Book Title: Jain Dharm Vikas Book 03 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 23
________________ * જૈન યુવક સંઘની જરૂર અંગ પ્રત્યંગમાં રાચવા લાગી, ઘેઘુર બની ગયેલા હૃદયમાં વાસનાએ કુંફાડે મારી શબ્દ એકાવી દીધા – “રાજુલ! અહીં કેણ રથનેમિ! થેભો, વધારે બોલવા જબાનને થથરા મા! બે શબ્દોના રણકારમાં હમારું દિલ પામી ગઈ છું!” ગુફા બહારના દ્રશ્ય સામે ઉભેલી સાધ્વી માનવ અવાજથી ચમકી ગઈ, મોં ફેરવીને જોયું તે રથનેમિ, જવાબ આપતાં ઝડપથી વાસુકાં કપડાં શરીર ઉપર ચડાવી દીધાં, વિકારી આંખ (સામે નગ્ન દેહના નકકર શબ્દય નિષ્ફળ છે, એ શું વસ્ત્રપરિધાનનું મૌન વક્તવ્ય હશે? (અપૂર્ણ) જૈન યુવક સંઘની જરૂર. લેખક-શાન્તમુતિ સદગુણાનુરાગી શ્રી રવિજયજી મહારાજ. ' (ગતાંક પૃષ્ઠ ૪૦૨ થી અનુસંધાન) વિકાર અને પ્રગતિના પાયામાં લક્ષ્ય સાધક કેળવણી તો જોઈએ જ અને એ ઘડતરના પાયામાં કયાં કઈ જાતની ખામીઓ અને નબળાઈઓ છે, તેને વિચાર આ યુવકસંમેલન કરે અને તેનું નિવારણ કરી શકે. ત શ્રીમાન વિજયવલ્લભસૂરિ અને બીજા સેવાભાવી જૈન મુનિઓ અને જેન ગૃહસ્થાના પ્રયાસથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, વરકાણુ શ્રી પાર્શ્વનાથ વિદ્યાલય, જૈન ગુરૂકુળ, બાળાશ્રમો, પાઠશાળાઓ વગેરે જૈન સંસ્થાઓ હસ્તીમાં છે અને ત્યાં યુવકેનું, ભાવી નાગરિકેનું ઘડતર યથાશક્તિ અને યથા સાધન થઈ રહ્યું છે અને છેલ્લા બે વર્ષોથી જેમ ભાવનગર વગેરે સ્થળે છાત્રાલય સંમેલન મળ્યા અને નડિયાદમાં યુવક સંમેલન મળ્યું તેમ ના યુવાને અને વિદ્યાર્થીઓમાં સમેલનની તક કેઈએ સાધી નથી. તેથી પરિણામ એ આવ્યું છે કે, સમાજની શક્તિઓને જે થોડો ઘણો પણ વિકાસ થઈ રહ્યો છે તે સંમેલન, સંગઠન અને પરસ્પરના વિચારોની આપલેની તક લીધા, સાધ્યા કે મેળવ્યા વિના છુટી છૂટી પડેલી શક્તિ પ્રવાહ રૂપે મલી જઈ બળવાન બનતી નથી. એટલે હારી ઉમેદ છે કે આ મ્હારા વિચારે વાંચ્યા પછી વિકાસવાન જન યુવાને આ દિશામાં શરૂઆત કરશે અને તેવી શરૂઆત થશે તે મને વિશ્વાસ છે કે તેવા સંમેલનમાં સેવાભાવી જૈન મુનિઓ પિતાની હાજરી, ઉપદેશ, અને એમના પિતાના દરજજાને ઉચિત હશે તેવી દરેક સેવા સંમેલનને આપશે. શ્રીમાન આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી જેવા સમર્થ માણસોને પણ આવા સંમેલનમાં સહકાર સાધી શકાય, એ આશા વધારે પડતી નથી. ભાવના, વિચારો અને આદર્શોની આપલે વિના આજે જૈન યુવાને અને જેન સ્થિતિચુસ્ત વર્ગ છેક જ સામસામે આવી ગયા છે. ઉતાવળ અને વધારે પડતી રૂઢિપષકતાને લઈ એક બીજાને દ્રષ્ટિબિંદુ સમજવા કે સમજાવવાની સહનશીલતા તે લગભગ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28