Book Title: Jain Dharmnu Hard Author(s): Chandrahas Trivedi Publisher: Heena Publications View full book textPage 6
________________ બદલાતા સંદર્ભો જૈન ધર્મનું હાર્દ જૈન તત્ત્વદર્શનનું પુસ્તક છે. જૈન તત્ત્વદર્શન ઉપર આમ તો ઘણાંય પુસ્તકો લખાયાં છે પણ મારું આ પુસ્તક એ બધાંથી નિરાળું નીવડશે એમાં મને કોઈ શંકા નથી. આ પુસ્તકના લખાણમાં મેં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સાંગોપાંગ સાચવ્યા છે છતાંય તેનો અભિગમ વૈજ્ઞાનિક અને વિશિષ્ટ હોવાને કારણે વાચકને તે વધારે અનુકૂળ રહેશે એની મને ખાતરી છે. તત્ત્વને હળવી અને સુગમ રીતે રજૂ કરવાને કારણે મારાં પુસ્તકોને આવકાર મળ્યો છે તે વાત મારા ધ્યાન ઉપર હોવાથી મેં આ પુસ્તકની ભાષા બને તેટલી સરળ રાખવા કાળજી લીધી છે અને તત્ત્વજ્ઞાન જેવા ગંભીર અને ભારે વિષયને હળવી શૈલીમાં રજૂ કરવા પ્રયાસ કર્યો છે. આ બધાને કારણે મને શ્રદ્ધા છે કે મારું આ પુસ્તક જૈન ધર્મને વર્તમાન સંદર્ભમાં સમજવા માટે વધારે અનુકૂળ રહેશે અને વાચક તેનાથી જૈન ધર્મની વધારે નિકટ આવી રહેશે. આ પુસ્તકમાં મેં “કર્મવિચારનું અલગ પ્રકરણ લખ્યું છે પણ “કર્મ' એ વિષય જ એવો વિસ્તૃત છે કે તેની બધી વાતો અલગ પુસ્તકમાં જ સમાવી શકાય. આ વાત લક્ષમાં લઈને મેં ત્રણ વર્ષ પહેલાં “કર્મવાદનાં રહસ્યો' લખ્યું જેને ખૂબ સારો આવકાર સાંપડ્યો. શરૂમાં તો જૈન ધર્મની બધી બાબતોને એક જ પુસ્તકમાં સમાવી લેવાનો મારો વિચાર હતો પણ વિષયનું વૈવિધ્ય અને મહત્ત્વ જોતાં મને લાગ્યું કે મહત્ત્વના વિષયો ઉપર અલગ પુસ્તકો લખાય તો તેમાં વિશદ રીતે ચર્ચા કરી શકાય. તેથી મેં કર્મ વિશે, જૈન આચારો વિશે અને મૃત્યુ વિશે અલગ 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 178