Book Title: Jain Dharm Vikas Book 03 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪ જનધર્મ વિકાસ. ચાતુર્માસ–પરિવર્તન કર્તિક સુદિ પૂર્ણમાના મંગળ પ્રભાતના બીજા ચોઘડીઆના પ્રારંભે શેઠ ચુનીલાલ ખુશાલદાસના ઘુસા પારેખની પિળના મકાને તેઓશ્રીના આમંત્ર ત્રણથી આચાર્ય શ્રી વિજયહર્ષસૂરિજી મ. આદિ ઠાણા સાત ડેહલાના ઉપાશ્રયેથી ઉપાધ્યાય શ્રી દયવિજયજી મ, પં. સંપવિજયજી મ. આદિઠાણું સાત વીરના ઉપાશ્રયેથી, પન્યાસજી શ્રી દાનવિજયજી મ, પં. શ્રી મુક્તિવિજયજી મ, પં. શ્રી કલ્યાણવિજ્યજી મ. આદિ ઠાણ અઢાર અને પં. શ્રી ઉદયવિજ્યજી આદિ ઠાણા ત્રણ મળી એકંદર પાંત્રીસ યૂનિવ ઘણા જ માનવ સમૂહ સાથેના અડબરિક સામૈયાથી ચાતુર્માસ પરિવર્તન કરવા પધાર્યા હતા. શેઠ ભગુભાઈના મકાન અને સરિયામને સુશોભિત રીતે છોડ અને ધ્વજ પતાકાઓથી શણગારવામાં આવ્યા હતા, આચાર્યશ્રીએ મંગળાચરણ શરૂ કર્યું તે સમયે ઘર અને સરિયામ જનતાથી ઉભરાઈ રહ્યો હતો. સામૈયામાં લવારની પળના, ડેહલાના, વીરના, અને સામળાની પિળના ઉપાશ્રયના ઘણા આગેવાનોની હાજરી દેખાતી હતી. વ્યાખ્યાનની સમાપ્તિના અંતે પ્રભાવના શેઠ શ્રી તરફથી રાખવામાં આવી હતી. મુનિવર્યોની પધરામણીના ઉત્સવ તરીકે શેઠશ્રી તરફથી પૂણમાથી જ અષ્ટાક્ષિક મહોત્સવનો પ્રારંભ કરાવી, દરરે જ પોતાના મકાનમાં પાટણવાળા ચીમનલાલ આદિ ગવૈયાઓ જુદા જુદા પ્રકારની રાગરાગણીઓથી પૂજાઓ ભણાવવા સાથે ઘુસાપારેખની પિાળના જિનાલયે પરમાત્માઓને આકર્ષક રચનાઓ કરાવવામાં આવવા ઉપરાંત પૂજાઓમાં પ્રભાવના પણ કરવામાં આવતી હતી. કાર્તિક સુદિ ૧૫ થી વદિ ૨ સુધી શેઠશ્રીના મકાનમાં જ આચાર્યશ્રી વ્યાખ્યાન વાંચતા હતા; જેને પણ માનવ સમૂહ ઘણજ સારા પ્રમાણમાં લાભ લેતા હતા. તેમ જ દરરોજ વ્યાખ્યાનમાં પણ શેઠશ્રી તરવથી પ્રભાવના કરવામાં આવતી હતી. મુનિવર્યો પિતાપિતાના ઉપાશ્રયે વદિ ૩ નાં શેઠશ્રીને આગ્રહ હોવા છતાં પણ પધારી ગયા હતા. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાભજીદ સામે-અમદાવાદ પ્રકાશક:–ભેગીલાલ સાંકળચંદ શેઠ, “જેનધર્મ વિકાસ ઓફિસ જૈનાચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરોડ-અમદાવાદ,

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28