Book Title: Jain Dharm Vikas Book 02 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 33
________________ સજોડે સ્વાર્પણ. • ૩૬૭ કમણ આદિ કાર્યક્રમ માત્ર જીવન પ્રવાહની તકેદારી રાખવા માટે વિવેક દ્રષ્ટિના પિષક છે, સાધને છે, તે કાર્યક્રમમાં જ ધર્મ પ્રાપ્તિ માની લઈ જીવન પ્રવાહન-વ્યવહારને યથેચ્છાએ વિહરવા દે છે. આવી વૃત્તિની જમાવટ થતાં પેલા આત્મવંચના ધર્મના ઠઠારા વધી જાય છે. આ ઠઠારે વળી પાછા સત્યની સામે દુશ્મનાવટ રાખતે થાય છે, કારણકે એની પાછળ દ્રષ્ટિ ભુલ્યા માનવ સમૂહનું માનસ ઝબકતું હોય છે, અને બીજી યા વ્યવહાર પરથી ધર્મની ચેકી ઉઠી જતાં સમાજ અધોગતિમાં સબડે છે–સદાય એમાં વધારેજ અનુભવે છે.” ટૂંકમાં ધર્મના આ વિસંવાદી રૂપને લઈને ધર્મભ્રમણ નિષ્ફલ્યતાના રણતમાં ડકી જાય છે. અને જીવનપ્રવાહ યુગયુગ લગી અથડાતે, કુટાતો ભટ-. કયા કરે છે. જિજ્ઞાસુઓ ! ચેતવણી રૂપી આટલું આંગળી ચીંધણ કરી વાસ્તવિક જે આગળ કહેવાઈ ગયું તે ફરી સ્પષ્ટ કરી કહું છું કે વ્યવહાર એટલે જીવન પ્રવાહને પંથે ઉપસ્થિત થતા આર્થિક, સામાજિંક, રાજકિય પ્રસંગે કરાતા આચરણ ઉપર મુક્તિસાગરનું મિલન સાધવું હોય તે વિવેક દ્રષ્ટિનું આધિપત્ય હેવું જોઈએ.” ધર્મને બદલે વળી સત્તા, વૈભવ, રૂપ નથી, ધર્મનું ફળ છે આનંદ, કંગાલિયતમાં હાસ્ય, હૃદયની ઉચ્ચ દશા, પાપનું પરિણામ કંગાલિયત, અનારેગ્ય, પીડન નથી, પાપને સાપ એ છે કે, સંપતિ વચ્ચે હયાના હાયકારા, કલેજામાં શાંતિના મુદ્દા ઉપર ભુખભુખનાં ડાચાં મારતાં વાસનાની ભૂતાવળ, ધર્માત્માના દિલમાં માનવતા ફાલેફુલે છે, અહીં પાસવતાનાં તાંડવ ખેલાય છે. ધમિષ્ટ, પાપીષ્ટના માનાપમાને, સાધન સંપતિને આધાર સમાજની વત્તા ઓછી સંસ્કાર, અસંસ્કારિતા પર અવલંબે છે. સુખી દુઃખીના તેલન તે માનવ કલેજાને કાંટે થાય, સાધનાથી વૈભવ પ્રાપ્તિ મનાય છે. કેટલીકવાર એ પ્રત્યક્ષ પણ જોવાય છે. પણ એ આશિભૌવની સાધના ગમે તેવા ઉજવલ નામે સાથે જોડાયેલી હોય તેયે આદરણીય નથી. એથી આત્મિક પ્રગતિને આંક વઘતે નથી. આવી સાધના અધ્યાત્મિક ક્ષેત્રનું સુવર્ણ પિંજર છે. પણ એ અંગે અહીં વધુ વિવેચન ન કરતાં એટલું જ કહ્યું કે, એ ધર્મ તો નથી જ. અધ્યાત્મિક શાંતિના આદર્શને ભુલી તે પિતાના મહાન સાધના બળને વૈભવ વિપુલતાની સંકુચિત કયારીમાં વેડફી દે છે, ઓ ભવ્યાત્માઓ! હમારા પ્રગતિ બળને એવા આશિર્ભાવના સંકલ્પમાં ગેર ઉપયોગ ના કરજે.” ભવ્યતાનાં પુજકે! છેવટે એટલું યાદ રાખજો રે! પુરૂષાર્થની ચેત જલતી રાખી વિવેક દ્રષ્ટિને આચરણમાં ઉતારવા મથ, પણ પુરૂષાર્થની મંસાલ નીચે મુકી વિવેક દ્રષ્ટિને ઝીલવા જતાં ગુલામ ન બનશે, પુરૂષાર્થ વિનાની વિવેક દ્રષ્ટિ ગુલામીનું રૂપક જ છે. વિવેક દ્રષ્ટિની પ્રેરણાએ પુરૂષાર્થનાં દિશા ફેરવજે, પુરૂષાર્થને રૂંધ મા !” જ્ઞાની નેમ મૌન બન્યા જીવનમાં અજવાળાં પાથરતી ગંભીર વાણી દૂર દૂર પથરાયેલે જનસમૂહ એક સરખી સાંભળી રહ્યો. (અપૂર્ણ)

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40