Book Title: Jain Dharm Vikas Book 03 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 12
________________ - તે કમેંને પ્રાયશ્ચિત્તથી પણ છૂટકારે થતું નથી, તેવા કર્મો જરૂર જોગવવાજ પડે છે. જેમ રજા સાધ્વીએ તેવા કર્મોના ફલ રીબાઈ રીબાઈને ભગવ્યા. આ વસ્તુ જણાવવાને “ઘણું કરીને એમ કહ્યું છે કે પ્રાયશ્ચિત્ત અમુક હદ સુધીના જ પાપની શુદ્ધિ કરી શકે છે. રજજા સાથ્વીની બીના વિસ્તારથી શ્રીમહાનિશીળસૂત્રમાં જણાવી છે. તેમાંથી ઉદ્ધરીને શ્રીવિજયલક્ષ્મીસૂરિજી મહારાજે શ્રી. ઉપદેશ પ્રાસાદના ર૭૯માં વ્યાખ્યાનમાં સંક્ષેપથી તે જણાવી છે. ૨૬. પ્રશ્ન-જેની પાસે દેષ જણાવીને આપણે પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ તે પ્રાયશ્ચિત આપનારના કેટલા ગુણે કહ્યા છે? ઉત્તર-છ (૬) ગુણેને ધારણ કરનારા સંયમિ પુરૂષે “આલોચનાચાર્ય કહેવાય છે–તેમની પાસે પ્રાયશ્ચિત્ત લઈને તે પ્રમાણે તપશ્ચર્યાદિ અનુષ્ઠાન કરીને આત્મશુદ્ધિ કરવી. ૨૭. પ્રશ્ન-આલોચનાચાર્યના છ ગુણે ક્યા ક્યા ? ઉત્તર, ૧-ગીતાર્થ-નિશીથ-મહાનિશીથ-દશાશ્રુતસ્કંધ-બહપ-વ્યવહાર સૂત્ર-પંચકલ્પસૂત્ર, આ છે છેદસૂત્ર તથા સ્થાનાંગ-સમવાયાંગ વગેરે સૂત્રોના યથાર્થ રહસ્યને જાણે તે ગીતાર્થ કહેવાય. ૨-કૃતગી-ગીતાર્થ શ્રીગુરૂમહારાજદિની પાસે જેણે વિધિપૂર્વક સૂત્રેના યોગદ્વહન ક્રિયા કરી છે, તે કૂતયોગી કહેવાય. ૩–ચારિત્રી–નિર્મલ સંયમને સાધનારા. ૪–ગ્રાહણાકુશલ-લજજાદિને લઈને કઈ પૂરેપૂરો દોષ ન જણાવી શકો હેય, તે તેને વિવિધ દષ્ટાંતાદિથી ઉત્સાહી કરીને તેના લજજાદિ દૂર કરે, તેને દેષ જાણ્યા પછી ગ્ય પ્રાયશ્ચિત્ત આપે, આવા ગુણવાલા જે હોય, તે ગ્રાહણાકુશલ કહેવાય ૫. ખેદજ્ઞ–પ્રાયશ્ચિત્ત લેનારની શક્તિ, ઉંમર વગેરેનો વિચાર કરી જેમ થોડા ટાઈમમાં પ્રાયશ્ચિત્ત પુરું થઈ જાય તે રીતે પ્રાયશ્ચિત્ત દેવાને વિધિ જાણનાર, તથા દ્રવ્યાદિને જાણનાર જે હોય, તે ખેદજ્ઞ કહેવાય. ૬. અવિષાદી–એટલે ગંભીર હદયવાળા અને સામાના (દૂષિતના) દેશે સાંભળે, છતાં ખેદ ન પામે, કર્મની વિચિત્રતાને વિચાર કરી સામાની ભૂલ બીજાને કહે જ નહિ, સર્વ પ્રકારે પ્રાયશ્ચિત્ત લેનારનું કલ્યાણ ચાહે, આવા બીજા અનેક ગુણેને ધારણ કરનાર આલોચનાચાર્યની પાસે ભવ્યજીએ આલેચના લેવી જોઈએ. કહ્યું છે કે – गीयत्थो कड जोगी-चारित्ती तहय गाहणा कुसलो। खेअण्णो अविसाई-भणिओ आलोअणा यरिओ ॥१॥ આ ગાથાને અર્થ શરૂઆતમાં જણાવી દીધું છે. (અપૂર્ણ.)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28