Book Title: Jain Dharm Vikas Book 02 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 36
________________ ૩૭૦ * જનધર્મ વિકાસ, ૫ને રવિવારથી અક્ષ્યનિધિ તપને પ્રારંભ થતાં આબાલવૃદ્ધ મળી ૮૩ વ્યક્તિઓ તપમાં જોડાયા હતા. આ તપસ્વીઓનાં એક તે નવ વર્ષને બાળક હતો. હાલના સંજોગાનુસાર એકાસણાની ટેળીઓ બંધ રાખેલ હોવાથી તપસ્વીએની ભક્તીને લાભ ઘણાઓએ કટાસણ, ખાલા, અને શેર શેર સાકરના પડા આદિની લ્હાણી કરી લીધો હતો. અને તપની સમાપ્તિ ભાદરવા સુદિ ૪ ના થઈ હતી. વળી મહાવિર જન્મ દિને સૂપનના ચઢાવાની અને જ્ઞાન દ્રવ્યની ઉપજ સારા પ્રમાણમાં થવા પામી હતી. - અમાવા ઢવાની નો જાય. પન્યાસજી શ્રી દાનવિજ્યજી મહારાજ આદિનું ચાતુર્માસ અહિ હાઈ પર્યુષણ પર્વની આરાધના ઘણા જ ઉમંગથી થવા સાથે સ્વર્ગસ્થ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી ભૂવનવિજયજીએ અઠ્ઠાઈ તપની આરાધના કરી હોવાથી તેના ઉત્સવમાં લવારની પળના ઉપાશ્રયે ભાદરવા સુદિ ૧૩ થી ભાદરવા વદિ ૫ સુધિને અષ્ટાદ્વીકા મહત્સવ કરી દરરોજ જુદાજુદા પ્રકારની ચુનંદા ગવૈયાઓએ રાગરાગણીથી પૂજાઓ ભણાવવા સાથે દેરાસરમાં પરમાત્માઓને નવનવા પ્રકારની અંગ રચનાઓ કરાવવામાં આવી હતી. વળી ઉપાશ્રય અને સરીયામને દવાઓથી શુશોભિત બનાવવામાં આવ્યું હતું. તેમજ મહાવીર જન્મદિને સુપનના ચઢાવામાં બાવીસથી વધુ મણ ઘીની ઉપજ થવા સાથે જ્ઞાન દ્રવ્યની પણ સારી ઉપજ થવા પામી હતી, અને પારણું મણ ૧૫૧) ના ચઢાવાથી સુરદાસ શેઠની પિળવાળા શેઠ ભીખાભાઈ ન્યાલચંદના ઘેર પધરાવવામાં આવ્યું હતું, વળી આયંબિલની ઓળીના અંગે ઉપદેશ આપતાં ઉદાર ગૃહસ્થોએ ઝડપ ભેર રકમો લખાવતાં સાડાસાત હજારથી વધુ રકમ વ્યાખ્યાનમાં નેંધાઈ ગઈ હતી. આ રીતે એકંદર જનતામાં ઘણું જ સારે ઉત્સાહ હતે. કમલાર સીમાની ૮નો કપાશ્રય. પન્યાસજી શ્રી ઉદયવિજયજી મહારાજ આદિનું ચાતુર્માસ અહિ હાઈ પર્યુષણ પર્વની આરાધનામાં ઉત્સાહ હેવાથી શ્રાવણ વદિ ૫ ને રવિવારથી અક્ષ્યનિધિ તપને પ્રારંભ થતાં આબાલવૃદ્ધ ૨૬૩ વ્યક્તિઓ તપ આરાધનામાં જોડાયા હતાં, અને તપસ્વીઓમાં ઉત્સાહ સારે હોવાથી હાલના સંજોગાનુસાર એકાસણાની ટેળીઓ બંધ રાખેલ હોવા છતાં તપસ્વીઓની ભકતી અકેક રૂપીઆની, ઝરમર પીતળના વાસણોની અને શેર શેર સાકરના પડા આદિની જુદાજુદા ગૃહસ્થોએ આસરે ત્રીસેક લહાણીઓ કરી લાભ લીધો હતો. ઉપરાંત સામુદાયિક લહાણીઓ કરવા માટે એક ટીપ થતા તેમાં પણ આસરે આઠસોની રકમ થવા પામી હતી. ભાદરવા સુદિ ૪ના તપની સમાપ્તિ કરવામાં આવી હતી. વળી મુનિશ્રી નિપુણવિજ્યજીએ અઠ્ઠાઈ તપની આરાધના કરેલ હોવાથી પિળના આગેવાને તરફથી તેના ઉત્સવ અંગે

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40