Book Title: Jain Dharm Vikas Book 03 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 21
________________ સજોડે વાર્પણ. અન્ય (ખરતર વગેરે) ગચ્છના અનુયાયીઓ અસ્ત તિથિને માને છે પણ તપાગચ્છ પૈકીને નવીન પંથીઓના અનુયાયીઓ ઉદય અને અસ્ત બને તિથિએને માનીને તપાગચ્છ સંપ્રદાયમાં વૈમનસ્ય ફેલાવી રહ્યા છે માટે તપાગચ્છના અનુયાયીઓએ બરાબર ખ્યાલ રાખી વિચારશે તો જણાશે કે જે પક્ષ પર્વ તિથિને ક્ષય કરે તે બાકી શું રાખે? માટે પર્વતિથિના ક્ષયને ક્ષય તરીકે સ્વીકારવો તે તપાગચ્છવાળાઓને માનનીય ન હોઈ શકે, તપાગચ્છવાળાએ તો ઉદયાત્ તિથિની આજ સુધી આરાધના કરતા આવ્યા છે અને કરશે જ. v૦-ME ૬ સજોડે સ્વાર્પણ. ૧ નેમ-રાજુલની જીવનકથા. 1 ખિક–બાપુલાલ કાળીદાસ સવાણી “વીરબાલ] (પુ. ૨ અંક ૧૧ ના પૃષ્ઠ ૩૬૭ થી અનુસંધાન) તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રુરતા મળે, તીરથી પક્ષી તે ના, ના, કિન્તુ સ્થળ મળી શકે. પક્ષીને પામવાને તે, છાને તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે, હયામાં મળશે તને. સદર્યો વેડફી દેતાં ના, ના, સુંદરતા મળે સૌદર્યો પામતાં પહેલાં, સાંદર્ય બનવું પડે. સંદયે ખેલવું એ તે, પ્રભુને ઉપયોગ છે, પિષવું પુજવુ એને, એ એને ઉપગ છે. શિકારીને! કલાપી વષરૂતુને લઈને દ્વારિકામાં સ્થિરતા કરી રહેલું સાધન છંદ એકદા ગિરનારની શિખરમાળમાં મુનિ સાધક સહ વસતા જ્ઞાની નેમ પાસે વંદનાથે ગયેલું, નગરમાંથી નીકળ્યાં ત્યારે તે આકાશ નિરભુ હતું, પણ પાછાં વળ્યાં ત્યાં સુરજ દાદાની લાડકડી દિકરી વાદળીઓએ ગેલ કરતાં દાદાની કિરણ મુછોને ગુચવવા માંડી. ધીરે ધીરે વાદળીઓ ટોળે વળી દાદાને વચ્ચે રાખી રાસ રમવા લાગી, મેઘ ગર્જનાની તાળી આકાશમાં ગાજવા લાગી, ગરબાના ભડભડાટ મળતાં વિદ્યુત દિવડી પૃથ્વી પર પોતાનું અજવાળું પાથરવા લાગ્યા. . સૌથી ઘણેરી પ્રીતિ દાખવત બપૈયે આભથી વાતો કરતી શિખરમાળોથીયે ઉચ્ચે અદ્ધર લતાં પિયુ પિયુના વિરહસુર પિકારવા લાગ્યો, મેઘનાદનું ઈજજન કાને પડતાં, આંખે અંધારાં ખડાં કરતી ઉંચીને કાળી મેશ ઉંડી કરાડ કેતાએ પડછંદા પાડી સામે હોંકારા દેવા માંડ્યા, મેઘરાજાને રજુ કરતે ઠંડો

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28