Book Title: Jain Dharm Vikas Book 02 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 19
________________ અહંત દર્શન અને ઈશ્વર. ' '૩૫૩ - અહંત દર્શન અને ઈશ્વર. લેખક-મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી. (જામનગર) (ગતાંક પૃષ્ઠ ૩૨૭ થી અનુસંધાન.) વળી જીવ પિતેજ અને એકજ બ્રહ્મ આ જગતમાં જીવ રૂપે છે, પણ અનેક નથી એ તમારી માન્યતા શી રીતે ટકી શકશે. જે એક જ બ્રહ્મ સકળ જગતમાં અભિન્નપણે છે તેમ કહેશો તે એક જીવ સુખી થતાં સહુ જીવે સુખી થવા જોઈએ અને એક જીવ દુઃખી થતાં સર્વ જીવે દુઃખી થવા જોઈએ પણ તેમ થતું નથી. જો એમ જ બને તે એકજ જીવના મોક્ષથી તમામ જીવો મોક્ષે જવા જોઈએ કારણ કે તમારી માન્યતા મુજબ જીવ એકજ છે. વળી તમારી માન્યતાને સ્વીકાર કરીએ અને બ્રહ્મ જ જીવરૂપે થયા છે તેમ માનીયે તે પછી બંધ મોક્ષ જેવું કંઈ તત્વ જ નહિ રહે, કારણ છવ તે જીવ નથી પણ બ્રહ્મ જ જીવરૂપ ઈચ્છાથી થયેલ છે તેમ માનતાં બધી ધમધમ કે બંધ મોક્ષની જરૂરિયાત નહિ જ રહે. - એક વાત યાદ આવે છે કે પરમાર્થ દષ્ટિએ ભલે સત્તારૂપે તમામ છો. એક હય, પણ જીવ નીરૂપે જે પરસ્પરથી ભિન્ન છે. એટલે જે જીવ કર્મ ક્ષય કરે તેજ જીવ મોક્ષ મેળવે અને બીજે પિતાની પ્રાપ્તબંધન દશા કે જે સ્થિતિમાં હોય ત્યાં જ રહે. જીવ સત્તા રૂપે બ્રહ્મથી અભિન્ન માનવામાં અર્હત્ દર્શનને વિરોધ નથી અને અર્હત્ દર્શન પણ જીવને સત્તા રૂપે બ્રહ્માની સત્તા જે જે સ્વીકારે છે, પણ વ્યવહાર દષ્ટિએ જીવ એ બ્રહ્મથી ભિન્ન અને કર્મોથી જોડાએલો છે અને તે કારણે જ શાસ્ત્રોની તેમજ સત્પરૂષોની આવી પ્રવૃત્તિ છે. અને તે શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરી પુરૂષાર્થ કરવાથી જીવે બ્રહ્મરૂપતા પ્રાપ્ત કરી શકે છે. કેવલાદ્વૈતવાદીઓ પણ શાસ્ત્રાજ્ઞા તેમજ નિયમ, વ્રત, આચાર, આશ્રમધમેને સ્વીકાર કરે છે, પણ તેઓ કહે છે કે તે તે માત્ર વ્યવહાર દષ્ટિ પુરતું જ આ અમારું મંતવ્ય છે. તેના સમાધાનમાં અહંન્દ્ર દર્શન કહે છે કે જે સત્યને જાણવા ઈચ્છે તે અસંખ્ય છે, પરસ્પર ભિન્ન છે. તેમજ જીવ અનાદિકાલથી, કર્મબંધનથી બંધાઈ ગયેલ છે. આ નિયમે વિધવિધ છે, અનાદિ બંધપણું અને મુક્તિનાં પુરૂષાર્થની ઉપયોગીતા તમારે જરૂર સ્વીકારવી પડશે. આ ઉત્તર પાશ્ચાત્ય વિશ્વદેવવાદ માટે પણ પૂર્ણ છે. કારણ કે તે વાદ પણ વેદાંતની પેઠે જગને અસત માની તેને નિષેધ કરે છે. તેમજ સકળ જગતના પદાર્થોની ના કહે છે તેથી તે સિદ્ધાંત સાથે અધિક ચર્ચા કરવાનું રહેતું જ નથી. તેથી ઉપરના કૈવલાદ્વૈતવાદને આપેલું સમાધાન તેજ આ વિશ્વ દેવવાદ માટે પૂર્ણ છે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40