Book Title: Jain Dharm Vikas Book 02 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 14
________________ ૩૪૮ જૈનધર્મ વિકાસ ઉધમ્ય વિચાર, evi લેખકઃ-ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી. (ગતાંક પૃષ્ઠ ૩૧૬ થી અનુસંધાન.) આજકાલ બંધન અને પરાધીનતા શબ્દ માત્રથી લોકો ભડકે છે. પરંતુ ગ્ય આવશ્યક બંધન અને પરાધીનતામાં દુઃખ, ગેરલાભ,માન હાનિ કે અશાંતિ નથી, પણ સુખ, આત્મલાભ, આત્મસન્માન અને અંતરશાંતિ છે. એનાથી થતી ભૂલે અટકી જાય છે. સ્વતંત્રતા સુંદર છે, આત્મત્કર્ષક છે, જીવ માત્રને તે જોઈએ જ, પણ સ્વછંદતા તે નહિ જ. સ્વતંત્રતા અને સ્વછંદતાને ભેદ સમજાય તે સમજી શકાશે કે સ્ત્રી જાતિ માટે ગમે તે અવસ્થામાં સ્વચ્છંદતા હાનિકારક છે. આ નીતિ અને ધર્મના પિષણની ખાતર વિનય અને કહ્યાગરાપણાને ઉપદિશે છે. સારું કરવામાં સૌ સ્વતંત્ર જ છે. તેથી વિપરીત થતું હોય તે અથવા થવાને સંભવ હોય તે, ત્યાં પરાધીનતા જ સારી અને હિતકારી છે. ફક્ત મળેલી સ્વતંત્રતાને દુરૂપયોગ ન થાય, એથી સ્વછંદતાના માર્ગે ન ચડી જવાય તેટલા પુરતી જ અહિં પરાધીનતાની સ્થિતિ સ્વીકારી લેવાને કહેવાય છે. ભૂતકાલની નીતિ આજે પણ જનસમાજને ભૂતકાલ જેટલી જ અનુકૂળ અને હિતાવહ છે. યથેચ્છ છૂટની, ફાવતી સ્વછંદતાની રીતથી પોષાયું હોય એમ હાલની સુધારેલી કહેવાતી દુનીયા બતાવી શકી નથી. સુધારાની દુનીયામાં સ્વતંત્રતાના નામે અનાચાર, પરાધીનતા અને દુઃખ બહેળા ભાગે જેવાય છે. ત્યારે આર્યોની પરાધીનતામાં સદાચાર, સ્વતંત્રતા અને સુખ ભૂતકાલમાં જોવાયું છે, અને હાલ પણ જોવાય છે. વિધવા બહેને! સાધ્વી બને, બહુ જ વિચાર કરી તેવું ઉત્કૃષ્ટ, દુષ્કર જીવન ગાળવા ભાવ અને શક્તિ હોય તે. નહિતર કુટુંબને આધિન રહી, તેમને ભારભૂત ન બની, શાંતિથી સર્વને સંતેષ ઉપજાવી, તમારા નીતિ ધર્મમય શ્રાવિકા જીવનને ઉજવાળે. કદિ પણ નિરાસ થઈ કર્તવ્ય કર્મ ચુકશે નહિ. તમે સર્વ કરી શકશે એવી શ્રદ્ધા રાખજે. તમે સદા સાધ્વીઓને અદિશ સન્મુખ રાખજે, ત્યાં પણ વિવેક કરજે. જે કવચિત, ઘડો અહિં તહિં મુકવાને માટે કલેશ કરનારી, એક સાબુને ગેળા લેવા દેવામાં ઈષ્ય કરનારી, મારું તારું કરવામાં મરનારી, મિથ્યા દંભી ટાહ્યલાં કરી ભક્તાણીઓ બનાવવાની આશાએ મમતા બતાવનારી, અજ્ઞાનતામાં રમી સદુપદેશ દાનમાં વિસરનારી, દુ:ખીને અવગણી ધન ગમ્બર તરફ વળનારી–તણાઈ જનારી, પિતાનાજ તુચ્છ સ્વાર્થની વાત કરનારી, આત્મીય અભિમાનને પિષવા ખાતરજ જીવનારી, આત્મવિમુખ પ્રવૃત્તિમાં પડનારી એવી કઈ સાધ્વીવેશધારિણી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40