Book Title: Jain Dharm Vikas Book 03 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 9
________________ શ્રી સિદ્ધચની તાત્વિક ભાવના. શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના. લેખક. જૈનાચાર્ય શ્રી વિજયવસૂરિજી. (ગતાંક પૃષ્ઠ ૩૭૮ થી અનુસંધાન) એ પ્રમાણે તીર્થકર નામર્કમના રસને અનુભવતા અને તેરમે ગુણસ્થાનકે વર્તમાન એવા અરિહંત પ્રભુની તીર્થકર નામકર્મને રસદય શરૂ થયા પછીની બીના જણાવી. હવે મહાપ્રભાવશાલિ નવપદમય શ્રી સિદ્ધચકની આરાધનામાં ઉજમાલ બનેલા ભવ્ય જીવેએ એટલું તો અવશ્ય સમજવું જ જોઈયે કે, ઉપર જણાવેલી અતિશયાદિ ઋદ્ધિ-તીર્થકર એવા અરિહંત પ્રભુ શિવાય બીજા સામાન્ય કેવલિ ભગવંતને નજ હોઈ શકે-જે કે સામાન્ય કેવલિ ભગવતે (તે) પણું અરિહંત તે કહી શકાય, કારણ–તેમણે પણું ઘાતિ કર્મોને નાશ કર્યો છે પણ તીર્થકર ન કહી શકાય. કારણ કે જે જીવે પહેલાં તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કર્યો હોય, તે તીર્થકર થઈ શકે છે. અહીં “નિકાચિતબંધ’ એમ કહેવાનું કારણ એ છે કે–બદ્ધાદિ સ્વરૂપે બાંધેલા તીર્થકર નામની કોઈ વખત ઉદ્ધલના થાય છે. અને તેવા બંધથી તીર્થકર ન થઈ શકે માટે જેણે તીર્થંકર નામકર્મ નિકાચિત બંધ કર્યો હાય, તેજ ભવિષ્યમાં તીર્થંકર થઈ શકે એમ સમજવું તે બંધ સામાન્ય કેવલિ ભિગવંતોએ કર્યો નથી, માટે જ તેમને “કેવલી” એમ નહિ કહેતાં સામાન્ય કેવલિ કીધા છે. એટલે પ્રાતિહાર્યાદિ અને અતિશયોની ઠકુરાઈ જેમને ન હોય, તે સામાન્ય કેવલિ કહેવાય, બાકી કેવલિપણું તે બંનેમાં એટલે તીર્થકર અરિ. હંત પ્રભુમાં અને–સામાન્ય કેવલિમાં સરખું જ છે. આવું તે ઉત્તમ તીર્થકર અરિહંતપણું કે જેને લઈને અનેક જીવને ઉદ્ધાર કરવાને અપૂર્વ પ્રસંગે પ્રાપ્ત થાય છે. તેને તે અરિહંત પ્રભુએ કેવી રીતે પ્રાપ્ત કર્યું? જેના ઉદયથી પ્રભુ તીર્થની સ્થાપના વગેરે કરે છે, એવું તીર્થકર નામકર્મ પ્રભુએ કયારે અને યા હેતુથી બાંધ્યું? આ સંબંધિ હવે જાણવું જોઈએ. તેમાં પહેલાં અરિહંત પ્રભુ તીર્થકર નામકર્મ ક્યા કારણથી બાંધે છે? તે સંબંધિ કહીયે છીયે જે કે “સત્તશુળ નિમિત્તે તિથિથાં” એવા કર્મગ્રંથની ટીકાના વચનથી ૧ ક્ષાયિક, ૨ ઓપશમિક. ૩ ક્ષાયોપથમિક. આ ત્રણ સભ્યત્વમાંથી કેઈપણ સમ્યકત્વવાલે જીવ તીર્થકર નામકમને બંધ કરી શકે છે. પરંતુ ત્યાં એ સમજવાનું છે કે-સમ્યકત્વની સાથે કષાયની અમુક પ્રકારની જે મંદ સ્થિતિ તે પણ જિન . નામના બંધમાં કારણ છે. એટલે મુખ્ય કારણસેલા આ વચનથી મંદ કષાય વિશેષ છે. અને તે મંદકષાય વિશેષના સ્વરૂપને જણાવતા પૂજ્યપાદ આચાર્ય શ્રી મલયગિરિજી મહારાજાએ પંચસંગ્રહની ટીકામાં કહ્યું છે કેજેઓની હયાતીમાં જગતના તમામ જીવને ઉદ્ધરવાની ભાવના રહેલી છે અને

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28