Book Title: Jain Dharm Vikas Book 03 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 22
________________ જૈનધર્મ વિકાસ. વાયુ જોરથી પુંકાવા લાગ્યો, વૃક્ષોનાં થડડાળમાં કડેડાટી બેલવા માંડી, પવન ભરાતાં ગુફાઓ ઢોલનાદે ગાજવા લાગી, રાની હિંસક પશુ પક્ષીઓની ચીસો અને ચિત્કારથી વાતાવરણ ભરાઈ ગયું, પર્વતની પગદંડી અધીક વળેટી ત્યાં મેટે છાંટે શરૂ થઈ વરસાદે જાજરમાન રૂપ લેવા માંડયું, ઘેરી વળેલાં વાદળાએ ઝપ દઈને સ્યામ પછેડી ફંગળી આકાશને દુધ વરણું ધાવી નાંખ્યું, સાધ્વીઓનાં વસ્ત્રો પલળીને તેમાંથી પગવાટે જમીન ઉપર નાનકડાં ઝરણાં વહેતાં થયાં, જળધારના એક સરખા છંટકાવે વારંવાર હાથ પસારવા છતાં આંખની કામગીરીને નિષ્ફળ કરી દીધી. દુર દુરથી ધોધમાર ધસી આવતા, ઝેક પ્રમાણે માર્ગ કરતા, વહેળાઓએ નગર માર્ગમાં ભ્રમણ પેદા કરી, આભના ગગડાટ, પશુઓના કેળાહળ અને વરસાદના રે પરસ્પરના સાદની ઓળખ અને સ્પષ્ટતા અશકય ર્યા, સાધ્વીઓ છુટી પડી ગઈ, ફાવ્યું તેમ સૌ કોઈ આઘે પાછે ઉભવાનું સ્થાન ખોલવામાં પરોવાઈ ગઈ. એક સાધ્વી આમ વિખુટી પડતાં આગળ ચાલી રસ્તાની ભ્રમણામાં એક નાનકડી કેડીએ ચડી ગઈ, ઝરણું વહેવરાવતાં કપડાં જ ભારે એના શરીરને તેડી રહ્યાં હતાં, કમર ચણીયાને ભારે ખેંચાતી હતી, વળી પગેમાં કપડું એંટી જતાં જોરથી પગ ઉપાડતે હોતે, મુશ્કેલીથી ડેક જતાં પડખેજ એક ગુફાનું મેં ખાયું, ત્યાંજ વરસાદને સમય વિતાવવાનું વિચારી ઝડપથી પ્રવેશ કર્યો, અંદર નજર નાંખી, પણ વિશાળ ગુફાને ઘેરો અંધકાર કશું દેખાડતે હેત, નિભય સાધીને દિલમાં ડર હતો કે જેથી કલ્પનાને ભય બીવડાવી શકે, કપડાં ઉતારી નીચવીને, ગુફામાં આડા અવળાં સુકવી દીધાં, સ્વસ્થ બનીને સૃષ્ટીલીલાના આ રૂપે દશ્ય થતા સૌંદર્યને જોતી રહસ્ય મંથનમાં લીન બની લઈ, દુર દુર તરૂ ઘટઓમાંથી જુદેરી જાતનું વ્યક્તિત્વ પાથરતે મારને વેદના અને આ રજુ મિશ્ર ઘેરે ગહકાટ સ્પષ્ટ સંભળાતો હતો. વરસાદ પુરવેગે ચાલુ હતે, ગર્જના કલેજ થંભાવતી હતી, ત્યાં કટક્ટકટ કરતેકને એક પ્રચંડ વિદ્યુત ઝબકારે ગુફાના ચારે ખુણ અજવાળી ગયે, સાધ્વીને તે ગુફા તપાસની ખેવના ન્હોતી, પણ આગળથી આવી ગુફાને એક ખુણે ધ્યાન મગ્ન રહેલા એક માનવ આત્માની આંખ આ ઝબકારાથી ચમકી ગઈ, એને આભાસ થયો કે ગુફાના મોં પાસે કઈ માનવી ઉભું છે, અને તેય વળી નમ્ર, જગ્યા છોડીને એ જરા આગળ આવ્યો, મંદ પ્રકાશમાં ટીકીને જોયું તે એ નગ્ન દેહ સ્ત્રીનો જણાયો, કયે વિચારે એ પહેલાં એક બીજી વિદ્યુતપ્રભા ઝબકી. માનવીની ધાયેલી ચક્ષુએ સ્ત્રીને પીછાણું, ત્યાં એના માનસમાં અને પછી શરીરની નસોમાં પ્રીતિની દબાવેલી ભયાનક ભાવના સજીવન થઈ ગઈ, આગળ વધીને એ સાધ્વીથી ત્રણ ચાર હાથ દુર નગ્ન દેહને જેતે જેતે થંભી ગયે, પાવિત્ર્યજવળ સાધ્વીદેહનું આકર્ષણ વરસાદની આર્ક ઝલકથી ઓર વધ્યું હતું, જેનારાની દ્રષ્ટિ મલપતી ઉંચે ચડી, મંદમંદ નીચે લચરતી નગ્ન દેહનાં

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28