો થતા જ રહ્યા છે. તે તે યુગના જીવોને સામે રાખીને કરુણાબુદ્ધિએ ઘણા ગ્રંથો લખાયા છે. ગુજરાતી-હિન્દીમાં પણ લખાયા છે અને અન્ય ભાષામાં
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org