Book Title: Jain Dharm Vikas Book 02 Ank 10
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 18
________________ જૈન ધર્મ વિકાસ વિધવાદિએ પણ આ લોકેથી વધારે સાવચેતીપૂર્વક વર્તવું જોઈએ. આવા કેમાં વાસ્તવિક પ્રેમને છોટે ય હેતું નથી. તેઓ ફક્ત હડકાયા કુતરાની જેમ કે દારૂ પીધેલાની જેમ આવી વળગે છે અને અવસરે ખસી જઈ વિધવાદિના જીવનની ધૂળધાણી કરી મેલે છે. આમની સાથે પ્રસંગે બોલતાં હસવાની, તેઓની હાજરીમાં વચ્ચે બદલવાની કે સ્નાન કરવાની અથવા કેશ સમારવિની કે ઉઘાડા અંગે બેસવાની બહુ જ સાવચેતી રાખવી જોઈએ તેમની આગળ પિતાના ભૂતસંસારની કે અગવડની અથવા પિયર સાસરીયાં તરફની છુપી વાતની બાબત કદિપણ ભૂલેચુકે ન ઉકેલવી. તેઓ તેમાંથી કોઈના કોઈ છિદ્રો શોધી મિથ્યા દબાણ વગેરેથી ફસાવે કે ફસાવવાને પ્રયત્ન કરે, માટે આવાં આવાં કારણેથી સદા સાવધ રહેવાની ખાસ આવશ્યક્તા છે. પવિત્ર સમજાયેલામાંથી પણ કામના દુનિવારપણાથી પાછળ કયારેક અપવિત્રતા દેખાઈ આવે છે. માટે એકાંત ન કરવી કે ન થવા દેવી, વ્યંગ્યમાં કે અનુચિત કુશીલભાવ શીધ તરી આવે એવા શબ્દાર્થમાં કદિ કેઈ સ્ત્રીએ પુરૂષની સાથે વાત ન કરવી કે અમથી પણ ન બોલવી, તેમની સ્ત્રીઓ કે તેમનાં વિવાહ લગ્નાદિ સંબંધી કાંઈ પણ ન બોલવું, તેના વર્તનની તરફ ગૃહકાર્યની હાનિના ઉપયોગ સિવાય નજર જ ન નાખવી, એમની સાથે જેટલે પ્રસંગ પાડવાની ખાસ જરૂરીયાત હોય તેથી જરી પણ અધિક પ્રસંગ પાડવા તેઓ ચાહે, તે ત્યાંથી વિચારપૂર્વક તેને તેલ કરી અવગણના સાથે ખસી જવું કે તેઓને ખસેડી દેવા. મુખ્ય રીતે વિધવાઓને માટે લખાયેલું આ બધું સધવીઓને તથા “પુરૂષ શું છે એ સમજનારી બાળાઓ-કન્યાઓને પણ સંપૂર્ણ લક્ષ્યમાં લેવા જેવું છે. તેમને પણ વિધવા જેટલી જ શીલપગિતા છે. મુખ્ય રીતે વિધવાઓ આ લેખનું લક્ષ્ય છે તેનું કારણ એ છે કે, ઉપક પરિચયમાં રહેનારા વર્ગમાંથી કેઈક હલકટ મનવૃત્તિવાળો હોય કે થાય તે, તે વિધવાને ન ધણીયાતી હોવાના કારણે વિકારશીલ કલ્પી તેને આકર્ષવાનાં કારણો ઉપજાવે છે. વિધવાએ ભાઈ, બાપ, પુત્ર સિવાય અન્ય પુરૂષના સ્પર્શને સદાય ટાળવું જોઈએ. ભાઇ, બાપ વિગેરેની સાથે પણ એકાંત કરવાને નીતિ ના પાડે છે, તે પછી બીજાની સાથેની એકાંત વિષે તે કહેવું જ શું ? જગતમાં જેને સારી રીતે અને ઉત્તમ રીતે જીવવું છે તેને અવશ્યમેવ બંધન અને પરાધીનતા જોઈએ જ. (અપૂર્ણ) સાધુ સાધ્વી ગણને વિજ્ઞપ્તિ. ચાતુર્માસના જે સાધુ સાધ્વીઓએ અમારી ઓફીસે ઠેકાણા ન મેકલ્યા હોય તેને સત્વર મેકલવા વિજ્ઞપ્તિ છે. કે જેથી માસિક દ્વારા જાહેર કરી શકીએ. -તંત્રી.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40