Book Title: Jain Dharmnu Hard Author(s): Chandrahas Trivedi Publisher: Heena Publications View full book textPage 9
________________ વાર્તાલાપો આપવાની પણ મને સારી એવી તકો મળી જેનો મેં પૂર્ણ લાભ લીધો જેને પરિણામે મારી રજૂઆતની શૈલી વધારે સ્પષ્ટ બનતી રહી અને વિશિષ્ટ પણ નીવડી. " આટલી પૂર્વભૂમિકા આપીને હું વાચકને ખાતરીપૂર્વક કહેવા માગું છું કે મારા આ પુસ્તકમાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોના અર્થઘટનમાં મેં ક્યાંય અયોગ્ય છૂટછાટ લીધી નથી. ઊલટાનું તેનાં રહસ્યોને મેં મારા વાચન, મનન અને ચિંતનના બળે ઉદ્ઘાટિત કર્યા છે જે વાચકને કંઈક વિશિષ્ટ આપી જશે. મૂળતત્ત્વ તો ક્યારેય નથી બદલાતું પણ તેની અભિવ્યક્તિ - કહેવાની પદ્ધતિ અને સંદર્ભો સમયના વહેણ સાથે ન બદલાય તો ધર્મ ગમે તેવો ઉત્તમ હોવા છતાંય સમકાલીન સમાજને ટકી રહેવા માટે જરૂરી બળ આપી શકતો નથી કે સ્વીકાર્ય બની રહેતો નથી. વિજ્ઞાનની શોધો અને વિકસતા વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારને કારણે જગત નાનું બની ગયું છે. સૌ લોકો હવે એકબીજાના ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે જાણતા થયા છે. આવે સમયે આપણે જો તર્કબદ્ધ રીતે આપણા ધર્મને વર્તમાન સંદર્ભોમાં રજૂ નહિ કરીએ તો તે કેવળ ઉપાશ્રયોનો ધર્મ બની રહેશે અને લોકોના વ્યવહારમાંથી ખસતો જશે. બદલાયેલા સંદર્ભોમાં આપણે ધર્મને સમજવાનો છે અને આપણી નવી પેઢી સમક્ષ તે મૂકવાનો છે. તેનો અર્થ એ નથી કે ધર્મ બદલાઈ ગયો છે. ધર્મ તો એનો એ જ રહ્યો છે અને રહેશે પણ તેની અભિવ્યક્તિ બદલવી પડશે. ચીલાચાલુ રીતે કહેવાતી વાતો ગમે તેટલી યથાર્થ હશે પણ તે હવેના વિજ્ઞાનવિકસિત જગતને સ્વીકાર્ય નહિ બને. આ વાતને નજરમાં રાખીને મેં બને તેટલી સરળ ભાષામાં વૈજ્ઞાનિક અભિગમ સહિત જૈન ધર્મની રજૂઆત. કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 178