Book Title: Jain Dharm Vikas Book 02 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 30
________________ १४ જૈનધર્મ વિકાસ હસ્તગત કરી, તેને યથેષ્ઠ સ્વચંદપણે દુરૂપયેાગ કર્યો અને આધ્યાત્મિક વિકાસના ક્ષેત્રમાં પણ અમુક જ વર્ણોને અધિકાર છે એવો શબ્દ છળ પસાર્યો એવા વિકટ સમયમાં ભગવાન શ્રી મહાવીર દેવે ભારતના સત્યશોધક યુવાનને આકધ્ય અને યુવકસંઘને શ્રમણસંઘ તરીકે ઓળખાવ્યું. એ પ્રાણવાન યુવક સંઘે પ્રભુ મહાવીરના અહિંસાત્મક આદર્શને ભારતના ખુણે ખુણે પસાય અને પછી? પછી તે એ પ્રાણવાન સંઘ આખા ભારતમાં ફરી વળ્યો. આ પ્રેરણામાંથી મહારાજા સંપ્રતિ, વિક્રમાદિત્ય, પરમહંત કુમારપાળ વગેરે નૃપતિઓને વિમળ, આભુ, મુંજાલ, ઉદાયન, બાહડ, વસ્તુપાળ, તેજપાળ, અને ભામાશા જેવા મંત્રીઓને અને એમ અનેક વીર પુરૂષને જન્મ થયો. એ પ્રભાવક પુરૂષોએ પિતાના સમકાલિન મહાન ધર્માચાર્યોથી પ્રેરણું બળ, પ્રેત્સાહન પામી તે તે યુગને પ્રતિકુળ બળને વજાસમ પડકાર આપે છે. અને પિતાના જીવન સમાન ધર્મ અને આદર્શોને ઉજવળ તેમજ કીર્તિવંત બનાવ્યા છે. તિર્થાધિરાજ શ્રી શત્રુજ્ય, ગિરનારજી, આબુ ગરી, તારંગા અને એમ અનેક સ્થળે ઉભેલા કીતિસ્તંભે આજે એની સચ્ચાઈની સાક્ષી પુરે છે. આ આપણો ઈતિહાસ પૂર્વનાં ગૌરવ અને પ્રેરણું છે. એમાંથી આપણે કાંઈ નહિ મેળવીએ? આપણી સામે ઉભેલી શીખ પ્રજાનું સંખ્યાબળ કેટલું છે? પણ એનામાં ઉત્સાહ છે, પ્રાણ છે, થનગનાટ છે. મરવાની અને મરણ સાથે રમવાની તાલાવેલી છે. ધર્મ, જીવન, અને નીતિ ઉપર બદ નજર કરનારને જવાબ લેવાની બહાદૂર શક્તિ છે. તે એ પ્રજાની કોઈ સંપ્રદાય, કઈ સંસ્થા અને ખુદ સર્વભોમ સત્તા પણ છેડતી કરવા લલચાતી નથી. સુવર્ણ મંદિરને કબજે લેવા અને ગુરૂ કા બતામાં પ્રવેશ કરવાના પિતાના જન્મ સિદ્ધ હકકને મેળવવા અને ભેગવવા એણે જે કુરબાની આદરી, જે અર્પણતા આચરી અને જે આત્મ સમર્પણ કર્યા. ત્યાર પછી એવી બહાદુર યુવાન પ્રજા સામે મીટ પણ કેણ માંડે? પ્રાંતિક ધારાસભામાં કે એસેમ્બલીમાં, પ્રજાકિય પ્રાંતિક જલસાઓમાં, મહાસમિતિ કે ખુદ મહાસભામાં આજે શીખ પ્રજાને દ્રષ્ટિબિંદુ શે છે. તે તપાસ્યા વગર દેશના ભાવીનો કાર્યકમ આગળ ધપતું નથી. અને એ શીખ હૃદયની જરાય અવગણના કરવામાં આવે તે એના ખડગસિહ સરદારસિંહ, અને મયતાબસિંહો ઉભા થાય છે, અને એ પહાડી શરીર સિંહો સમાન ત્રાડે છે અને કહે કે, સબુર ! અમારી મહેચ્છાઓ જાણ્યા વગર તમે આગળ નહિ વધી શકે. પંડિત નહેરૂ અને અનસારી શમા દેશના સ્થભે પણ ઘડી ભરને માટે થંભે છે. આનું નામ જુવાની ! જૈનો આ જાતની યુવાની કેળવે અને એ યુવાનીમાંથી યુવક સંઘે પ્રગટાવે એવા મારા આશા ભર્યા અનેરા કેડ છે. (અપૂર્ણ)

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40