Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 10
________________ આજે પરદેશોમાં જૈન ધર્મ વિશેની જિજ્ઞાસા વધી છે ત્યારે જો જૈન ધર્મના મર્મને યોગ્ય રીતે સમજીએ અને રજૂ કરીએ તો ઘણું સુંદર કાર્ય થઈ જાય. ધર્મનો વિસ્તાર વધે તે આનંદની વાત છે પણ ઊંડાણ વિનાનો વ્યાપ ઝાઝો ઉપયોગી ન નીવડે તે વાત ભુલાવી ન જોઈએ. આપણી ધર્મપ્રવૃત્તિઓ કેવળ સામાજિક પ્રવૃત્તિઓ ન બની રહે તે માટે આપણે સજાગ રહેવાની પણ જરૂર છે. જો આપણે આ બાબત સજાગ નહિ રહીએ તો આપણે આત્મવંચનામાં સરી જઈશું અને સાચા ધર્મને ચૂકી જઈશું. જૈન ધર્મ વિશે લખીને હું કૃતકૃત્યતાની લાગણી અનુભવું છું. મને શ્રદ્ધા છે કે આ પુસ્તક તેમજ મારાં અન્ય પુસ્તકો વાચકને જૈન ધર્મની વધુ નજીક લાવી મૂકશે અને તેના યથાર્થમાં લઈ જશે. જૈન ધર્મના મર્મને સાચવીને મેં બધી ચર્ચા-વિચારણા કરી છે, અર્થઘટનમાં જ્યાં જરૂર લાગી ત્યાં આચાર્ય મહારાજ સાહેબોની કે પૂર્વાચાર્યોનાં પુસ્તકોની સહાય પણ લીધી છે. છતાંય જૈન ધર્મની મૂળભૂત વાતથી ક્યાંક આછું-પાછું થયું હોય તો મિચ્છામિ દુક્કડં. તા. ૧૩-૮-૯૭ ‘સુહાસ', ૬૪, જૈનનગર, અમદાવાદ-૩૮૦૦૦૭. ટે. નં. ૬૬૨૦૬૧૦ Jain Education International 9 ચંદ્રહાસ ત્રિવેદી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 178