Book Title: Jain Dharm Vikas Book 03 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 13
________________ ધર્મે વિચાર. ઉધમ્ય વિચાર, કk લેખક-ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી. (૫. ૨ અંક ૧૧ ના પૃષ્ઠ ૩૪૯ થી અનુસંધાન.) (૧૩) જગતના સમર્થ ત્યાગી વિરાગી “મહાવીરેમાને એક વર્ધમાન “મહાવીર આત્મ કલ્યાણ અને જગતના હિતને માટે સ્વજન અને સર્વસ્વને તજી દઈ ચાલ્યા જાય છે. સંસારમાં બધાંય બંધનેને છેડતે મુક્ત-વિહારી તે, પૃથ્વી પર ઉગ્ર પર્યટન કરે છે. તેના પગથી તે માથા સુધી રોમરોમમાં દયા ઠાંસી ઠાંસીને ભરી છે, છતાં તે પિતાની કાયાને તપાવવામાં કઈ અજબ શૂરાની બેદરકારીથી નિષ્ફરતા ધરાવે છે. તે કાયાને કસી રહ્યો છે, અનાહારાદિથી દમી રહ્યો છે, છતાં તેના શરીર પર કૃશપણું કે નમાલાપણું જણાતું નથી. તેના અંતરમાં ઉદાસીનતાને અનહદ આહલાદ છે, તેથી તેનું શરીર વિકસ્વર અને અતીવ પ્રફુલ્લિત છે. પુણ્યનાં અજબ ફળેએ પ્રબળ પુણ્યાત્મા અનુભવી રહ્યો છે. તેના લેહીમાં અને માંસમાં ઉજ્જવલતા છે તથા શરીરમાં સુવર્ણશી સુવર્ણતા છે. તેના મોં પર લાખો સૂર્યોને પુણ્ય પ્રતાપ કેટકેટિ ચંદ્રોની અપૂર્વ શાંતિ સાથે ઝળહળી રહ્યો છે. તે નથી આપતો પોતાની કશી ય પ્રવૃત્તિની જાહેરાત કે તેને નથી જોઈતી કેાઈના કલ્યાણ માટે નાણાંનાધનના ઢગલાઓની જરૂરાત! તેણે દાન દેવા વગેરેથી અબજોની સંપત્તિને ઠેસ મારી છે, હવે તે તેને સ્પર્શ કરવામાં પણ ઔચિત્ય માનતા નથી. તે કોઈને રીજવવા કે ખીજવવા તૈયાર નથી, તેમ તેને કેઈનાં મનાવણું કે રીસામણું કરવાનાં ય નથી. નથી તેને કયારે ય હસવું કે નથી તેને ક્યારે ય રડવું ! એવી એવી જાતની શિથિલતાઓથી-આત્મીય નિર્બળતાઓથી એ “મહાવીર” સર્વથા પર છે. એ નથી કરતો તેવી ભૂલ અને એને નથી કરવાં પડતાં તેવાં ભૂલનાં પ્રાયશ્ચિત. સદા સાવધતાથી વર્તતા એ આત્માને, ચાલાકી ભર્યો વ્યર્થ વધુ બડબડાટ કરવાનું ન હોવાથી અને પિતાને જે જ્ઞાનેમાગ છે તેથી પર વિષયમાં અમસ્તુ માથું મારવાનો સ્વભાવના હેવાથી, જરીયે અસચસ્પર્શતું નથી. એ મહાપુરૂષ વૈભવમાં જો અને વૈભવમાં ઉછેરાયે. એની ઠકુરાઈ ત્રીશ ત્રીશ વર્ષો સુધી દેવી હતી, છતાં અત્યારે તે પાદ્રવિહારી છે. તેને કમળ પગનું રક્ષણ કરવામાં કે શ્રમને હરવામાં ઉપાનહ કે વાહનની અપેક્ષા નથી. જડ કે ચેતન ગમે તે હે, પરની સહાયથી તે આત્મહિત સાધવા માગતું નથી. એની નજરમાં સ્નેહ કે માયા મમતા નથી, છતાં અપાર કરૂણાથી તેમાં અથાગ અને અપૂર્વ આદ્રતા રહેલી છે અને તેથી જ તે જમીનને સમ્યક નિહાળી પિતાનાં પૂનીત પગલાં ભરી ગમન કરે છે. પૃથ્વીને ધ્રુજાવી શકે એવું શારીરિક બલ હતાં છતાં તેનાં પગલાંમાં અલૌકિક હળવાશ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28